Book Title: To Pachi Kyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji
Catalog link: https://jainqq.org/explore/008942/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉત્સાહ ઃ સંયમજીવનનું આગને પ્રગટાવવા માટે તો ચિનગારી ય પર્યાપ્ત છે પરંતુ આગને પ્રજ્વલિત રાખવા તો એમા સતત ઇંધણ નાખતા જ રહેવું પડે છે. સંયમજીવનની પ્રાપ્તિ કે આરાધનાની શરૂઆત તો મામૂલી પ્રેરણાથી ય થઈ જાય છે પરંતુ એ સંયમજીવનને પ્રસન્નતાસભર રાખવા માટે કે આરાધનાઓનું સાતત્ય જાળવી રાખવા માટે તો મનને સતત ઉત્સાહસભર રાખવું જ પડે છે. અલબત્ત, ઇંધણ તો બહારથી મળી જાય છે એટલે એને મેળવવામાં બહુ વાંધો નથી આવતો પરંતુ ઉત્સાહ તો અંદરથી પ્રગટાવવો પડે છે અને એટલે જ એના સ્વામી બન્યા રહેવું બહુ મુશ્કેલ છે. છતાં, સંયમજીવનની પ્રાપ્તિને જો આનંદસભર રાખવી છે તો ઉત્સાહના સ્વામી બન્યા જ રહેવું રહ્યું ! મનના જળને નવરાશનું છિદ્ર ન આપશો ચોક્કસ પાપની કે પ્રમાદની પ્રવૃત્તિ વખતે તો ચોક્કસ પાપવિચારો જ આવે છે પણ નિવૃત્તિકાળમાં તો કયા પાપવિચારો મનની ભૂમિ પર આંટા મારવા નથી લાગતા એ પ્રશ્ન છે. મન જો આરાધના પ્રેમી ન બન્યું હોય, અપાયભીરુ ન બન્યું હોય, તત્ત્વરુચિવાળું ન બન્યું હોય, શ્રદ્ધાસભર ન બન્યું હોય તો એટલું જ કહીશ કે એને સતત કોક ને કોક શુભયોગમાં જોડેલું જ રાખજો . સ્વાધ્યાય ન ફાવે તો વૈયાવચ્ચ અને વૈયાવચ્ચ ન ફાવે તો સાંચન. ગાથા ગોખવી ન જામે તો સ્તુતિ-સ્તવન-સજ્ઝાયક્ષેત્રે પુરુષાર્થ. જાપ ન ફાવે તો વાચના અને વાચના ન ફાવે તો પાઠ. ટૂંકમાં, મનરૂપી જળને નવરાશનું છિદ્ર આપો જ નહીં. અશુભકર્મબંધથી ખૂબ બચી જવાશે. Page #2 -------------------------------------------------------------------------- ________________ AL આપણે પૂફરીડર કે પછી નિંદક ? મૂચ્છનું ક્ષેત્ર નાનું સંયમીનું સુખ મોટું . ન. પ્રૂફરીડરની નજર ભલે પુસ્તકમાં રહી ગયેલ ભૂલો તરફ જ હોય છે છતાં લેખક એ ભૂલો જોવા માટે અને એ ભૂલોને પકડી પાડવા માટે પૂફરીડરને સામે ચડીને પૈસા આપતો રહે છે. કારણ ? પ્રૂફરીડર પુસ્તકમાં રહી ગયેલ ભૂલો માત્ર જોતો જ નથી, સુધારી પણ દે છે. કોઈનાય જીવનમાં સેવાતો પ્રમાદ આપણી નજરે ચડી ગયા પછી અન્ય કોક સમક્ષ આપણે એની રજૂઆત કદાચ કરી બેસીએ પણ છીએ તો ય આપણને ‘પ્રૂફરીડર'નું ગૌરવ મળે તેવી આપણી વૃત્તિ-પ્રવૃત્તિ હોય છે કે પછી ‘નિંદક'નું કલંક મળે તેવી વૃત્તિ-પ્રવૃત્તિ હોય છે ? યાદ રાખજો . જો આપણે પૂફરીડર છીએ તો કોકના કલ્યાણમિત્ર છીએ પણ જો નિંદકછીએ તો જાતના જ અકલ્યાણમિત્ર છીએ. સંસારી દુઃખી હોય છે એનું કારણ એ નથી કે એનું પુણ્ય જ છે | માયકાંગલું હોય છે. ના. એનું મુખ્ય કારણ એ છે કે એનું મૂર્છાનું || $ ક્ષેત્ર ખૂબ વિશાળ હોય છે. પરિવાર પર મૂચ્છ, સંપત્તિ પર મૂર્છા, બંગલા પર મૂચ્છ. તે ગાડી પર મૂર્છા, ધંધા પર મૂચ્છ. અરે ! ઝાડુ પર પણ મૂચ્છ. ] B સંયમી સુખી હોય છે એનું કારણ એ નથી કે એનું પુણ્ય છે | પ્રચંડ હોય છે. એનું મુખ્ય કારણ એ છે કે મૂચ્છનું એનું ક્ષેત્ર બહુ || જ નાનું હોય છે. ન ભક્ત પર મૂ. ન ગોચરીનાં દ્રવ્યો પર મૂચ્છ. ન 7 ઉપકરણ પર મૂર્છા કે ન શરીર પર મૂચ્છ. ન અહં પર મૂર્છા કે ન ! વસતિ પર મૂચ્છ. તપાસજો હૃદયને, મૂચ્છની અલ્પતા આપણા આનંદનું કારણ || બની રહી છે કે પુણ્યજનિત અનુકૂળતા? Page #3 -------------------------------------------------------------------------- ________________ ભૂલદર્શન બંધ - તો જ આત્મીયસંબંધ સ્થિર મૂચ્છનો દોષ : આવરણના દોષ કરતાં મોટો | સંયમજીવનને રસહીન બનાવી દેવાનું કામ જો “આવરણ' કરે છે તો સંયમજીવનને કસહીન બનાવી દેવાનું કામ ‘મૂચ્છ” સંયમજીવનમાં આપણે જેમની પણ સાથે આત્મીય સંબંધના નાતે જોડાશું ચાહે એ પછી ગુરુદેવશ્રી હોય કે સહવર્તી મુનિ ભગવંતો હોય - એ તમામ હોવાના તો છદ્મસ્થ જ ને? જો હા. તો એમના જીવનમાં ભૂલો થતી જ રહેવાની ને? એમનામાં રહેલ ભૂલો આપણને દેખાતી જ રહેવાની ને ? જો હા, તો પછી જવાબ આપો. એ ભૂલોનાં દર્શને એમના પ્રત્યે આપણા હૈયામાં દુર્ભાવ ઊભો કરવાની બેવકૂફી આપણે કરીએ છીએ શા માટે ? કરિયાતાના સેવને કડવાશની અનુભૂતિ થાય એને આપણે જો દુર્થાન વિના સ્વીકારી લઈએ છીએ તો છદ્મસ્થ સાથેના સંબંધમાં એમનામાં દેખાતી છદ્મસ્થતા આપણે દુર્ભાવ વિના સ્વીકારી લઈએ એમાં જ મૈત્રીભાવને જીવંત રાખવાનાં બીજ પડ્યા છે. આવરણનો દોષ આપણને સમ્યફ બોધથી વંચિત રાખી દેતો હોય છે તો મૂચ્છનો દોષ આપણા બોધને સક્રિય બનવા દેવાથી દૂર કરી દેતો હોય છે. પણ સબૂર ! આવરણનો દોષ એટલો ખતરનાક નથી કે જે આપણી