________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) રાજાએ વડનગરની દુરસ્તી કરી હતી. વડનગરમાં પૂર્વે અનેક જૈન મંદિર તથા હિંદુ દેવળ હતાં, તેમાંનાં ઘણાં ખશે તેરમા ચોદમા સૈકામાં મુસભાનબાદશાહએ તેડી પાડ્યાં. હાલ નેમ રાજુલની ચારીના દેરાસરને કંઈક બાકીને ભાગ રહ્યો છે. વડનગરથી પાંચ ગાઉ રેલવેના રસ્તે ખેરાલુ છે. તેમાં જૈન મંદિરો છે. વડનગરમાં અને ખેરાલુમાં જેન વસતિમાં ઘટાડો થયે છે. ખેરાલુથી દશ ગાઉ તારંગાને પહાડ છે. તારંગા પર્વત પર શ્રી કુમારપાલરાજાએ બંધાવેલું શ્રી અજીતનાથનું મોટું મંદિર છે. રાણકપુરની બાંધણું, આબુના દેરાસરની કેરણી અને તારંગાના દેરાસરની ઊંચાઈ, જેન વગેરે કામોમાં સર્વત્ર પ્રસિદ્ધ છે. વિજાપુરથી ઉત્તર દિશાએ આહાર ગાઉ ઉપર તારંગા પર્વત છે. ત્યાં બોદ્ધોની તારણ માતા છે. વિજાપુરથી ઈશાનકુણમાં વીશ ગાઉ ઉપર ઈડરને ડુંગર છે. ઈડરગઢને ઇલાદુગ કહેવામાં આવે છે. ઈડરગઢ ઉપર સાસુ વહુનાં સાંબેલાં પાસે શામળીયાની ચોકી પાસે બાવન જિનાલયનું દેરાસર હતું તેનાં હાલ અવશેષ છે. તથા એક દિગંબરી દેરાસર છે. ઈડરના ડુંગર પર ચાર પાંચ ગુફાઓ છે. પહેલાં રોગીઓ ત્યાં રહેતા હતા. તારંગા ગઢપર જોગીડાની બદ્ધ ગુફા જેવા લાયક છે. ઇડરપર્વતપર અને તારંગા પર વાઘ-સિંહની વસતિ છે. ઈડર ગામમાં નવેતાંબરનાં તથા દિગંબરનાં દેરાસર છે. તથા હિંદુ મંદિરો છે. ઈડરગઢપર નવગજા કછ છે. ઈડરમાં ડુંગરપર એક માટી ધર્મશાળા છે અને નીચે છ દેરાસરો તથા ચાર ધર્મશાળાઓ છે. એક જૈન પાઠશાળા છે, ચાર ઉપાશ્રય છે. દિગંબરનાં ચાર દેરાસરે છે, અને એક ધર્મશાળા છે. ઇડરમાં રાઠેડ રજપુતેનું રાજ્ય છે. આગલોડથી ઈડર તરફ જતાં જૂનું ગામ વડ છે. કુમારપાળ રાજાએ દાવડમાં જેનમન્દિર બંધાવ્યું છે. વિજાપુરથી આગલેડ
* આ બૌદ્ધની તારાદેવીની મૂર્તિ નથી પણ તેનું સ્થાન તરીકે ઓળખાય છે અને તેમાં જે ભૂતિયો છે તે તારંગાજીના મોટા દેરાસરને ખંડીત કર્યું તે વખતે તેમાંની બચત મૂતિઓ છે ! તેવી બીજી તે દેરાસરના આજુબાજુ અને ખુલ્લા ચેકમાં છે તેનાં માપ અને શિલ્પ પણ એકસરખાં જ છે.
For Private And Personal Use Only