________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) પછીની તેમાં બેસાડેલી હોય એમ સંભવે છે. દેરાને ભાંગતી વખતે મૂર્તિને પહેલાંથી સંતાડી દીધી હોય તે પાછળથી નવું દેરૂં કરી તેમાં બેસાડી શકાય છે. ખડાયત ગામના જૂના આરા પાસે નદીના કાંઠે પહેલાં મહાદેવનું દેરૂં હતું.
હાલનું જે જૂનું ખડાયતા ગામ છે તેમાં એક બે જૈન દેરાસરે હતાં એમ અનુમાન થાય છે અને તે જૈન ખડાયતાવાણિયાઓએ કરાવેલાં હતાં. હાલમાં નવા ખડાયતા ગામ પાસેથી એક કેતર ઓળંગીને ટેકરાપર ચઢીને ઉપર જતાં જૂનાં ખડાયતનાં ખંડેરો તથા પત્થરવાળાં દેખાય છે. ટેકરા પર એક આરસપહાણની જેન અંબિકા દેવીની મૂર્તિ છે તે પર પૈસે ખખડાવતાં ધાતુના જે અવાજ થાય છે. તે મૂર્તિની પાસે એક જૈન મૂર્તિનું એક મસ્તક છે તેની પાસે પાષાણુની દેવીની મૂર્તિ છે. ત્યાં આગળ ઠાકરડાઓ હોમ-હવન કરે છે. ત્યાંથી આગળ જતાં શ્રી અજિતનાથ તીર્થકરની કાઉસગિયાની પરિકરવાની ઉભી ત્રણ ચારહાથ પ્રમાભુવાની મોટી મૂર્તિ છે. તેના પગ નીચે પ્રમાણે લેખ છે. वि. १५४३ श्री महिकांठे ? महिकावती ? नगरे श्रीमद् सिंहमूरिणा?
કદી નિર્વિવે શાપિત મહેતવે છે એવો શિલાલેખ છે. આ કયું નગર છે તે બરાબર વંચાતું નથી. બીજું નગર ભાંગ્યું હોય ત્યારે ત્યાંની મૂર્તિ અહીં લાવ્યા હોય અને અહીં નવું દેરાસર બંધાવી તેમાં વા જૂના દેરાસરમાં પ્રતિષ્ઠિત કરી હોવી જોઈએ. સાંકળેશ્વર મહાદેવના દેરાની ઉત્તર દિશાએ પરચાશ હાથ ધર અમે એક જૈન પ્રતિમાની અડધી પલાઠીવાળી મૂર્તિ, પત્થરની બે દીઠી છે તે ઉપરથી એમ જણાય છે કે પહેલાં શેરીસાની પેઠે અહીં પણ ખારા પથરની મૂર્તિ હશે અને તે બાદશાહએ ભાંગી નાખી હશે. સત્તરમા સૈકા પછીથી તે અહીંથી ખડાયતા વણિકાએ સાવ ઉઠાંગીરી કરી બીજે ઠેકાણે કાયમને વસવાટ કરેલો જણાય છે. ખડાયત જૂના ગામમાં બે ત્રણ કેતરમાં પડ્યાં છે. તેમાંથી પાણીનાં ઝરણાં નીકળે છે તે અમે ખાસ દેખ્યાં છે.
For Private And Personal Use Only