સમાધિ માટે કે સદ્ગતિ માટે બાધક બની શકતો હોય પણ મૂચ્છનો દોષ તો એટલો જાલિમ છે કે જે આપણને પ્રાયઃ દુર્ગતિમાં રવાના કરીને જ રહેતો હોય છે. માતુષ મુનિ ‘આવરણ' છતાં કેવળજ્ઞાન પામી શક્યા છે. અનંતા ચૌદ પૂર્વીઓ તીવ્ર ક્ષયોપશમ છતાં મૂચ્છના પાપે નિગોદમાં રવાના થઈ ગયા છે. સાવધાન ! (૯). Page #4 -------------------------------------------------------------------------- ________________ દુઃખા અભાવથી કે અજ્ઞાનથી ? દ્વેષનું સ્થાન પ્રેમને આપી દેવું છે ? ઇષ્ટનો વિયોગ અને ઇષ્ટનો અભાવ એ સંસારી માણસ માટે દુ:ખનું કારણ બનતો હોય તો એમાં આશ્ચર્ય નથી લાગતું કારણ કે સંસારી માણસે આ વ્યાપ્તિ જ બનાવી દીધી હોય છે કે ‘ઇષ્ટનો સંયોગ એ જ સુખ, ઇષ્ટનો વિયોગ એ જ દુઃખ.' ‘ઇષ્ટનો અભાવ એ જ સુખ, ઇષ્ટનો અભાવ એ જ દુ:ખ.' પણ આપણે તો સ્પષ્ટ સમજી રાખવાની જરૂર છે કે ‘ઇટનો વિયોગ કે અભાવ એ દુઃખનું કારણ નથી પરંતુ આપણું પોતાનું એ અંગેનું અજ્ઞાન એ જ દુ:ખનું કારણ છે” ટૂંકમાં, દુઃખની વ્યાપ્તિ અભાવ સાથે બનાવે એ સંસારી આત્મા અને અજ્ઞાન સાથે બનાવે એ સંયમી આત્મા. વસ્ત્રથી તો આપણે સંયમી છીએ જ, નિર્મળ બોધથી આપણે સંયમી ખરા? $ ઉકરડાની દુર્ગધને નગર સુધી પ્રસરતી અટકાવવી છે? એને પવનનો સહારો ન આપો. રસ્તાના કોક ખૂણે કોઈ પણ કારણસર પ્રગટી ગયેલ છે ચિનગારીને આગમાં રૂપાંતરિત થતી અટકાવવી છે ? એને તે ઘાસતેલ, પેટ્રોલ, રૂ કે લાકડાનો ખોરાક ન જ આપો. કોઈ પણ નિમિત્તે સહવર્તી પ્રત્યે હૈયામાં પ્રગટી ગયેલ દ્વેષને જ ખતમ કરી નાખીને એ દ્વેષને જો આપણે પ્રેમમાં રૂપાંતરિત કરી દેવા || માગીએ છીએ તો એનો શ્રેષ્ઠ વિકલ્પ આ છે. એ શ્રેષને વચનનું છે બળ ન જ આપો. વૈષને ભૂલેચૂકે જો આપણે વચનનું બળ આપી બેઠા તો પછી જ યનું સ્થાન પ્રેમને આપવામાં તો આપણે સફળ નહીં જ બનીએ છે પરંતુ ભલું હશે તો સામી વ્યક્તિ પોતાના હૈયામાં આપણા પ્રત્યેના || છે દ્વેષભાવને વૈરમાં રૂપાંતરિત કરી બેસશે. સાવધાન ! Page #5 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રજ્ઞાન : સંવેદનશીલતા કેવી ? એ વ્યક્તિ છીએ, આપણે પોતે જ ઠંડી સખત હતી. સહવર્તી મુનિવર આખી રાત જાગતાં રહ્યા છતાં સવારે એમના ચહેરા પર પ્રસન્નતા જ નિહાળતાં એમને પૂછી લીધું. ‘ઊંઘ ન આવી એનું દુઃખ ?’ ના. જરાય નહીં. આખી રાત સ્વાધ્યાય સરસ થયો.” આ હતો એમનો જવાબ. સંસારના ક્ષેત્રમાં જ્ઞાન ના ક્ષેત્રે સતત આગળ વધી રહેલા અથવા તો આગળ વધી ચૂકેલા કોઈ પણ યુવકના હૃદયમાં તમે ડોકિયું કરી જોજો . તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે ત્યાં સંવેદનશીલતાનાં નામે કશું જ બચ્યું નથી. જેમ જેમ ભણતર વધતું ગયું, એનાં હૃદયમાં રહેલ સંવેદનશીલતામાં કડાકો બોલાતો ગયો. આપણે તો સંયમી છીએ. આપણે જે જ્ઞાન મેળવી રહ્યા છીએ એ જ્ઞાનને તો ‘સમ્યફ’નું વિશેષણ મળેલું છે. તપાસવાનું એટલું જ છે કે શાસ્ત્રજ્ઞાનક્ષેત્રે જેમ જેમ આપણે વિકાસ સાધતા જઈએ છીએ તેમ તેમ આપણી સંવેદનશીલતા શૂન્ય બનતી જાય છે કે પછી સૂક્ષ્મ અને શુદ્ધ બનતી જાય છે ? ગણધર ભગવંત ગૌતમસ્વામીની સંવેદનશીલતાને આપણે કસોટીનો પથ્થર બનાવી દઈએ તો કેમ ? ગોચરીમાં બધું ય બરાબર હતું માત્ર દાળમાં મીઠું થોડુંક ઓછું હતું. હું વ્યથિત હતો. સહવર્તીએ મને કારણ પૂછ્યું, ‘આજે દાળ બેકાર આવી' આ મારો જવાબ હતો. સાચું કહું ? આ સંસારમાં એક જ વ્યક્તિ આપણને સુખી કે દુઃખી કરી શકે છે. અને એ વ્યક્તિ છીએ આપણે પોતે જ. સંયમજીવનનાં આટલાં વરસોના પર્યાય પછી આ સત્ય આપણને સમજાઈ ગયું છે ખરું? () Page #6 -------------------------------------------------------------------------- ________________ આપણે છદ્મસ્થ છીએ : ભૂલ થવાની જ છે . - દોષદેષ્ટિ : | મનની કચરાપેટી દ િ ‘હું ભૂલ કરું જ નહીં' આ માન્યતાનો શિકાર જે પણ આત્મા બની જાય છે એની જીવનશૈલી આગળ જતાં ‘હું ભૂલ કબૂલ કરું જ નહીં' એવી બની ગયા વિના નથી રહેતી. અને આવી જાલિમ જીવનશૈલી ‘હું ભૂલ સુધારું નહીં” માં રૂપાંતરિત થયા વિના નથી જ રહેતી. સતત યાદ રાખીએ આપણે કે જેના જીવનમાં ભૂલ થાય જ નહીં એવા વીતરાગ આપણે નથી પરંતુ ભૂલ થવાની સંભાવના જેના જીવનમાં ડગલે ને પગલે છે એવા છબસ્થ છીએ આપણે. આ સ્થિતિમાં આભોગથી કે અનાભોગથી ભૂલ થઈ પણ જાય તોય તુર્ત એની માફી માગી લઈએ. ભૂલની માફી માત્ર ભૂલને જ નહીં માફ કરે, નવી ભૂલની શક્યતાને ય ખતમ કરી નાખશે. કચરાપેટી ! કેરીના ગોટલાય એમાં જોવા મળે તો મરેલા ઉંદરોનાં શરીરો || ય એમાં નિહાળવા મળે. હાડકાંઓ શોધી રહેલ કૂતરાઓ ય એમાં જ જોવા મળે તો ગંધાઈ ઊઠેલા એઠવાડો ય એમાં