________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખોડીયાર માતાનું સ્થાન સુધરાવવામાં તે ધર્મના લેકિની મારફત ખર્ચાવ્યા છે અને પોતાની પ્રમાણિકતાને સારી રીતે જાળવી છે. શેઠ મગનલાલ કંકુચંદમાં પરસ્ત્રી સહેદરતાને ગુણ ખીલ્યો છે તથા દાક્ષિણ્યતાનો ગુણ ખીલ્યો છે. સાર્વજનિક શુભ કાર્યો કરવામાં તેઓ યથાશક્તિ આત્મભેગ આપે છે. સર્વગુણી પરમાત્મા હોય છે. મનુષ્યમાં સર્વ પ્રકારના ગુણો હોય એવા પ્રાયનિયમ નથી. શેઠ મગનલાલ એક ઉત્તમ ગૃહસ્થ છે. તેથી તેમનામાં જે જે ધળી બાજુ તરીકે ગુણો ખીલ્યા હોય તેનો ગુણનુરાગદષ્ટિએ ઉતારે કરવામાં આવ્યો છે. હાલ તેઓની ૫૪ ચેપન્ન વર્ષ આશરેની ઉમર છે. તેમના કુટુંબને તેઓ સારી રીતે ચલાવે છે, તેમણે દુઃખ સુખના અનેક અનુભવ લીધા છે તેથી ગરીબોને સહાય કરવામાં સારું લક્ષ્ય રાખે છે. તેમના નિરંતરના સહવાસથી શા. લલ્લુભાઈ કરમચંદમાં જેનેન્નતિમાં ભાગ લેવાને ગુણ ખીલ્યો છે, તેથી તેઓ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડલના સંપૂર્ણ કાર્યમાં તથા અન્ય અનેક ધાર્મિક કાર્યોમાં યથાશક્તિ ભાગ લે છે.
અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળના વ્યવસ્થાપક લલ્લુભાઈના સુઘટિત ઉચ્ચ વિચારેની શેઠ મગનલાલ પર અસર થઈ છે. શેઠ મગનલાલની સાથે લલ્લુભાઈનો પુત્રવત સંબંધ છે. તેમની પ્રીતિથી લલ્લુભાઈના વ્યાવહારિક બાબતમાં ઉચ્ચ સ્થિતિ થઈ છે. વિજાપુરમાં આવનાર અમલદાર વર્ગના સાથે શેઠ મગનલાલનો માયાળુપણાનો સંબંધ વધતો જાય છે. વિજાપુરમાં ચાલતાં ધાર્મિક કેળવણુંખાતાઓને યથાશક્તિ સાહાય કરે છે. કેળવણીના સંસ્કારેથી જે હૃદયનું ઉચ્ચ ચારિત્ર ખીલવું જોઈએ તે શેઠમાં કેળવણી પામેલાના સંસર્ગથી ખીલ્યું છે. મુંબઈમાં વસનાર વણથલીવાળા શેઠ દેવકરણ મૂળજીના મિત્ર તરીકે મગનલાલભાઈ પ્રસિદ્ધ છે. અને શેઠ દેવકરણભાઈ પિતાના લક્ષ્માને સદુપયોગ કરે છે, તેમ મગનલાલભાઈ પણ કુલ નહીં તો ફૂલની પાંખડીના પેઠે લક્ષ્માને સદુપયોગ કરે છે. નામ રહેતાં હારે નાણાં નહીં રહેત; કીતિ કેરા કેરડાં, પાડયાં નહી પડત. એ કહેવતના અસારે શેઠની દાનાથી તેમની કીર્તિ સદા અવિચલ રહેશે.
લક્ષ્મી પામીને લક્ષાપતિ વા કરેડાધિપતિ ગણાવા માત્રથી કંઈ સ્વપરનું કલ્યાણ થતું નથી પણ લક્ષ્મીનો ધાર્મિક કાર્યોમાં સદુપયોગ કરવાથી લક્ષ્મીની સફલતા થાય છે. દશાશ્રીમાલીની કેમમાં ઘણું ગૃહસ્થો છે; પરંતુ જે લક્ષ્મીને જ્ઞાન અને ઉદ્યાન વગેરેમાં સદુપયોગ કરે છે, તેનું નામ સર્વત્ર પ્રસિદ્ધ થાય છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જીર્ણોદ્ધાર જ્ઞાન અને ચૈત્ય એ સાત ક્ષેત્રમાં લક્ષ્મી ખર્ચવાથી સ્વર્ગસિદ્ધિના; પ્રાપ્તિ થાય છે. પાપની પ્રવૃત્તિમાં લક્ષ્મી ખર્ચનારા મનુષ્યો અનેક છે, પરંતુ શુભ
For Private And Personal Use Only