________________
૨૫.
એકાગ્રપણ પામે ત્યારે જ તે તમય ભાવને પામે. તાત્પર્ય કે ચિત્ત નિર્મલ થાય તે સ્થિર થાય ને સ્થિર થાય તે તન્મય થાય, અને ત્યારે જ સમાપત્તિ થાય. બહિરાત્મભાવ ત્યજી દઈ, અંતરાત્મભાવ પામી, સ્થિર ભાવથી “આત્મા તે પરમાત્મા ” એવું ભાવન કરે તે અવિકાર એવા નિર્મલ ચિત્ત દર્પણમાં પરમાત્માનું અર્પણ થાય, પ્રતિબિંબ પડે, સમાપત્તિ થાય. આમ ચિત્તવૃત્તિનિરોધ-> સમાપત્તિ –– અધ્યાત્મપ્રસાદ–– ઋતંભરા પ્રજ્ઞા> તત્વસંસ્કાર-> અસંપ્રજ્ઞાત સમાધિ–> કૈવલ્ય,–ગપ્રક્રિયાને આ કમ છે. *
“બહિરાતમ તજ અંતર આતમ, રૂપ થઈ થિરભાવ;
પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અરપણ દાવ. સુમતિ ચરણકજ આતમઅરપણ, દરપણુ જિમ અવિકાર.” –શ્રી આનંદઘનજી,
(૩) સમિતિ ગુપ્તિ સાધારણ ધર્મવ્યાપાર તે યોગ મન, વચન, કાયાને માટે જૈનશાસ્ત્રમાં “ગ” એવી સંજ્ઞા પ્રજાય છે, તે પણ સૂચક અને તે જ અર્થની વાચક છે. તેમજ “ઉપગ’ એ જૈન પરિભાષાને વિશિષ્ટ શબ્દ છે. દર્શનોપયોગ અને જ્ઞાનપયોગ એમ બે પ્રકારે વિભક્ત થયેલે આ ઉપયોગ જીવનું સ્વલક્ષણ છે. ‘૩પયો કીવરથ” (ત. સૂ.). આ યોગ-ઉપગનો પરસ્પર ઘનિષ્ઠ સંબંધ છે. આત્મા શુદ્ધ જ્ઞાન-દર્શનસ્વરૂપ ઉપયોગમાં સ્થિર થાય તો તેના મનાદિ યોગ સ્થિર હોય અને મનાદિ લેગ સ્થિર હોય તે ઉપગની ચંચળતાનું કારણ અસ્થિર વેગ દૂર થવાથી ઉપગ પણ સ્થિર થાય.
ઉપયોગસ્વરૂપ આત્મા આ દેહની સાથે ક્ષીરનીરવત એકક્ષેત્રાવગાહ સ્થિતિ કરી રહ્યો છે. છતાં તે દેડથી આ આત્મા મ્યાનથી તલવારની જેમ ભિન્ન છે, તેને કેમ પ્રાપ્ત કરે ? તે કે ઉપગ ન ચૂકાય એ રીતે મન-વચન-કાયાના સમ્યફ યેગથી. આ મન-વચન-કાયાનો એ સમ્યક્ ગ કરવા, એવું કર્મ કૌશલ દાખવવું, કે જેથી તે આત્માનું સ્વરૂપ સાધનમાં બાધક ન થતાં સાધક થઈ પડે. “વોm: મંg ૌસસ્ટમ્' (ગીતા). અને તેને માટેની વિધિ આ છે કે મન-વચન-કાયાના યોગની એવી સંક્ષિપ્તતા કરવી કે જેથી કરીને દેહપર્યત આત્માની સ્વરૂપને વિષે મુખ્યપણે સ્થિરતા વત્તે; અને આ આત્મસ્થિરતા એવી હોય કે ગમે તેવા ઘેર પરીષહ કે ઉપસર્ગના ભયથી તેને અંત આવે નડુિં. આમ મનવચન-કાયાના યુગને સંક્ષિપ્ત કરવા, ટુંકાવવા, તેને જ જૈન પરિભાષામાં મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્ત એવા યથાર્થ નામ આપ્યા છે. મનવચન-કાયાના ચેગનું
* झोपतेरभिजातत्येव माहीतग्रहण ग्राह्येषु तत्स्थतदञ्जनता समारत्तिः । xxx ता एव सबीजः समाधिः । निविचारवंशरोऽध्यात्मप्रसादः । ऋतम्भरा तत्र प्रज्ञा ॥" ઈ. પાતંજલ . સ૨. ૩૧-૫