Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 9
________________ આયંબિલની ઓળી વિહારમાં પણ ચાલુ હતી સૂર્યોદય પછી થોડી જ વારમાં ગરમીનો પારો ચઢવા માંડે. ૯ વાગ્યા પછી પગ બળે એવી ગઝતુમાં ૧૧-૧ર વાગે આરામથી સ્વરૂપ ગંજ આવ્યા અમે તો સૂર્યોદય થતાં જ નીકળી ગયેલા, પણ ૧0 વાગે સ્વરૂપ ગંજ પહોંચતા ગરમીથી ત્રાહિ મામ્ થઈ ગયેલા, જ્યારે એમને તો આ કાળઝાળ ગરમીની કોઈ અસર જ નહિ એમની આવી ઘીરતા ને સહિષ્ણુતા જોઈને હું તો ખુબ જ પ્રભાવિત થયો. આ મારું એમની સાથેનું પ્રથમ મિલન... અલપ કલપ પરિચય....! પ્રતિષ્ઠા મહોત્સવમાં તો હું અમારી બાળ સાઘુમંડળીમાં ખોવાઈ ગયો. પ્રતિષ્ઠા પૂરી થતાં જ સહુ સહુના ચાતુમસોત્ર તરફ વિહરી ગયા. ૨૦૧૮માં પાછા ચૈત્ર માસની આસપાસ પૂજ્યશ્રી સાબરમતીમાં ભેગા થઇ ગયા. ૩-૪- દિવસ સાથે રહ્યા ત્યારે એમની સરળતા, નિખાલસતા, કરડાકીના ચહેરા નીચે છુપાયેલી કોમળતા અને તટસ્થઉંડી વિચારશીલતાનો ખાસ્સો પરિચય થયો. ઘણુ નવું જાણવા મળ્યું. ૨૦૧૬ ની ચૈત્રી ઓળીથી મારા દાદા ગુરુદેવશ્રીએ વહેતી કરેલી મૈત્રાદિ ભાવોની અનિવાર્યતાની વિચારણાએ પૂ. પ્રેમસૂરિદાદાના સમગ્ર સમુદાયમાં ભારે વૈચારિક સંઘર્ષ પેદા કરેલો. આખો સમુદાય બે છાવણીમાં વહેંચાઇ ગયેલો. અમુક પદસ્થો પંન્યાસજી મ.ની વિચારધારામાં પૂરા સંમત હતા, કેટલાક પૂજ્યો અસંમત હતા. આ વૈચારિક સંઘર્ષના સમાધાન માટે કલોલ નગરમાં પૂ.પ્રેમસૂરિદાદાના સાન્નિધ્યમાં બધા પદસ્થો ભેગા થયા. ઘણા દિવસો સુધી વિચારમંથન ચાલ્યું આ પ્રસંગે ભલભલા વિદ્વાન મુનિઓ તટસ્થતા જાળવવામાં ગોથું ખાઇ ગયા ત્યારે મારા ગુરુદેવના વિરોધપક્ષે રહેલા પૂજ્યોની સાથે બેસવા છતાં પૂ. હિમાંશુવિ. મ. તટસ્થતા અને મારા ગુરુદેવ પ્રત્યેનો આદર-સભાવે પૂરેપૂરો જાળવી શક્યા હતા. આ સંઘર્ષના હવામાનમાં જ સાબરમતી એમની સાથે અમારે રહેવાનું થયું ત્યારે મારા જેવા ઉગતા જુવાન સાધુ સાથે એમણે અનેક વિવાદાસ્પદ, સાધુસમુદાયે ચગાવેલા પ્રાણપ્રશ્ન જેવા મુદ્દાઓમાં પણ જે તટસ્થતા, અને ઉંડી સમજ-સુઝથી વિચારણા કરી એ ઉપરથી હું એટલું તારવી શક્યો કે ઘણાબધા એકાંત આગ્રહથી એમણે પોતાના ચિત્તને બુદ્ધિને મુક્ત રાખ્યું છે. કોઇપણ મુદ્દાની નિષ્પક્ષવિચારણા માટે એમના દ્વાર ખુલ્લા હતા. બધાથી અલગ અભિપ્રાય આપવામાં એ નિર્ભિક હતા. એમાગે ત્યારે મને સ્પષ્ટ કહેલું કે ‘મને તારા દાદાગુરુદેવની વિચારધારા જ ઠીક લાગે છે.' એમના આ નિર્ણયને ઠીક ઠેરવે તેવું જ પાછળથી થયું. કલોલના વૈચારિક સંઘર્ષ પછીના બે-ત્રણ વર્ષમાં જ મારા દાદાગુરુદેવની મૈત્યાદિ વિચારણાની સચ્ચાઇ અને અનિવાર્યતાને માત્ર એમનો વૈચારિક વિરોધી વર્ગ જ નહિ. પરંતુ લગભગ- શ્રમણ સંઘના સમુદાયો સમજ્યા અને ચાહક બન્યા. કોઈની પણ શેહ શરમમાં આવી સત્યને દબાવવાનું એમને ફાવતું નહિ. અસત્યને ઓળખ્યા પછી કયારેય નમતું તોળતા નહિ. એમનો આ સ્વભાવ આજીવન રહ્યો. તેથી જ સચ્ચાઈ ખાતર એકલપ્રવાસી જેવું જીવન જીવ્યા. આટલું દીર્ધ જીવન પોતાના જ કંડારેલા માર્ગે ચાલ્યા, મસ્તી અને પ્રસન્નતાથી...!! જીવનના પાછલા ભાગમાં મારા દાદાગુરુદેવનો મોટો વૈચારિક પ્રભાવ એમના ઉપર જોવાયો. મૈત્યાદિ ભાવોના પરિપાકસ્વરૂપ અનેરા સંઘવાત્સલ્યથી રંગાઇને ‘‘સમગ્ર શ્રમાગસંધ મૈત્રીભાવસંપન્ન બને, સંપીલો બને, સૌને આદેય બને,’ એ જ એકમાત્ર આશયથી એ આજીવન આયંબિલના આરાધક બન્યા. એ આયંબિલ પણ નિર્દોષ દ્રવ્યથી જ, એમની નિત્ય આરાધના પૂરી થાય પછી જ કરતા, ભલેને, સાંજ પડી જાય, એમની આ ઘોર સાધના માત્ર સંધ-શાસનના અભ્યદય માટે જ હતી. “રામણ શ્રમણારરંથ મૈત્રીભાવસંપન્ન બને, સંયલો બol, સૌને આદેય બને,”

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 246