Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 7
________________ કાવ્યનું નામ અને જે જે સર્ગમાં જે જે વાત આવે તે તે સર્ગનું તે તે નામ રાખવું. ઈત્યાદિ. ... એ બધાં લક્ષણે આ મહાકાવ્યને લાગુ પડે છે કે નહિ એ પુસ્તક વાંચતાં પિતાથી જણાઈ આવે એમ છે એટલે તે બતાવવા જરૂર નથી એટલે ઉપરની બધી બાબત ઘણું કરી આ ગ્રંથમાં આવી જાય છે. પરંતુ માત્ર સર્ગનાં નામ નથી રાખ્યાં તે ગ્રંથકારની અભિરૂચિ ઉપર છે. અને તે બાબત " ઘણું કરી " એ વાક્યનો લાભ લે છે. - આ ગ્રંથને મુખ્ય વિષય કલ્યાણના ચાલુક્યવંશી આહવમલ અથવા રૈલોક્યમલ્લના પુત્ર વિક્રમાંકદેવનું વર્ણન છે તે તેના નામ ઉપરથી જ સ્પષ્ટતર છે. . આખા કાવ્યના કુલ 18 સર્ગ છે. તેમાં ૭થી 13 સુધીમાં ઋતુએનું વર્ણન છે. તથા તેમાં વિક્રમાદિત્યની સ્ત્રીનું વર્ણન છે. 18 મો સર્ગ આ કવિએ પિતાના દેશ, રાજા અને પેતાના વર્ણનમાં રોક્યો છે. સર્ગ વિાર વર્ણન અનુક્રમણિકામાં છે. . . . . આખા કાવ્યના કુલ કલેક 1651 છે તે સંર્ગવાર અનુક્રમે આ પ્રમાણે છેઃ–પહેલાના 118, બીજાના 91, ત્રીજાના 77, ચોથાના 119, પાંચમાના 89, છઠ્ઠાના 99, સાતમાના 77, આઠમાના 88, નવમાના 151, દસમાના 91, અગ્યારમાના 95, બારમાના 78, તેરમાના 90, ચાદમાના 72, પંદરમાના 87, સોળમાના ૫૩,સત્તરમાના 68 અને અઢારમાના 108 છે; અને તે 16 છંદ અથવા વૃત્તમાં વહેંચી દીધા છે. + : આ કાવ્ય કવિયે વૈદર્ભ રીતિમાં ગ્રંધ્યું છે એટલે તેની ઢબછબ અને 1. તેમાં ઇદ્રવજૂના કુલ શ્લોક 68 છે તે 1 લામાં 4, 12, 14, 15, 33,35, 37, 39, 43, 60,66,67, 72, 77, 78, 70, 87, 90, 93, 101, 104, 106, 109 અને 110 મો મળીને 24 છે. 2 જા સર્ગમાં નથી. 3 જા સગમાં 2, 22, 25,46, 47,49, 50 અને ૭૦મો મળીને 8 છે. ૭મા સર્ગમાં 27, 28, 41,60, અને 65 મે મળીને 5 છે. 8 મા સર્ગમાં 14, 33, 35, 46, 48, 85, 86, 101, 105, 119, 136, 141, 144, અને 149 મે મળીને 14 છે. દસમા સર્ગમાં 6, 8, 9, 31, 32, 41, 45, 46,79, 82 અને 85 મે એમ 11 છે. બારમા સર્ગમાં 11, 16,32,53, 74 અને 5 મે એમ 6 છે અને 16 માં 22 મો.૧ એમ મળીને કુલ 68 છે. : Gunratnasur M.S! Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 221