________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) નીકળે છે. ગર્દભસેનનું રાજ્ય માળવામાં હતું, પરંતુ ખડાયતા (ષહાયતન ) સુધી તેની છેલી રાજ્યની હદ હતી, એમ ખડાયતા (ત્રાંબાવતી) નગરી અને ગર્દભસેનની જૂની કિવદન્તી વાર્તાના આ ધારે કલપી શકાય છે. ગર્દભસેનને માંત્રિક ગર્દભી વિદ્યા સાધ્ય હતી. તેનો સંબંધ ખડાયતા નગરીની સાથે આવે છે. તે બે હજાર વર્ષ પૂર્વનું અર્થાત્ વિકમ રાજાના કાકા ગર્દભસેનના વખતનું નગર છે, એમ કંઈક અનુમાન ઉપરથી લાગે છે. ખડાયતમાંથી પ્રાચીન મોટી
ટે, હાથ હાથ પ્રમાણવાળી નીકળે છે. અમે તે હાલમાં પણ જોઈ છે. દેઢ હજાર બે હજાર વર્ષનાં નગરનાં ખંડેરની એવી પ્રાચીન ઇટે નીકળે છે. વિક્રમાદિત્યના રાજ્યકાળને હજી ઈતિહાસાએ એક નિશ્ચય કર્યો નથી પણ તે વખતમાં આ નગરી વિદ્યમાન હતી. ખડાયતને (ષડાયતન) નગર કહેવામાં આવતું હતું. સાબરમતીના કાંઠે ચાવડા રાજાઓના પૂર્વ સમયથી શિતલ ઠાકોરની વસ્તી વિશેષ પ્રમાણમાં છે અને હાલ પણ સાબરકાંઠે ઠાકોરની મુખ્યતા છે. ખડાયતથી પૂર્વે નદી એક ગાઉ દૂર વહેતી હતી. હજાર બારમેં વર્ષ પર અડધે ગાઉ દૂર વહેતી હેવી જોઈએ. કારણકે હાલનું જૂનું ખડાયત છે તેની ઉગમણી દિશાએ જ્યાં નદીને પ્રવાહ વહે છે તે નદીમાં એક જૂની વાવ (વાપિકા) છે અને તે વિ. સં. ૧૯૬૩ માં સાબરમતીમાં પૂર આવ્યું હતું ત્યારે તે વાવને કટાર્કના બળદેવ સુખીયા વગેરેએ તથા મહાજનના આગેવાનોએ દીઠી હતી. તે વાવને છેલે કેઠો છે, અને તે પત્થરને બનેલ છે. હાલ તે નદીમાં છે, તે ઉપરથી અનુમાન થાય છે કે નદીની પાસે વા નદીમાં તે કઈ વાવ કરાવે નહીં પણ નદી ત્યાંથી માઈલ દૂર હોય તે વાવ કરાવવાની જરૂર પડે. તેમજ મહુડીના આરે કટાર્ક મંદિરના ચઢવાના માર્ગે નદીમાં એક કુવો છે તે પણ એમ જણાવે છે કે સાબરમતી પોણે માઈલ દૂર પહેલાં વહેતી હોવી જોઈએ. કટાર્કના સામે કાંઠે વડાની ઝાડી છે અને ત્યાં સૂર્યકુંડ છે, તે વાઘપુરના કાકેરના કબજામાં છે. તે વડાની ઝાડીની પેલી તરફ નદી વહેતી હતી એમ વૃદ્ધોની દિવાની છે. નદીઓ વારંવાર સ્થાન બદલ્યા કરે છે. સંઘપુર, ઘસાયતા પાસેનાં નદીનાં વહેણ જોતાં અસલ વડાની પાસે અને
For Private And Personal Use Only