________________
રત્ન-સુવર્ણનાં જિનમંદિર બંધાવવા કરતાં તપ-સંયમ અનેકગણા લાભદાયક છે.
ત્રણે લોકથી પૂજા પામેલા, જાતના ગુરુ એવા ધર્મતીર્થકરોની દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ બે પ્રકારની કહેલી છે. ચારિત્રાનુષ્ઠાન અને કષ્ટવાળા ઉગ્ન-ઘેર તપનું આસેવન તે ભાવપૂજા તથા દેશવિરતિ શ્રાવકે જે પૂજા-સત્કાર તેમજ દાન, શીલ આદિ ધર્મસેવન કરે તે દ્રવ્યપૂજા. ભાવઅર્ચન એ અપમાદથી ઉત્કૃષ્ટ ચારિત્રપાલનરૂપ છે, જ્યારે દ્વવ્યાચન એ જિનપૂજનરૂપ છે. મુનિઓ માટે ભાવ--અર્ચન છે, અને શ્રાવકે માટે બંને અર્ચને કહેલા છે, તેમાં ભાવ-અર્ચન પ્રશંસનીય છે. કેટલાક વેષધારી દ્રવ્યથી સામાયિક ગ્રહણ કરે છે, પરંતુ ભાવથી ગ્રહણ કરતા નથી. નામના જ મહાવ્રતધારી છે, અવળી માન્યતા કરી ઉન્માનું સેવન-પ્રવર્તન કરે છે-તે આ પ્રમાણે-“અમે અરિહંત ભગવંતની ગંધ, માળા, દીપક, સંમાજન, લિપન, વસ્ત્ર, બલિ, ધૂપ આદિથી પૂજાસત્કાર કરીને હમેશાં તીથની પ્રભાવના કરીએ છીએ—એ પ્રમાણે માનનારે ઉન્માર્ગ પ્રવર્તાવે છે. આ કર્તવ્ય સાધુધર્મને અનુરૂપ નથી. “હે ગૌતમ ! વચનથી પણ તેમના આ કર્તવ્યોની અનુમોદના આપવી નહીં. તેમ અનુમોદન કરવાથી અસંયમની બહુલતામૂળગુણનો નાશ થાય, તેથી કર્મોને આસ્રવ થાય, વળી અધ્યવસાય આશ્રીને સ્કૂલ તેમજ સૂક્ષ્મ શુભાશુભ કર્મ-પ્રકૃતિએને બંધ થાય, સર્વ સાવધની કરેલ વિરતિરૂપ મહાવ્રતાનો ભંગ થાય, વ્રતભંગ થવાથી આજ્ઞા-ઉલંઘનનો દોષ લાગે, તેનાથી ઉન્માર્ગપણું પામે, સન્માગને લેપ થાય, એ બંને યતિને માટે મહાઆશાતનારૂપ છે. કારણ કે, મહાઆશાતના કરનારને અનંતકાળ સુધી ચારે ગતિમાં જન્મ-મરણના ફેરા કરવા પડે છે. આ કારણથી હે ગૌતમ! તેમનાં વચનની પણ અનુમોદના ન કરવી. દ્રવ્યભાવ-સ્તવમાં ભાવતવ ઘણુ ગુણવાળું છે. દ્વવ્યસ્તવ ઘણુ ગુણવાળું છે-એમ બોલનાની બુદ્ધિ સમજણ વગરની છે.
“હે ગૌતમ! છ કાયના જીવોનું હિત-રક્ષણ થાય તેમ વર્તવું. આ દ્રવ્યસ્તવ-પૂજા ગંધ, પુઠપાદિકથી પ્રભુભક્તિ કરવી, એ સમગ્ર પાપને ત્યાગ કરેલ ન હોય, તેવા દેશવિરતિવાળા શ્રાવકને યુક્ત ગણાય છે, પરંતુ સમગ્ર પાપના પચ્ચકખાણ કરનાર સંયમી સાધુને પુષ્પાદિકની પૂજારૂપ દ્રવ્યસ્તવ કરવું કહપતું નથી.
દશાણભદ્ર રાજાએ ભગવંતને આડંબરથી સત્કાર કર્યો તે દ્રવ્યપૂજા, અને ઈન્દ્રની સરસાઈમાં હાર્યા ત્યારે ભાવરૂવરૂપ દીક્ષા અંગીકાર કરી, ત્યારે ઇન્દ્રને પણ હરાવ્યા. તે ઉદાહરણ અહીં લાગુ પાડવું જોઈએ. માટે ભાવસ્તવ જ (ચારિત્રરૂપ) ઉત્તમ છે.
લાખોજન-પ્રમાણ મેરુપર્વત જેવડા ઉચા, મણિસમૂહથી શોભિત સુવર્ણમય, પરમ મનોહર, નયન-મનને આનંદ કરાવનાર, અતિશય વિજ્ઞાન પૂર્ણઅતિ મજબૂત, ન દેખાય તેવી રીતે સાંધાઓ જોડી દીધા હેય તેવું, અતિશય ઘસીને સુંવાળાશવાળા ચકચકતા કરેલ, સારી રીતે વહેચાએલા છે વિભાગે જેના, ઘણું શિખરોથી યુકત, અનેક ઘટાઓ“દવાઓ સહિત, એકતારણેથી સનાથ, ડગલે-પગલે આગળ જઈએ, તે જ્યાં (પર્વત) રાજમહેલ સરખી શભા નજરે પડતી હોય તેવા, સુગંધી અગર, કપૂર, ચંદન વગેરે બનાવેલ ધૂપ અગ્નિમાં નાખવાથી જ્યાં મહેકતો હોય, ઘણા પ્રકારના અનેક વર્ણવાળા આશ્ચર્યકારી સુંદર પુષ્પ-સમૂહથી સારી રીતે પૂજાએલ, નત્યપૂર્ણ અનેક નાકેથી
"Aho Shrutgyanam