જોવા મળે ! આવી ' કચરાપેટીની નજીક આપણે ફરકીએ પણ નહીં. એની બાજુમાંથી છે પસાર થવાનું કદાચ બને જ તો ય ત્યાંથી પસાર થતી વખતે નાક છે આડું કપડું રાખી દઈએ. મનની એક જ કચરાપેટી છે જેનું નામ છે દોષદૃષ્ટિ ! ત્યાં ન { તમને કયા દોષો જોવા ન મળે એ પ્રશ્ન છે. કોના દોષો જોવા ન મળે એ પ્રશ્ન છે. કમાલનું દુ:ખદ આશ્ચર્ય એ છે કે આ કચરાપેટી આપણું સર્જન છે છે. આપણી પસંદગી છે. આપણું આકર્ષણ છે. આપણે સંયમી || એ છીએ કે પછી....? Page #7 -------------------------------------------------------------------------- ________________ મન કઠિન : સંયમ સરળ જીતવું છે? એ જ આપણું લક્ષ્ય. સંયમજીવન ! અહીં લોચ તો કઠિન છે જ પણ સ્વાધ્યાય પણ કઠિન છે. સલ્કિયામાં એકાગ્રતા તો કઠિન છે જ પરંતુ ઉપકારીઓ પ્રત્યેનો અહોભાવ પણ કઠિન જ છે. નિત્ય ગુરુકુલવાસ તો કઠિન છે જ પણ નિત્ય ઉત્સાહ પણ એટલો જ કઠિન છે. પણ સબૂર ! આપણે પોતે જ કઠિન બની જઈએ છીએ તો પછી સંયમનું આખું ય જીવન સરળ છે. જેમ કઠિન જમીન પર પગ સરળતાથી ઊપડે છે તેમ કઠિન મનના સહારે કઠિન દેખાતું પણ સંયમજીવન ખૂબ સરળતાથી પસાર થતું રહે છે. એક જ કામ કરજો. મનને માંદુ, માયકાંગલું કે પોચું પડવા ન દેશો. એમાં જો બેદરકાર રહ્યા તો પછી આ સંયમજીવનમાં એક પળ પસાર કરવી પણ આકરી પડી જશે. સંયમજીવનમાં ડગલે ને પગલે એક બાબતનું આત્મનિરીક્ષણ કરતા રહેવાની જરૂર છે. આપણી આરાધનાનું સ્તર કેવું છે ? મનના ઉત્સાહની આપણી માત્રા કેવી છે? અધ્યવસાયોની વિશુદ્ધિ કઈ ઊંચાઈને સ્પર્શી રહી છે? આ પ્રશ્નનો જવાબ મેળવવા અંતઃકરણને એક જ પ્રશ્ન પૂછો. મોહ સામેની આ લડાઈમાં આપણે હારી જવું નથી એ આપણું લક્ષ્ય છે? કે પછી મોહને હરાવીને જીતી જવું છે એ જ આપણું લક્ષ્ય છે ?' જો, હારવું નથી” એ આપણું લક્ષ્ય હશે તો આપણી આરાધના જોમવંતી નહીં હોય અને ‘જીતવું જ છે' એ જ આપણું લક્ષ્ય હશે તો આપણી આરાધના ભારે જોમવાળી હશે. એટલું જ કહીશ કે ‘હારવું નથી'ના નકારાત્મક લક્ષ્યને તિલાંજલિ આપી દઈને ‘જીતવું જ છે'ના વિધેયાત્મક લક્ષ્યના આપણે સ્વામી બની જઈએ. ૧૪) Page #8 -------------------------------------------------------------------------- ________________ હૃદય Green. સંયમજીવન clean. ટપાલ : TO GIU, FROM del સંયમજીવનને Clean રાખવાના પ્રયત્નોમાં સફળતા મેળવવામાં બહુ તકલીફ પડે તેમ નથી પરંતુ હૃદયને Green રાખવાના પ્રયાસોમાં સફળતા મેળવતાં તો નવનેજાં પાણી ઊતરી જાય તેમ છે. કારણ ? ગુરુદેવશ્રીના કોક અન્યાયપૂર્ણ વ્યવહારને અનુભવવા છતાં ય તેઓશ્રી પ્રત્યેના બહુમાનભાવમાં લેશ કડાકો ન બોલાય એ ખાવાના ખેલ થોડા છે? સહવર્તીની ગમે તેવી ભૂલ છતાં એના પ્રત્યેના હૈયાના સભાવને જીવંત રાખવાનું કામ આસાન થોડું છે? પરિસ્થિતિની લાખ વિષમતા છતાં આરાધનાનાં અંગો પ્રત્યેના અહોભાવને ધબકતો રાખવાનું કામ સરળ થોડું છે ? શું કહું ? વાસ્તવિકતા એ છે કે Green હૃદય વિનાના clean સંયમજીવનની ફૂટી કોડીની પણ કિંમત નથી. સાવધાન ! પ્રેમપાત્ર પરની ટપાલની એક વિશેષતા ખ્યાલમાં છે ? એ ટપાલના કવર પર તમારે માત્ર TO જ લખવાનું હોય છે. FROM || $ લખવાની કોઈ જરૂર જ નથી હોતી. કારણ ? તમે જેના પર ટપાલ લખો છો એ સરનામું એટલું || બધું પાકું હોય છે કે એ ટપાલ ગેરવલ્લે જવાનો તો કોઈ પ્રશ્ન જ || છે હોતો નથી. એક વાત આ અને બીજી વાત એ કે તમે જેના / પર ટપાલ લખો છો એ તમારા હસ્તાક્ષરોને ખૂબ સારી રીતે ઓળખે છે. આ સ્થિતિમાં FROM લખવાની તો આવશ્યકતા જ છે ક્યાં રહે છે ? ગણધર ભગવંત ગૌતમ સ્વામી જીવનભર મહાવીર પર ટપાલ || જ લખતા રહ્યા પણ એ ટપાલ પર એમણે FROM ક્યારેય ન લખ્યું. પરિણામ? મહાવીરે ગૌતમને કાયમ માટે પોતાની પાસે જ બોલાવી || લીધા! આવી ટપાલ આપણે ક્યારે લખશું? ૧ / ૧ Page #9 -------------------------------------------------------------------------- ________________ અહંકારને FROM - લખ્યા વિના ચેન નહીં. દર્પણ : શોભા વધારવા કે સુધારવા ? એક નક્કર વાસ્તવિકતા ખ્યાલમાં છે ખરી ? અહંકારને પ્રેમપાત્રપર ટપાલ લખવામાં કોઈ જ વાંધો નથી પણ એટપાલના કવર પર To લખવાની સાથે FROM લખ્યા વિના એને ચેન જ નથી પડતું. મુશ્કેલી આમાં એ સર્જાય છે કે ટપાલ પ્રેમપાત્ર પર પહોંચે છે જરૂર પરંતુ એ કવર પર લખાયેલ FROMના કારણે એ ટપાલનું જે ગજબનાક પરિણામ આવવું જોઈએ એ પરિણામથી અહંકાર વંચિત રહી જાય છે. જમાલિ મહાવીર પર પ્રેમ કરી તો શક્યા પણ FROM લખવાથી જાતને દૂર રાખી ન શક્યા. ‘મને આમ લાગે છે' FROM ને સૂચવતી આ માન્યતાએ એમની ટપાલ મહાવીરે વાંચી તો ખરી પણ જમાલિને એનો કોઈ પ્રત્યુત્તર ન મળ્યો. સાવધાન ! દર્પણના ઉપયોગમાં બે સંભાવના છે. મુખની શોભા વધારવા માટે ય એનો ઉપયોગ થઈ શકે છે તો મુખની શોભા સુધારવા માટે ય એનો ઉપયોગ થઈ શકે છે. એકમાં અહં પુષ્ટ થાય છે તો બીજામાં મુખ વ્યવસ્થિત થાય છે. આમ જોવા જઈએ તો આત્મનિરીક્ષણમાં ય બે સંભાવના ધરબાયેલી છે. સ્વજીવનમાં રહેલા સદ્ગુણો અને સુકૃતો જોતા રહીને અહં પુષ્ટ પણ કરી શકાય છે તો સ્વજીવનમાં રહેલ દોષો-દુર્ગુણોદુષ્કાર્યો-પ્રમાદની આધીનતા વગેરે જોઈને સંયમજીવનને એ તમામથી મુક્ત કરવા પ્રયત્નશીલ પણ બની શકાય છે. આત્મનિરીક્ષણ જરૂર કરીએ પણ એના દ્વારા આત્મદ્રવ્યને નિર્મળ જ બનાવીએ, નિર્મળ જ રાખીએ. અને એ રીતે કાયમ માટે નિર્મળ પદના ભોક્તા બની જઈએ. Page #10 -------------------------------------------------------------------------- ________________ મદપ્રધાન જીવન કે દમપ્રધાન જીવન ? સંસારી જીવનની અનેક પ્રકારની ઓળખમાંની એક ઓળખાણ આ છે. મદપ્રધાન જીવન સંસારીનું હોય છે. રૂપનો મદ, સંપત્તિનો મદ, સત્તાનો મદ, સામગ્રીનો મદ, શક્તિનો મદ, બળનો મદ. કહેવું હોય તો એમ કહી શકાય કે મદ પુષ્ટ કરવા જ સંસારી માણસ જીવનભર દોડતો રહે છે. પણ સબૂર ! સંયમીના જીવનની અનેક પ્રકારની ઓળખમાંની એક ઓળખાણ આ છે. દમપ્રધાન જીવન સંયમીનું હોય છે. રૂપ જોવા તલસતી આંખો પર દમન, નિંદા સાંભળવા તલસતા કાનો પર દમન, સ્વાદિષ્ટ દ્રવ્યો વાપરવા લાલાયિત બનતી જીભ પર દમન, ગલત સ્મૃતિ-કલ્પના-વિચારોમાં આળોટવા માગતા મન પર દમન. ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે દમપ્રધાન જીવનશૈલી બનાવવા તલસતો હોય એ જ સાચો સંયમી ! આપણો નંબર આમાં ખરો ? 凹 ૧૯ Be મૂડીમાં વધારો નહીં : રોજ ઘટાડો આવકમાં એક પણ રૂપિયાનો વધારો થાય નહીં અને મૂડીમાં રોજેરોજ ઘટાડો થતો જ રહે એવો સંસારી માણસ પ્રત્યેક રૂપિયાનો ઉપયોગ કેટકેટલી સાવધગીરીપૂર્વક કરતો રહે ? પ્રભુવીરે વારંવાર ઉચ્ચારેલ આ ચેતવણી ‘સમય ગોયમ ! મા પમાયણ' પાછળનું રહસ્ય આ જ છે ને ? ‘સમયની જે મૂડી તમારી પાસે છે એમાં એક પણ સમયનો વધારો તમે કરી શકવાના નથી અને સતત ઘટી રહેલ સમયની મૂડીને તમે અટકાવી શકવાના નથી અને એટલે જ હે મુનિઓ ! એક સમયનો પણ પ્રમાદ તમે કરશો નહીં.' એક કામ આપણે કરશું ? ગોચરીને, વાતચીતોને અને નિદ્રાને આપણે કેટલો સમય આપી રહ્યા છીએ એની રોજ વ્યવસ્થિત નોંધ કરતા રહીએ. કદાચ આંખોમાંથી આંસુ વહેવા લાગશે. ૨૦ Page #11 -------------------------------------------------------------------------- ________________ વિષયોના જંગલમાં મન એ જ શિકારી જંગલ ભયંકર છે. હરણ કમજોર છે અને એ જંગલમાં ખૂંખાર શિકારી પોતાનો શિકાર કરવા આમથી તેમ ભટકી રહ્યાની હરણને જાણ થઈ ગઈ છે. સ્વજીવનને બચાવી લેવા હરણ કેટલું બધું સચેત રહે ? સંસારનું વિષયોનું જંગલ ગાઢ પણ છે અને ભયંકર પણ છે. એ જંગલમાં જીવી રહેલ આત્મા સત્ત્વથી દુર્બળ છે અને એમાં મનરૂપી શિકારી સતત આત્મદ્રવ્યને બરબાદ કરી દેવા આમથી તેમ ભટકી રહ્યો છે. આત્માએ પોતાની વિશુદ્ધિ ટકાવી રાખવા કેટલા બધા સચેત અને સાવધ રહેવું પડે ? સાચે જ પ્રાપ્ત સંયમજીવન દ્વારા આત્માને બચાવી લેવો છે ? એક જ કામ કરીએ. પ્રલોભનોથી, નબળાં નિમિત્તોથી, ગલત આલંબનોથી અને વ્યર્થ ચેષ્ટાઓથી જાતને સતત દૂર જ રાખીએ. એ સિવાય આત્માને બચાવી લેવાનો બીજો કોઈ વિકલ્પ જ નથી. ૩૧ કૂપની છાયા કંપમાં જ રાખી જીવનમાં દોષો પાર વિનાના છે એની ના નહીં. નજરમાં વિકાર છે, જબાનમાં કટુતા છે, કુટિલતા મનમાં છે, દાહકતા સ્વભાવમાં છે, કઠોરતા હૃદયમાં છે, ઈર્ષ્યા દિલમાં છે. પ્રશ્ન એ છે કે કયા દોષને દૂર કરવા વધુ પુરુષાર્થ કરવો ? વધુ સાવધ રહેવું ? વધુ ધ્યાન કેળવવું ? આના ઘણા જવાબોમાંનો એક જવાબ આ છે કે મારા જીવનનો જે દોષ અન્યને માટે પણ પીડાકારક બની રહ્યો છે એ દોષને મારે જીવનમાંથી સૌપ્રથમ રવાના કરી દેવો છે. કારણ ? અન્યને માટે પણ પીડાકારક બની રહેતો મારો દોષ, એની સમાધિને અને પ્રસન્નતાને ખંડિત કરતો રહીને મારા જીવમાત્ર પ્રત્યેના મૈત્રીભાવની સ્મશાનયાત્રા કાઢતો રહે છે. કૂવાની છાયા જો કૂવાની અંદર જ રહે છે તો મારો દોષ મારા માટે જ પીડાકારક રહેવો જોઈએ ! ૨૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ | | દોષો : ભારે ખાનદાન | લીડર'ને સમજાવી દો યુનિયન' સમજી જશે . કિff ઘરમાં આવી ગયેલ મહેમાનને જોઈને તમે રડવા લાગો તોય બની શકે કે નફ્ફટ મહેમાન ઘરમાં પડ્યો-પાથર્યો જ રહે. દોષની બાબતમાં કહેવું હોય તો એમ કહી શકાય કે ખાનદાનીની બાબતમાં આ જગતમાં એનો કોઈ જોટો નથી. તમે રડો, તમે એના પ્રત્યે નફરતભાવ દર્શાવો, એના આગમને તમે નારાજગી પ્રગટ કરો, તમે એના પ્રત્યે મનમાં ધિક્કારભાવ કેળવો એ તમારી પાસે રહેવા એક પળ માટે ય તૈયાર નહીં થાય. તાત્પર્યાર્થ ? આ જ કે સંયમજીવનમાં ય જો દોષો ડેરા-તંબૂ નાખીને પડ્યા હોવાનું અનુભવાય છે તો એ એટલું જ સૂચવે છે કે આપણને દોષો ગમે છે. દોષો પ્રત્યે આપણા હૈયામાં હજી કૂણી લાગણી છે. શું ચલાવી લેવાય આવી મનોવૃત્તિ? ફૅક્ટરીમાં કામદારોનું ‘યુનિયન’ જ્યારે માલિક સામે બળવો કરીને હડતાળ પર ઊતરી જાય છે ત્યારે ફૅક્ટરીનો માલિક “યુનિયન’ || $ સાથે નહીં પણ યુનિયનના ‘લીડર’ સાથે વાટાઘાટ ચલાવીને & સમાધાન કરી દઈને ફૅક્ટરીને ધમધમતી કરી દે છે. સંયમજીવન એ જો ફૅક્ટરી છે તો આત્મા એ ફૅક્ટરીનો માલિક છે છે. પાંચેય ઇન્દ્રિયો એ જો ફૅક્ટરીનું યુનિયન છે તો મન એ યુનિયનનું છે લીડર છે. - જ્યારે જ્યારે પણ એમ લાગે કે ઇન્દ્રિયોનું આ યુનિયન છે સંયમજીવનની ફૅક્ટરીને બરબાદ કરી નાખવા તૈયાર થઈ ગયું છે ત્યારે ત્યારે આપણે આ એક જ કામ કરવા જેવું છે. યુનિયનના જ લીડર મન સાથે જ વાટાઘાટ શરૂ કરી દેવા જેવી છે. એ જો સમજી જા ગયું તો પછી યુનિયનની કોઈ તાકાત નથી કે એ ફૅક્ટરીના વિરોધમાં || કામ કરે. Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ ! મને દોષોની વેદના આપો કલ્યાણમિત્ર જ બનીએ કલ્યાણમિત્ર જ બનાવીએ દુઃખોની વેદના તો આપણે નથી ઇચ્છતા તો ય કર્મસત્તા આપણા લમણે ઝીંકતી જ રહે છે. આપણે એક અલગ પ્રકારની જ વેદના પ્રભુ પાસે માગવા જેવી છે. એ વેદના છે, દોષોની વેદના. આંખોમાં અવારનવાર વિકારોનાં સાપોલિયાં આંટા તો લગાવી જાય છે પણ એની આપણને વેદના ક્યાં? અનંતોપકારી ગુરુદેવશ્રી સાથે ય આપણે ક્યારેક માયા કરી બેસીએ છીએ પણ એની આપણને વ્યથા ક્યાં? અપેક્ષા તૂટતાં કે સ્વાર્થભંગ થતા આવેશના, ઉદ્વેગના, સંક્લેશના શિકાર આપણે અવારનવાર બનતા તો રહીએ જ છીએ પણ આપણને એની વેદના ક્યાં ? આવો, અશ્નપૂર્ણ આંખે પ્રભુ પાસે આપણે આ દુર્લભ અને વંદનીય વેદના માગીએ. એ વેદના આપણને મળી નથી અને દોષોએ જીવનમાંથી દૂર થઈ જવાની તૈયારી શરૂ કરી નથી ! આપણી પાસે સાપેક્ષ યતિજીવન છે. અનેકની વચ્ચે રહીને આપણે સંયમજીવન જીવવાનું છે. આપણે ખુદ કર્મોને અને કુસંસ્કારોને આધીન છીએ તો આપણા પરિચયમાં જે પણ આવશે એ ય કર્મોને અને કુસંસ્કારોને આધીન છે. આ સ્થિતિમાં શું બચાવી રાખવું આપણે આપણાં અને સામાના પણ સંયમજીવનને ? બે બાબતમાં આપણે એકદમ ચોક્કસ થઈ જવા જેવું છે. જે પણ આપણા પરિચયમાં આવે, આપણે એના કલ્યાણમિત્રજ બન્યા રહીએ અને આપણા માટે જે કલ્યાણમિત્ર જ બન્યા રહેતા હોય એના જ પરિચયને આપણે સંબંધમાં રૂપાંતરિત કરતા રહીએ. જો આ બંને બાબતમાં આપણે એકદમ ચોક્કસ બની ગયા તો પછી તાકાત નથી કોઈ પરિબળની કે જે આપણા માટે અને આપણા પરિચયમાં આવનાર માટે નુકસાનકારક બની શકે. Page #14 -------------------------------------------------------------------------- ________________ બારી બંધ પણ કરવાની છે એ યાદ રાખીએ તોફાન મન કરે હેરાન આત્માને થવું પડે. બારી ! આ શબ્દ આપણા કાને પડે એટલે આપણી આંખ સામે બે ચીજ આવી જાય. પવન અને પ્રકાશ, બારી બંધ જ હોય એ મકાનમાં પવનની અવર-જવર ક્યાં? પ્રકાશનાં પધરામણાં ક્યાં? પણ સબૂર ! બારી ખોલવાનો જેમ મહિમા છે તેમ બારી બંધ કરવાનો ય મહિમા છે. બહાર ધૂળ ઊડી રહી છે. કચરો બળી રહ્યાનો ધુમાડો ઉપર જઈ રહ્યો છે. ઉકરડાની દુર્ગધ પ્રસરી રહી છે. બારી બંધ ન કરી દઈએ તો થાય શું? આપણને મળેલ પાંચેય ઇન્દ્રિયો એ સંયમજીવનના મકાનની પાંચ બારીઓ છે. એટલું જ કહીશ કે વિવેકને સદાય હાજર રાખીને અવસર આવ્યું એને ખોલતા તો રહેજો જ પણ અવસર આવ્યું અને બંધ પણ કરી દેજો. સંયમજીવનનું મકાન તો જ સ્વચ્છ અને શુદ્ધ રહેશે. સંસારમાં સર્જાતી રહેતી એક મહત્ત્વની ઘટનાનો તમને ખ્યાલ છે જ છે ખરો? ઘરની બહાર તોફાન છોકરો કરી આવે છે અને એ બદલ 1 હેરાન મા-બાપને થવું પડે છે. અધ્યાત્મક્ષેત્રે પણ આ જ વાસ્તવિકતા છે ને ? પાપો બધાય છે | મન જ કરે છે. ઇન્દ્રિયોને પાપમાં પ્રવૃત્ત પણ મન જ બનાવે છે પણ || પર એની સજા આત્માને જ વેઠવી પડે છે. કેમ બને છે આવું? આત્મા બાપ છે, મન તો એનો પુત્ર છે. આત્મા માલિક છે, તે કે મન તો એનું નોકર છે. મદારી તો આત્મા છે, મન તો બંદર છે. પણ દીકરો વંઠી ગયો છે, નોકર ઉદંડ બની ગયો છે, બંદર તોફાની || ન બની ગયો છે. આપણા હાથમાં તો સંયમજીવન છે. જિનવચનોના આ સહારે એ ત્રણેયને આપણે વશમાં ન લાવી દઈએ ? Page #15 -------------------------------------------------------------------------- ________________ કર્તવ્યનું