Book Title: To Pachi Kyare Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 7
________________ મન કઠિન : સંયમ સરળ જીતવું છે? એ જ આપણું લક્ષ્ય. સંયમજીવન ! અહીં લોચ તો કઠિન છે જ પણ સ્વાધ્યાય પણ કઠિન છે. સલ્કિયામાં એકાગ્રતા તો કઠિન છે જ પરંતુ ઉપકારીઓ પ્રત્યેનો અહોભાવ પણ કઠિન જ છે. નિત્ય ગુરુકુલવાસ તો કઠિન છે જ પણ નિત્ય ઉત્સાહ પણ એટલો જ કઠિન છે. પણ સબૂર ! આપણે પોતે જ કઠિન બની જઈએ છીએ તો પછી સંયમનું આખું ય જીવન સરળ છે. જેમ કઠિન જમીન પર પગ સરળતાથી ઊપડે છે તેમ કઠિન મનના સહારે કઠિન દેખાતું પણ સંયમજીવન ખૂબ સરળતાથી પસાર થતું રહે છે. એક જ કામ કરજો. મનને માંદુ, માયકાંગલું કે પોચું પડવા ન દેશો. એમાં જો બેદરકાર રહ્યા તો પછી આ સંયમજીવનમાં એક પળ પસાર કરવી પણ આકરી પડી જશે. સંયમજીવનમાં ડગલે ને પગલે એક બાબતનું આત્મનિરીક્ષણ કરતા રહેવાની જરૂર છે. આપણી આરાધનાનું સ્તર કેવું છે ? મનના ઉત્સાહની આપણી માત્રા કેવી છે? અધ્યવસાયોની વિશુદ્ધિ કઈ ઊંચાઈને સ્પર્શી રહી છે? આ પ્રશ્નનો જવાબ મેળવવા અંતઃકરણને એક જ પ્રશ્ન પૂછો. મોહ સામેની આ લડાઈમાં આપણે હારી જવું નથી એ આપણું લક્ષ્ય છે? કે પછી મોહને હરાવીને જીતી જવું છે એ જ આપણું લક્ષ્ય છે ?' જો, હારવું નથી” એ આપણું લક્ષ્ય હશે તો આપણી આરાધના જોમવંતી નહીં હોય અને ‘જીતવું જ છે' એ જ આપણું લક્ષ્ય હશે તો આપણી આરાધના ભારે જોમવાળી હશે. એટલું જ કહીશ કે ‘હારવું નથી'ના નકારાત્મક લક્ષ્યને તિલાંજલિ આપી દઈને ‘જીતવું જ છે'ના વિધેયાત્મક લક્ષ્યના આપણે સ્વામી બની જઈએ. ૧૪)Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50