________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. ઉપરાંત કોઈ પણ શુભ કામ નિમિત્તે કોઈ પણ જૈન ગ્રહસ્થને અથવા શ્રી સંઘને કંઈપણ બાંધકામ કરવા જરૂર જણાય તે જોઈતી જમીન કંઈપણ લીધા વિના બાંધકામ માટે આપવામાં આવે છે.
એક ગ્રહસ્થ તે જગ્યામાં દેવ-ગુરૂના પગલાંના નિયમીત દર્શને લેકે આવી શકે તે માટે એક દેરી બંધાવી છે. એક સાધ્વી અને એક સાધુ ( શ્રી વૃદ્ધિસાગરજી) નો ત્યાં અગ્નિ સંસ્કાર થયો છે, અને પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી–ગુરૂ મહારાજને અંતિમ સંસ્કાર–નિર્વાણ મહોત્સવ પણ ત્યાં થયો છે. અને તેથી અગ્નિ સંસ્કારના સ્થળે એક સુંદર ગુરૂ મંદિર થાય છે. સંભવ છે કે ત્યાં જેઠ વદ ૩ ને દિવસ એક વાર્ષીક ઉત્સવ રૂપ થઈ પડશે. પ્રફુલ્લત મનવાલા તે દાનેશ્વરીની હયાતી બાદ તેઓની લક્ષ્મી વડે લેવાયેલી જમીનને આવો સદુપગ થશે તે કોણ જાણતું હતું ?) માત્ર ગુરૂશ્રી જ જાણતા હતા) મડ્ડમના સદ્દગત થવાથી મંડળને મોટી ખોટ પડી છે. તેઓના આત્માને શાંતિ ઈચ્છી વીરમીએ છીએ.
મુંબાઇ ચંપાગલી. સંવત ૧૯૮૨ પિશ વદ ૧૩ (મહૂમ શેઠની નવમી સમચ્છરી) )
લી. અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ.
For Private And Personal Use Only