અજ્ઞાન કે કર્તવ્યની ઉપેક્ષા ? સહુ ઈન્દ્રિયોથી પીડિત છે સ્વાધ્યાય એ સંયમજીવનનું કર્તવ્ય જરૂર છે પણ ગ્લાનસેવાનો અવસર આવીને ઊભો રહે ત્યારે સ્વાધ્યાયના કર્તવ્યને નંબર બે પર રાખી દેવાની પ્રભુની આજ્ઞા છે. નિર્દોષ ગોચરીના જ આગ્રહી બનવું એ કર્તવ્ય જરૂર છે પરંતુ એનો અમલ કરવા જતાં સમાધિ ખંડિત જ થઈ જતી હોય ત્યારે નિર્દોષ ગોચરીને નંબર બે પર મૂકી દેવી એ પ્રભુની આજ્ઞા છે. ઉત્સર્ગનું સેવન એ કર્તવ્ય જરૂર છે પરંતુ સંયોગો બધા જ અપવાદસેવનના ઊભા થયા હોય ત્યારે ઉત્સર્ગસેવનના કર્તવ્યને નંબર બે પર મૂકી દેવાની પ્રભુની આજ્ઞા છે. એટલું જ કહીશ કે કર્તવ્યનું અજ્ઞાન કદાચ માફ થઈ શકશે પરંતુ કર્તવ્યની ઉપેક્ષા તો માફીપાત્ર નહીં જ બને. આત્મનિરીક્ષણ કરતા રહેજો. કર્તવ્યની જાણકારી છતાં આપણે જાણી જોઈને એની ઉપેક્ષા તો નથી કરતાં ને? - ૨૯ - શત્રુ ચાહે બળવાન છે કે કમજોર છે, નજીક છે કે દૂર છે, સજાતીય છે કે વિજાતીય છે, સંયમી છે કે સંસારી છે. જરૂર નથી કે આપણે એનાથી પીડિત હોઈએ જ. પણ સબૂર, સંયમી ચાહે વિદ્વાન છે કે પ્રભાવક છે, લેખક છે કે પ્રવચનકાર છે, બાળ છે, યુવાન છે કે વૃદ્ધ છે, ગુરુ છે કે શિષ્ય છે, ચૌદ પૂર્વધર છે કે ઘોર તપસ્વી છે. સહુ કોઈ ઇન્દ્રિયોથી પીડિત તો છે જ. આ હિસાબે જ તો જ્ઞાનસારમાં ઉપાધ્યાયજી મહારાજે ચેતવણી આપતા આપણને કહ્યું છે કે “જો સંસારનો તને ભય લાગ્યો હોય અને પરમપદનો તું ઇચ્છુક હોય તો એક જ કામ કર. તારું તમામ વીર્ય તું ઇન્દ્રિયો પર વિજય મેળવવામાં ફોરવતો રહે' આ ચેતવણી આપણા કાન દ્વારા હૃદય સુધી પહોંચી ચૂકી છે ખરી ? (30) Page #16 -------------------------------------------------------------------------- ________________ | મન, સંયમનાં પરિણામમાં - રમતું રાખો રખડુઓમાં સૌથી ભયંકર છે મન સંયમના વેશે આપણને જગતમાં તો વંદનીય બનાવી જ દીધા છે પરંતુ આપણે તો કર્મસત્તાના જગતમાં વંદનીય બનવાનું છે અને એના માટેનો એક માત્ર વિકલ્પ છે, આપણું મન સતત સંયમનાં પરિણામોમાં રમતું હોય. સંયમનાં પરિણામોમાં રમવાનું એટલે ? મનનો જે પણ પરિણામ અશુભ અનુબંધોનું કારણ બનતો હોય એ પરિણામને મનની ભૂમિ પર ફરકવા ય ન દેવો. જવાબ આપો. કાયાનેતો આપણે ગલતમાં પ્રવૃત્ત થતી રોકીએ છીએ. વચન પ્રયોગ પણ ગલત ન થઈ જાય એની આપણે સાવધગીરી રાખીએ છીએ પણ મનની જે ભૂમિ આપણા સિવાય અન્ય કોઈ પણ છપ્રસ્થની નજરમાં આવતી નથી એ ભૂમિ પર અધ્યવસાયોની વિશુદ્ધિ અને પરિણતિની નિર્મળતા આપણે ટકાવી જ રાખીએ છીએ એ નિશ્ચિત્ત ખરું ? | હરાયું ઢોર કેવું ? રખડુ અને ભયંકર. હડકાયું કૂતરું કેવું ? રખડુ અને ભયંકર. હિપ્પી કેવો? રખડુ અને ભયંકર. પણ આ || રખડુઓમાં અગ્રેસર કોઈ હોય તો એ છે આપણું જ પોતાનું મન અને ભયંકરતામાં ય અગ્રેસર કોઈ હોય તો એ છે આપણું જ તે પોતાનું મન. એને શુભ એટલું ન ફાવે, જેટલું અશુભ ફાવે. એને કલ્યાણ છે એટલું ન ગમે જેટલું અકલ્યાણ ગમે. એને હિત એટલું ન જામે જેટલું || અહિત જામે. એ માલિક એવા આત્માને સદ્ગતિમાં ન મોકલે, દુર્ગતિમાં FB મોકલે. આત્માને એ સમાધિમાં ન રાખે, સંક્લેશમાં રાખે. આત્માને || છે એ સદ્ગુણી ન બનવા દે, દુર્ગુણી બનાવી દે. આવા રખડુ અને ભયંકર મનને આપણે વશમાં રાખીને || છે. સાધના કરવાની છે એ યાદ રાખજો. [,_ Page #17 -------------------------------------------------------------------------- ________________ પરિણામ આધેયથી . કે આધારથી ?. સાધનાઓ આપણને મહાન લાગી છે ખરી ? પ્રશ્ન એ નથી કે આધેય કેટલું મોટું છે ? પ્રશ્ન એ છે કે આધાર કેવો છે? હાથી ભલે ને ગમે તેટલો મોટો છે, એના પ્રતિબિંબને ઝીલનારું દર્પણ જો નાનું જ છે તો એ દર્પણમાં હાથીનું કદ નાનું જ ઝીલાવાનું છે. સંયમીનો વેશ પહેરાવીને જગતની વચ્ચે આપણને વંદનીયની કક્ષામાં મૂકી દેનારા ગુરુદેવશ્રી ભલે ને અનંતોપકારી છે. પરંતુ હૃદય આપણું જો તુચ્છ છે, મન આપણું જો સાંકડું છે, દૃષ્ટિ આપણી જો સંકુચિત છે, અંતઃકરણ આપણું જો મલિન છે તો એ અનંતોપકારી પણ ગુરુદેવશ્રી આપણને શુદ્ર, તુચ્છ અને દોષસભર જ લાગવાના છે. સાવધાન ! દિલને ઉત્તમ બનાવી દો. નહિતર આ જગતમાં કોણ અધમ નહીં લાગે એ પ્રશ્ન છે. સ્વાધ્યાયયોગ કેટલો બધો મહાન ? પ્રતિલેખન અને પ્રતિક્રમણનો યોગ કેટલો બધો મહાન ? ગુરુદેવનું સાંનિધ્ય કેટલું બધું મહાન ? સહવર્તી મુનિ ભગવંતોનો સહવાસ કેટલો બધો મહાન ? અરે, આપણા હાથમાં આવી ગયેલ સંયમજીવન ખુદ કેટલું બધું મહાન? પણ સબૂર ! આ તમામ મહાન સાધનાઓ અને મહાન યોગો આપણને મહાન ત્યારે જ બનાવે કે જ્યારે એ સાધનાઓ અને યોગો આપણને પણ માન લાગે. પ્રશ્ન સાધનાની મહાનતાનો નથી, આપણાં અંતઃકરણની મહાનતાનો છે. એ જો અધમ હશે તો મહાન પણ સંયમજીવન આપણા માટે કદાચ નિરર્થક જ બની રહેશે. આવો, બહુમાનભાવ, અહોભાવ, સમર્પણભાવ અને સદ્ભાવને વિકસાવતા રહીએ. આપણું કામ થઈ જશે. (૩૪) Page #18 -------------------------------------------------------------------------- ________________ બળવાન કોણ ? અભ્યાસ ? કે સંસ્કાર ? | તુર્ત પાછા ફરી જજો.. સ્વાધ્યાયનું સાતત્ય સ્વાધ્યાયને અભ્યાસરૂપ તો બનાવી દેશે પણ સ્વાધ્યાયને આપણે જો સંસ્કારરૂપ બનાવવા માગીએ છીએ તો એનો એક જ વિકલ્પ છે, સ્વાધ્યાય આપણે રસપૂર્વક કરીએ. ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે સાતત્ય કોઈ પણ શુભ યોગને અભ્યાસરૂપ તો બનાવી શકે છે પરંતુ એ શુભયોગ સંસ્કારરૂપ તો ત્યારે જ બને છે કે જ્યારે એ શુભયોગમાં આપણાં પોતાના અંતઃકરણનો રસ ભળે છે. એક વાત કહું ? સંસ્કાર વિનાનો અભ્યાસ ભવાંતરમાં સાથે આવે છે તો ય આત્મા માટે એટલો લાભદાયી નથી બનતો જ્યારે અભ્યાસ વિનાના સંસ્કારો આત્મા માટે કઈ પળમાં અને કયા સ્થળમાં લાભદાયી નથી બનતા એ પ્રશ્ન છે. આવો, આપણે અભ્યાસના અને સંસ્કારના, બંનેના સ્વામી બનીને જ રહીએ. બની શકે કે અનંતજીવ અભયદાયક સંયમજીવન હાથમાં છે હોવા છતાં ય કોઈ પણ કારણસર કોક સહવર્તી મુનિ ભગવંત પ્રત્યે || આપણા મનમાં સદ્ભાવ તો ન હોય પણ દુર્ભાવ હોય, પ્રેમભાવ તો ન હોય પણ દ્વેષભાવ હોય, આદરભાવ તો ન હોય પણ તે ધિક્કારભાવ હોય. પણ , કર્મસત્તાનો આ સંદેશો આપણે સતત આંખ સામે રાખવા જેવો છે કે “આ જનમમાં તું જેનું મોઢું જોવા તૈયાર નથી, આવતા છે 1 જનમમાં એના પગ તને ન પાડું તો મારું નામ કર્મસત્તા નહીં.’ | શું કર્મસત્તાના સંદેશાને શ્રદ્ધાગમ્ય બનાવ્યા પછી ય આપણે || છે કોકની સાથે દ્વેષ કરી શકશું? કોકના પ્રત્યે દુર્ભાવ કેળવી શકશું? આ કોકની સાથે દુશ્મનાવટ કેળવી શકશું? ના , આ ખતરનાક રસ્તે || છે કદમ મંડાઈ ગયા હોય તો ય તુર્ત આપણે અટકી જવા જેવું છે. E Page #19 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વના મમત્વથી મન મુક્ત ખરું? મન ન બગાડવું આપણા જ - હાથમાં છે જે સ્વજનોનો ત્યાગ કરીને આપણે આ સંયમના માર્ગે આવી ગયા છીએ એ સંયમજીવનમાં એ સ્વજનો પ્રત્યે લેશ મમત્વ ઊભું ન રહ્યું હોય એ સમજાય તેવી વાત છે. તપશ્ચર્યાના રસ્તે હરણફાળ ભરતા રહીને શરીર પ્રત્યેના મમત્વને આપણે આ જીવનમાં તોડી રહ્યા હોઈએ એ ય સમજાય તેવી વાત છે. પણ એક વાત પૂછું? મન મહત્ત્વના મમત્વથી મુક્ત થઈ જ ગયું છે એવું લાગે છે ખરું ? “મને આદર મળવો જ જોઈએ? મારી કદર થવી જ જોઈએ’ ‘મારી ઉપસ્થિતિની નોંધ લેવાવી જ જોઈએ’ આ બધા ભાવો મહત્ત્વના મમત્વના સૂચક છે. જો એ મમત્વથી આપણે મુક્ત નથી બની શક્યો, નથી બનવા માગતા તો સમજી રાખવું કે સંયમનાં પરિણામ આપણાં જોખમમાં છે. કાયાને આપણે ન બગડવા દેવા માગતા હોઈએ તો ય એ આપણા હાથની વાત નથી. રોગ શરીરમાં ગમે ત્યારે પેદા થઈ જાય છે અને કાયા રોગગ્રસ્ત બની જાય છે. વચનને જીવનભર માટે આપણે કોમળ અને મધુર રાખવા માગતા હોઈએ તોય એ આપણા હાથમાં નથી, કોક ગલત નિમિત્ત ઊભું થઈ જાય છે, પરિસ્થિતિ જ એવી નિર્માણ થઈ જાય છે કે આપણા મુખમાંથી કર્કશવચનો નીકળી જ જાય છે. મન ન બગાડવું હોય તો એ આપણાં જ હાથની વાત છે. વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ ગમે તેવા પ્રતિકૂળ આવે, ધારીએ તો મનને આપણે નિર્મળ રાખી જ શકીએ છીએ અને છતાં દુઃખદ કરુણતા એ છે કે મનને આપણે બગાડતા જ રહીએ છીએ. એ ય સામે ચડીને અને અફસોસ વિના! શું થશે આપણું? Page #20 -------------------------------------------------------------------------- ________________ તૃષ્ણા કૃતજ્ઞ જ રહેવાની છે ક્ષતિથી જરૂર દૂર રહીએ પણ.. આપણે કૃતન કોને ગણીએ ? જેને તમે ગમે તેટલું આપો છતાંય જે સતત માંગ માંગ જ કર્યા કરે, જે મળ્યું એનો ઉપકાર માને નહીં અને ક્યારેક ન આપો તો તમને જે હેરાન કર્યા વિના રહે નહીં એને જ કૃતદન માનો ને? જો હા, તો દિલની દીવાલ પર કોતરી રાખજો કે જિંદગીના અંત સમય સુધી તૃષ્ણા કૃતઘ્ન જ રહેવાની છે. એની માંગ પર ક્યારેય પૂર્ણવિરામ આવતું જ નથી. હંમેશાં અલ્પવિરામ જ આવ્યા કરે છે. તૃષ્ણાના આ સ્વભાવને આંખ સામે રાખ્યા વિના સંયમજીવનમાં જામી જવામાં સફળતા મળવી સો ટકા સંદિગ્ધ છે. કારણ કે સંયમજીવન ‘પૂર્ણવિરામ' પર જ જામે છે જ્યારે તૃષ્ણા ‘અલ્પવિરામ’ પર જ જીવે છે. સંયમજીવનને જીવતું રાખીને જીતાડવું છે ? તૃષ્ણાને હરાવતા રહીને ખતમ કરી નાખો. ક્ષતિથી દૂર રહેવા સતત પ્રયત્નશીલ બન્યા રહીએ એ તો | બરાબર જ છે પણ ભૂલેચૂકે