Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 8
________________ વિરલ રબાધણુબેલડી - પર્યાયસ્થવિર પ. પૂ. શુઘરવિજયજી મ. સ આંખ મીચું છું જે પાંપણના પડદા ઉપર એ અજન્ચ અવિસ્મરણીય દ્રશ્યની ઝલઠ પ્રગટ થાય છે અનંત ક્ષિતિજના પટ પર... દશે દિશાઓને પ્રખર કિરણોથી અજવાળતા સૂરજની સાથે એક એકાકી તેજસ્વી પુરુષ ધીમ પણ મક્કમ ચાલે એક પછી એક કદમ ઉઠાવી રહ્યો છે. ન સંતાપ, ન ગ્લાનિ, ન વિરામ, ન વિશ્રામ..... માત્ર પોતાના ધ્યેય તર એકધારી ગતિ...! કોઇ ન આવે તોયે એકલો જાને રે...' કવિ રવીન્દ્રનાથનું આ ગીત એક પદ ધ્વનિમાંથી નિરંતર પ્રગટી રહ્યું છે.. આ એકાકી પ્રવાસી એટલે આચાર્ય હિમાંશુસૂરીશ્વરજી મ. ! સંઘના સંપ કાજે આજીવન આયંબિલના ઘોર તપસ્વી, અડ સંકલ્પના સ્વામી, સિંહપુરુષ, સૂરજની સામે ચાલનારો અટંકી વિરલો..... ! લાલાશ પડતો ગૌરવર્ણ.... કદાવર કાયા.... પ્રભાવશાળી વ્યક્તિત્વ ... પહેલી નજરે સામાને ડર લાગે એવો કરડાકીભર્યું ચહેરો... વેધક નજર.... ઓછાબોલી પ્રકૃતિ...! આ એમની ઓળખ.! તટસ્થવિચારધારા... ઉંડુ ચિંતન... સ્થિર નિર્ણય... નિર્ભય અભિવ્યકિત... અપ્રમત્ત આરાધના..... કઠોર તપોમ જીવન....! આ એમની વિશેષતા ! વિ.સં. ૨૦૧૬માં એમનો પ્રથમ પરિચય થયો, જે આગળ જતા જીવનના અંત સુધી સચવાય તેવા ગાઢ આત્મીય સંબંધમ પરિણમ્યો. સં.૨૦૧૬ના વૈશાખ મહિને રાજસ્થાન પિંડવાડામાં પરમ ગુરુદેવ ગચ્છનાયક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા.ની પરમ પાવનીય નિશ્રામાં અતિભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રસંગ હતો. સમુદાયના મોટા ભાગના પદસ્થો સપરિવાર પિંડવાડા પધારી રહ્યા હતા. પૂ.તપસ્વી પંન્યાસપ્રવર શ્રીકાંતિવિજયજી મ. તથા મારા દાદા ગુરુદેવ પૂ. પંન્યાસપ્રવર શ્રી ભંદ્રકવિ મ. આદિ ઘણા બધા પદસ્થોની નિશ્રામાં શ્રી શંખેશ્વર મહાતીર્થે નવપદજીની ઓળી કરી બધા પૂજ્યો પિંડવાડા તરફ નીકળ્યા, જલ્દી જવા માટે હું પૂ. પં. કાંતિવિજયજી મ.ની ટુકડીમાં જોડાયો. બધા અલગ અલગ ગામોના રસ્તે ચાલતા આબુરોડમાં ભેગા થઇ ગયા ચૈત્ર વદ ૧૧ના સાંજે કિવરલી ગામની સ્કૂલમાં મુકામ કર્યો. સવાર પડી, સૂયોદય થયો, પોતપોતાની ઉપધિ બાંધી અમે સહુ વિહાર માટે તૈયાર થયા ત્યારે પૂ. હિમાંશુવિ. મ. નું ગણવાનું ચાલુ હતું ચૈત્ર-વદની ભયંકર ગરમી, રાજસ્થાનની ઘરતી, 10 માઈલ ચાલીને સ્વરૂપગંજ પહોંચવાનું હતું છતાં એમને જરા પણ ઉતાવળ નહિ. પૂર્વાભિમુખ બેસી નિરાંતે આરાધના કરે. ઉગતા સૂરજના કિરણોથી ચમકતો એમનો તપઃપૂર્ણ ગૌર રકત ચહેરો ઉજ્જવલ કાંતિમાન કાયા... પહેલીવાર ઘારીને જોયા, જે આજે પણ એવા જ સ્મૃતિમા સંઘરાયા છે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 246