________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) માણવર્ગમાં શેઠ લલ્લુભાઈ ગિરધર દવે, તથા બિલભાઈ તથા પુરૂષોત્તમ લજજારામ વગેરે સુખી સ્થિતિમાં છે. દેશાઈ વર્ગ હાલ મધ્યમ સ્થિતિમાં છે. માણસાના જેટલા વિજાપુરમાં વ્યાપાર નથી ખેતરોથી અને વૃક્ષોથી વિજાપુરના લેકાની આજીવિકા નભે છે. કારીગરવર્ગ પહેલાં કરતાં હવે ધન સારી રીતે કમાય છે. પરદેશમાં વ્યાપારાર્થે ગયેલા લોકોમાંથી ઝવેરી મેતિલાલ નાનચંદ, શેઠ લલ્લુભાઈ કરમચંદ, શેઠ ઉમેદ કંકુચંદ, શેઠ લલ્લુભાઈ ગીરધર વાળા વિઠ્ઠલભાઈ વગેરે સુખી સ્થિતિમાં છે. સારી સ્થિતિમાં છે. કણબીઓની સારી સ્થિતિ નથી, કારણ કે તેઓના ખેતરમાં વર્ષદના અભાવે તથા પોતાના ખેતરના અભાવે સારી ખેતી થતી નથી. કઇવાર પાકે છે અને કઈવાર પકતી નથી, તેથી દેવા વગેરેના બાજાથી દુ:ખી–અભણ સ્થિતિમાં છે. તે લેકેને ઉત્સાહી બનાવી સારી સ્થિતિમાં લાવનાર રાજનેતાઓની જરૂર છે. જયાપાર હારકળામાં વિજાપુર પછાત છે. નાકના પર ચાઠું હોવાથી જેમ મુખ શેભતું નથી તેમ વિજાપુરમાં સ્ટેશનથી પ્રવેશ કરતાં પહેલી દારૂના પીઠાની હવેલી આવે છે તેથી વિજાપુરની શોભા ઘટી જાય છે.
વિજાપુરની આબોહવા એકંદર સારી છે. શહેર કરતાં તાલુકામાં અને તાલુકા કરતાં ગામડાઓના લોકોમાં અસલનું આર્યત્વ વિશેષ પ્રમાણમાં છે. આ તાલુકામાં ત્રણ વસ્તુઓમાં પાક થાય છે. (ખરેડ, જંત્રાલ વગેરે ગામોમાં પહેલાં ઉહાળામાં પૃથ્વીથી બે હાથ ખોદતાં પાણી નીકળતું હતું. પહેલાં જત્રાલ વગેરેમાં શેલડી પાકતી હતી અને અખાત્રીજના દિવસે કુવા માંથી બહાર ખેતરોમાં પાણી ઉભરાઈ જતું હતું તેમાંનું હાલ કશું નથી!)
વિજાપુરમાં સરાણીયા, લખવારા વગેરેની જે વસતિ હતી તેમાંથી હાલ ઘણી ઘટી ગઈ છે. ઘાંચીઓની વસતિ ઘટી ગઈ છે. વિજાપુરમાં જૂને કિલો હતો તેને કંઈક ભાગ હજી કાયમ છે. સને ૧૮૮૭ના અકટેમ્બરની તા. ૧૮મીએ રાતના નવ અને દશ વચ્ચે વિજાપુર અને ખેરાલુમાં ધરતીકંપને આંચકો લાગ્યો હતે. તથા સને ૧૮૮ન્નામે માસની ૨૩ મી તારીખે સાંજના ચાર વાગતાં વિજાપુરમાં જેસોર
For Private And Personal Use Only