Book Title: To Pachi Kyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 16
________________ | મન, સંયમનાં પરિણામમાં - રમતું રાખો રખડુઓમાં સૌથી ભયંકર છે મન સંયમના વેશે આપણને જગતમાં તો વંદનીય બનાવી જ દીધા છે પરંતુ આપણે તો કર્મસત્તાના જગતમાં વંદનીય બનવાનું છે અને એના માટેનો એક માત્ર વિકલ્પ છે, આપણું મન સતત સંયમનાં પરિણામોમાં રમતું હોય. સંયમનાં પરિણામોમાં રમવાનું એટલે ? મનનો જે પણ પરિણામ અશુભ અનુબંધોનું કારણ બનતો હોય એ પરિણામને મનની ભૂમિ પર ફરકવા ય ન દેવો. જવાબ આપો. કાયાનેતો આપણે ગલતમાં પ્રવૃત્ત થતી રોકીએ છીએ. વચન પ્રયોગ પણ ગલત ન થઈ જાય એની આપણે સાવધગીરી રાખીએ છીએ પણ મનની જે ભૂમિ આપણા સિવાય અન્ય કોઈ પણ છપ્રસ્થની નજરમાં આવતી નથી એ ભૂમિ પર અધ્યવસાયોની વિશુદ્ધિ અને પરિણતિની નિર્મળતા આપણે ટકાવી જ રાખીએ છીએ એ નિશ્ચિત્ત ખરું ? | હરાયું ઢોર કેવું ? રખડુ અને ભયંકર. હડકાયું કૂતરું કેવું ? રખડુ અને ભયંકર. હિપ્પી કેવો? રખડુ અને ભયંકર. પણ આ || રખડુઓમાં અગ્રેસર કોઈ હોય તો એ છે આપણું જ પોતાનું મન અને ભયંકરતામાં ય અગ્રેસર કોઈ હોય તો એ છે આપણું જ તે પોતાનું મન. એને શુભ એટલું ન ફાવે, જેટલું અશુભ ફાવે. એને કલ્યાણ છે એટલું ન ગમે જેટલું અકલ્યાણ ગમે. એને હિત એટલું ન જામે જેટલું || અહિત જામે. એ માલિક એવા આત્માને સદ્ગતિમાં ન મોકલે, દુર્ગતિમાં FB મોકલે. આત્માને એ સમાધિમાં ન રાખે, સંક્લેશમાં રાખે. આત્માને || છે એ સદ્ગુણી ન બનવા દે, દુર્ગુણી બનાવી દે. આવા રખડુ અને ભયંકર મનને આપણે વશમાં રાખીને || છે. સાધના કરવાની છે એ યાદ રાખજો. [,_

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50