Book Title: Vinay Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 4
________________ પરિશીલનની પૂર્વે.. અનંતોપકારી શ્રી અરિહંત પરમાત્માએ ઉપદેશેલી અને સ્વયં આદરેલી દીક્ષાનું વર્ણન અઠ્ઠાવીસમી બત્રીશીમાં ક્યા પછી આ વિનય બત્રીશીમાં દીક્ષાને સફળ બનાવવા માટેના ઉપાય સ્વરૂપે વિનયનું વર્ણન કર્યું છે. આ બત્રીશીના નામથી જ તેમાં નિરૂપણ કરાયેલા વિષયનો આછો-પાતળો ખ્યાલ આવી જ જાય છે. ખરી રીતે તો આ બત્રીશીનું વાંચન-મનન કરવાથી વાસ્તવિક વિનયનું જ્ઞાન ખૂબ જ સરળતાથી થઈ શકે છે. વિનયનો પરિચય આપવાની વસ્તુત: અહીં આવશ્યકતા નથી. પરંતુ અત્યંત સંક્ષિસરુચિવાળા આત્માઓ માટે અત્યંત ટૂંકો આ પ્રયાસ | શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, શ્રી દશવૈકાલિકસૂત્ર, શ્રી આવશ્યકસૂત્રનિર્યુક્તિ અને વ્યવહારભાષ્ય... વગેરેમાં નિરૂપણ કરાયેલા વિનયના સ્વરૂપાદિનું અહીં મુખ્યપણે નિરૂપણ છે. “શીઘ્રપણે કર્મોને દૂર કરે છે તેથી તેને વિનય કહેવાય છે, જે મોક્ષસ્વરૂપ ફળથી શ્રેષ્ઠ એવા ધર્મસ્વરૂપ વૃક્ષનું મૂળ છે.''-આ રીતે તેના નિરૂપણનો પ્રારંભ કર્યો છે. બીજા શ્લોકમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને ઉપચારને આશ્રયીને વિનયના પાંચ પ્રકાર દર્શાવ્યા છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના અનુક્રમે આઠ આઠ આઠ અને બાર પ્રકારને લીધે એ વિનયના ચાર પ્રકારના કુલ છત્રીસ પ્રકાર ખૂબ જ પ્રસિદ્ધ હોવાથી ઉપચારવિનયનું વર્ણન વિસ્તારથી કરાયું છે. પ્રતિરૂપ યોગ (ઉચિત આચરણ) અને અનાશાતના : આ બે પ્રકાર ઉપચારવિનયના છે. એમાં પ્રથમ ઉપચારવિનયના મન, વચન અને કાયાને આશ્રયીને ત્રણ પ્રકાર ત્રીજા શ્લોકમાં જણાવ્યા છે. ચોથા શ્લોકમાં કાયિક ઉપચારવિનયના આઠ પ્રકાર જણાવીને પાંચમા શ્લોકમાં વાચિક વિનયના ચાર પ્રકાર અને છઠા શ્લોકમાં માનસ વિનયના બે પ્રકાર જણાવ્યા છે. એમાં છમસ્થ જીવોને આશ્રયીને અને શ્રી કેવલીભગવંતને આશ્રયીને જે ભેદ છે તે ટીકામાં સ્પષ્ટપણે જણાવ્યો છે. આ રીતે પ્રથમ ઉપચારવિનયના ચૌદ ભેદોનું વર્ણન કર્યું છે. ત્યાર બાદ દ્વિતીય અનાશાતનાવિનયસ્વરૂપ ઉપચારવિનયનું નિરૂપણ કરતાં સાતમા શ્લોકમાં શ્રી અરિહંત પરમાત્માદિ વિનયાહ તેર પદો (સ્થાનો) વર્ણવ્યાં છે. તે દરેક પદનો ચાર ચાર પ્રકારે અનાશાતના વિનય કરવાનો હોવાથી કુલ બાવન પ્રકારનો દ્વિતીય ઉપચારવિનય આઠમા શ્લોકમાં જણાવ્યો છે. શ્રી અરિહંત પરમાત્માદિ એક પદની પણ આશાતના કરવાથી સઘળાં ય પદોની આશાતનાનું પાપ લાગે છે-એPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 50