________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) ઉપાશ્રયના વહીવટ કરનારા આગેવાને છે. ઉપાશ્રયની આગળ ચગાન છે. ઉપાશ્રયની દક્ષિણ બાજુએ ખેતર છે. પૂર્વ બાજુએ શેઠ બાદરભાઈ કંકુચંદની વાડી છે. પશ્ચિમે શ્રાવકનાં ઘર છે. ત્રણ ચારસેં મનુષ્યો બેશી શકે એટલે મેંટે છે. હાલ જીર્ણ થવા લાગ્યો છે. દેશીવાડાને સંવેગીને મૂલ ના ઉપાશ્રય છે તે હાલમાં હયાત સુરજમલ શેઠના વડવાએ કરાવ્યો હતો.
(૨) બાદરવાડી–સંવેગીના ઉપાશ્રયની પૂર્વે બાદરવાડી કરવામાં આવી છે. જૈન શેઠ કંકુચંદ બેચરના પુત્ર રવચંદભાઈ, શેલાભાઈ, મગનલાલ, બાદરભાઈ અને ઉમેદભાઈ એ પાંચ પુત્ર પૈકી બાદરભાઈ વ્યવહારમાં ઘણા કુશળ, દાની અને પ્રભુભક્ત હતા. તેમના મૃત્યુ પછી તેમના સ્મરણાર્થે ભાદરવાડી બંધાવવામાં આવી છે, તે જગ્યામાં પૂર્વે નિશાળ હતી. વિ. સં. ૧૯૫૭માં બાદરવાડી બંધાઈ છે તેમાં જૈન સાધુઓ અને યાત્રાળુ જેને ઉતરે છે, તથા શ્રાવિકાઓને ત્યાં ધાર્મિકશાસ્ત્ર ભણાવવામાં આવે છે. નવકારશી, પાખી, નાત વગેરે જમણે કરવા માટે તે ખપમાં આવે છે. શેઠ ઉમેદભાઈ કંકુચંદ વગેરે બાદરવાડીને વહીવટ કરે છે, વિ. સં. ૧૭૨ માં બાદરવાડીમાં શેઠ મગનલાલ કંકુચંદે ઉજમણું માંડયું હતું અને કાંઠાની સત્તાવીશનું ચાખડું કર્યું હતું.
(૩) હઠીભાઈની ધર્મશાળા –દોશીવાડામાં છે. તે બંધાવનાર અમદાવાદમાં સં. ૧૯૦૪ લગભગમાં શેઠ હઠીશિંગ કેશરીભાઈ વિદ્યમાન હતા. જાતે ઓશવાળ હતા. વ્યાપારમાં કરોડો રૂપૈયા તેમણે મેળવ્યા હતા. અમદાવાદમાં દિલ્લી દરવાજા પાસે હઠીભાઈની વાડી છે અને તેમાં તેમણે બાવન જિનાલયનું મેટું જૈન મંદિર બંધાવ્યું છે. તેમાં મૂલનાયક તરીકે શ્રી ધર્મનાથ તીર્થ. કરની પ્રતિમા છે. અનેક યુપીયને ગવર્નરે વગેરે તેને જેવા આવે છે. હકીશંગ શેઠે પોતાના સગા વ્હાલા વગેરેને ખાનગી મદત તરીકે એંશી લાખ રૂપિયા આપ્યા હતા. પાલીતાણાના માર્ગે જ્યાં
જ્યાં સંઘ જાય છે તેવા ગામોમાં તેમણે ધર્મશાળાઓ બંધાવી છે, તેમની પત્ની હરકોર શેઠાણીએ સમેતશિખરને સંઘ કહાલ્યો હતા, તેમને સરકારની પદવી આપવામાં આવી હતી. તે શેઠ હઠી
For Private And Personal Use Only