________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) દેરાસરમાં મારી મૂર્તિની સ્થાપના કરવામાં આવે. સૂરિએ કહ્યું કે તમેને તપાગચ્છના અધિષ્ઠાયક તરીકે સ્થાપવામાં આવે છે. તેજ જગ્યાએ માણિભદ્રવીરની સ્થાપના કરવામાં આવી. મગરવાડા તરીકે તે સ્થાન પ્રસિદ્ધ થયું. માણિભદ્રવીરે ભેરવને વારી ઉપદ્રવ દૂર કર્યો. માણિભદ્રના કહ્યા પ્રમાણે ભેરવ પ્રવતીને શાંત થએ તપાગરછના આચાર્યો જે નવા પાટપર બેસતા તે ત્યાં પ્રથમ જતા અને મગરવાડામાં રહી માણિભદ્ર વીરને અઠ્ઠમ કરી પ્રત્યક્ષ કરતા હતા. તે પ્રમાણે શાંતિ મે મગરવાડામાં રહી માણિભદ્રનું આરાધન કર્યું અને તેમના પગને વા ઢીંચણને કંઈક અંશ આગલાડ લઈ ગયા અને ત્યાં માણિભદ્રવીરના કથન પ્રમાણે દે બાંધી ત્યાં સ્થાપના કરી. તપાગચછના ઉપાશ્રયમાં તથા દેરાસરમાં પુર નગર ગામે ગામમાં માણિભદ્રવીરની સ્થાપનાઓ જ્યાં ત્યાં દેખવામાં આવે છે. ] જૈનશાસનમાં અધિષ્ઠાયકદેવતરીકે માણિભદ્રવીર, જૈનસમ્યગ્દષ્ટિ દેવ છે. વિ. સં. ૧૭૩૩ માં માણિભદ્રવીરનું દેરૂં સંઘે બનાવ્યું. વિ. સં. ૧૮૬૦ માં આગલડના ઠાકોર હરિસિંહના વખતમાં પન્યાસ યુક્તિવિજયજીના ઉપદેશથી આગડના જૈન સંઘે માણિભદ્રવીરના દેરાને જીદ્ધાર કર્યો. તે દેરાસરની પાસે આદીશ્વર ભગવાનની પાદુકાની દેરી છે. બીજી દેરીઓ પણ જેનેની છે. તે પાસે જૈન શ્રાવક સંઘની બંધાવેલી ધર્મશાળા છે, તથા જૈન સંઘે બંધાવેલે કુવો છે. ધર્મશાળાની ઉત્તર બાજુએ હિંદુઓએ હનુમાનની દેરી તથા મહાદેવની દેરી બંધાવી છે, તેમાં જેને એ પણ મદદ કરી છે. આગલેડના જૈન સંઘની માલીકી તથા વહીવટ તળે માણિભદ્રવીરનું દેરૂં દેરીએ તથા ધર્મશાળા, બાગ, કુવો છે (તેમાં બ્રાહ્મણે વગેરેને હકક નથી.) આગલોડમાં શ્રાવકનાં ૧૦૦ સે ઘર છે. બે શિખરબંધ દેરાસર છે. માણિભદ્ર, પૂર્વે માણેકચંદ શેઠ વીશા ઓશવાળ હતા. તેથી અમદાવાદ, સુરત, મુંબઈ, પુના, વિજાપુર વગેરેના એશવાળો ત્યાં માહીત કરવા આવે છે. માણિભદ્રવીરના દેવળના પ્રાસાદના ગંભારામાં આગળ કઈ ખરતરગચ્છના યતિએ (હાલથી પચ્ચીશ ત્રીશ વર્ષ પૂર્વે) ભૈરવની સ્થાપના કરી છે, પણ અમારે એ
For Private And Personal Use Only