________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખડાયતના વાણિયાઓને ખડાયતા વણિકે કહે છે અને અને બ્રાહણેને ખડાયતા બ્રાહા કહે છે, અને ઠાકોરે જિલ્લાને ખડાયતા ઠાકરે કહેવામાં આવે છે, અને તે ખડાયતા અટથી ઓળખાય છે. ખડાયતા વાણિયાના બે ભેદ છે. વીશા ખડાયતા (વૃદ્ધ ખડાયતા) અને દશા (લઘુ) ખડાયતા. દરેક વણિક જાતિની વસ્તુપાળ અને તેજપાળે પાટણમાં ચોરાશી નાતે જમાડી ત્યારથી વિશા અને દશા એ બે ભેદ પડયા છે. વસ્તુપાલ રાસમાં તે સંબંધી હકીકત જણાવી છે, કેઈએ જ્ઞાતિ વિરૂદ્ધ કાર્ય કર્યું હોય અને તેના પક્ષમાં જે વણિકે હેાય તે દશાની સંજ્ઞાને પામ્યા હોય છે અને એમાં પણ પુનર્લગ્નાદિક દેશેભેદ પડવાથી પાંચ વાણિયાની અટક પડી હોય એમ સંભવે છે. તે આવા પ્રસંગોપાત જણાવવામાં આવ્યું છે. ખડાયતના ઠાકરડાઓ પછી કેટલાક ઠાકરડાઓએ ખડાયતની દક્ષિણે ચાર પાંચ ખેતર પર મહુડીના વૃક્ષ તળે ગામ વસાવ્યું તેનું મહુડી નામ પડયું. ચારસે પાંચસે વર્ષ ઉપર મહુડી ગામ વસેલું હોય એમ અનુમાન થાય છે. ક્ષત્રપ, ચાવડા, સોલંકી, વાઘેલા અને ગુજરાતના સુલ્તાનના વખતમાં સાબરમતીના કાંઠા પર આવેલા ઠાકરેને તાબે કરી તેમની પાસેથી વાર્ષિક આંકડ દંડતરીકે લેવામાં આવતું હતું, પણ તેમની જમીન અને ગામ ખુંચવી લેવામાં આવતાં નહોતાં. ગાયકવાડી રાજ્યના સ્થાપન કાળમાં પણ સાબરકાંઠાના
ખડાયત, ઘસાયતા, મહુડી, વાઘપુર, અનેડિયા, ઘાંટુ, આગલોડ, રણશીંગપુર વિગેરે ભિલ ઠાકરે આંકડિયા તરીકે કાયમ રહ્યા છે. મહુડીના ઠાકરે પણ ગાયકવાડ સરકારને અમુક આંકડા ભરે છે પણ તે આંકડાને ગાયકવાડે વધારી દીધું છે, તેથી ઠાકારો સાંકડી દશામાં આવી પડયા છે. જાના મહુડી ગામમાં વીશ જેનંશ્રાવકવણિકનાં ઘર અને એક જેનદેરાસર હતું. ત્યાં મોટાં કોતર પડવાથી અમારા ઉપદેશથી વિ. સં. ૧૯૭૧ ની સાલમાં મહાજને નવું મહુડી ગામ વસાવવાનો ઠરાવ કર્યો અને અમારા ઉપદેશથી નવા મહુડી (મધુપુરી) માં શ્રી
For Private And Personal Use Only