જો ક્ષતિ કાઢનારથી આપણે દૂર થઈ ગયા છે તો સમજી રાખવું કે આપણું સંયમજીવન ખતરામાં છે. કારણ ? અહંને પરદોષદર્શનમાં જ રસ છે, સ્વદોષદર્શન સાથે તો || છે અહંને નહાવા-નિચોવાનો ય સંબંધ નથી. અરે, એને તો સ્વદોષ છે બચાવમાં રસ છે. આનો અર્થ ? આ જ કે આપણી ક્ષતિ, આપણો પ્રમાદ, જ આપણા દોષો આપણને તો દેખાવાના જ નથી, કદાચ દેખાશે તો તે યુ આપણે એને સુધારવાના નથી. હવે જો એ ક્ષતિઓ દેખાડનારથી જે ય આપણે દૂર થઈ ગયા તો એ બધી જ ક્ષતિઓ-દોષો આપણામાં જ એમ જ રહી જવાના. એ ક્ષતિઓ અને એ દોષો આપણાં જીવનને રફેદફે કરતા જ રહેવાના ! સાવધાન ! ક્ષતિ કાઢનારની નજીક છે. રહો. ક્ષતિઓ દૂર થઈ જશે. Page #21 -------------------------------------------------------------------------- ________________ 11g શ્રેષ્ઠતમા વિકલ્પ આ જ છે પુણ્યને પરણાવી જ દેજો સર્વગુણસંપન્ન અને સર્વદોષમુક્ત બનવાના પરમોચ્ચ સભાગ્યને આપણે ક્યારે વરશું, એની તો આપણને કોઈ જાણકારી નથી પરંતુ એ દિશામાં આપણે જો પા પા પગલી ભરવા માંગીએ છીએ તો એનો નાનકડો પણ ક્યારેય નિષ્ફળ ન જાય એવો એક વિકલ્પ આપણે આંખ સામે રાખવા જેવો છે. આ રહ્યો એ વિકલ્પ. ‘ગુણ ગમ્યા એટલે ગુણ મળ્યા જ સમજો’ અને ‘દોષ ખટક્યા એટલે દોષ ગયા જ સમજો” આપણી મનોવૃત્તિ તો કમ સે કમ આપણે આવી બનાવી શકીએ છીએ ને? જો આટલી નાની બાબતમાં ય આપણે સફળ બની ગયા તો નિશ્ચિત સમજી રાખવું કે સમ્યફ મનોવૃત્તિનો આ બીજનો ચન્દ્ર આવતી કાલે પૂર્ણિમાનો ચાંદ બનીને જ રહેવાનો છે. જીવનની સમાપ્તિ પછી ય ભવાંતરમાં આપણે જ્યાં પણ જઈએ ત્યાં આપણી સાથે આવે અને આપણી રક્ષા કરતા રહે એવા પરિબળના આ જીવનમાં સ્વામી બની જવું છે ? એક કામ ખાસ કરીએ. પુણ્યને ભૂલેચૂકેય બ્રહ્મચારી ન રાખીએ. અર્થાતુ પુણ્યને સદ્બુદ્ધિ સાથે પરણાવી જ દઈએ. પુણ્ય ક્યારેય સદ્બુદ્ધિ સાથે છૂટાછેડા ન લઈ લે એની ખાસ તકેદારી રાખીએ. પુણ્યની હાજરીમાં સદ્દબુદ્ધિનું મરણ ન થઈ જાય એ અંગે સતત સાવધ રહીએ. પરિણામ આનું એ આવશે કે વિવાહિત પુણ્ય નવા નવા પુણ્યને જન્મ આપતું જ રહેશે અને એ સાનુબંધ પુણ્ય ભવાંતરમાં સાથે આવીને આત્માને છેક પરમગતિ સુધી પહોંચાડનારું બની રહેશે. સાવધગીરી રાખશું આપણે આ બાબતમાં ? Page #22 -------------------------------------------------------------------------- ________________ “શું ન વિચારાય ?' એની જાણકારી ખરી ? અહોભાવ દ્વારા કદ વધારી દઈએ આરાધનાનું _ ક સંયમજીવનમાં શું ન કરાય ? એની જાણકારી પણ આપણી પાસે છે અને એના શક્ય અમલ માટે આપણે પ્રયત્નશીલ પણ છીએ. આ જીવનમાં શું ન બોલાય ? એની સમજ પણ આપણી પાસે છે અને સાવધગીરીપૂર્વક એના અમલ માટે આપણે પ્રયત્નશીલ છીએ પણ સબૂર ! આ જીવનમાં શું ન વિચારાય ? એની પર્યાપ્ત જાણકારી આપણી પાસે છે ખરી ? જેટલી પણ જાણકારી આપણી પાસે છે એનો શક્ય અમલ આપણા જીવનમાં ચાલુ છે ખરો? જો, આ બાબતનો સંતોષજનક પ્રત્યુત્તર અંતઃકરણમાંથી ન ઊઠતો હોય તો એટલું જ કહીશ કે સેકંડના કાંટામાં ઊભી થયેલ ગરબડ મિનિટના અને કલાકના કાંટાને વ્યવસ્થિત ચાલવા દે એ વાતમાં કોઈ માલ નથી. હું શું કહેવા માગું છું, એ તમે સમજી ગયા હશો. આરાધના ભલે ને સાવ નાની છે. જે યોગનું આપણે સેવન છે કરી રહ્યા છીએ એ સદ્યોગ ભલે ને સાવ નાનો છે. એને મોટો અને || 8 મહાન બનાવી દેવા જો આપણે માગીએ છીએ તો એનો શ્રેષ્ઠ વિકલ્પ છે એ છે કે એ યોગ પ્રત્યેના આપણા હૃદયના અહોભાવને આપણે તે પરાકાષ્ટાએ લઈ જતા રહીએ. સાહીનું ટીપું નાનું જ હોય છે ને? પણ ફેલાય છે જો એ છે બ્લૉટિંગ પેપર પર, તો પછી જોઈ લો એની વિરાટતા. કદાચ સંપૂર્ણ || બ્લૉટિંગ પેપર પર એ પોતાનું સામ્રાજ્ય સ્થાપી દે છે. શું કહું? આરાધનાનું કદ જો ૧નું છે તો એ આરાધના પ્રત્યેના | અહોભાવનું કદ નું છે. ૧ની બાજુમાં મૂકી દો. સીધી ૧ની [T 8 તાકાત દસગણી વધી જશે. આરાધના પ્રત્યેનો અહોભાવ વધારી છે દો. આરાધનાની તાકાત દસગણી વધી જશે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ફાઈલ પાપની વજન પશ્ચાત્તાપનાં આંસુનું પોકાર' નહીં પણ “પ્રહાર' લાખો-કરોડોના ગોટાળાવાળી પણ ફાઈલ પર જો ‘વજન' મૂકવામાં આવે છે તો એ ફાઈલ, આગળ ચાલતી થઈ જાય છે એમ અહીંનો પ્રજાજન માને છે. આ હકીકત સંસારક્ષેત્રમાં સાચી હોય તો ય આપણા માટે એનો કોઈ અર્થ નથી કારણ કે સંપત્તિ સાથે તો આપણો સ્પર્શનો ય વ્યવહાર નથી. પણ એક વાત કરું ? આપણા જીવનની ફાઈલ પણ પાપ, પ્રમાદ, અતિચાર, અશુદ્ધિ, દુર્ભાવ, દુર્ગાન વગેરેના ગોટાળાવાળી જ છે ને? એને સાચે જ આપણે જો આગળ ચલાવવા માગીએ છીએ તો એનો એક જ વિકલ્પ છે, એ ફાઈલ પર પશ્ચાત્તાપનાં આંસુનાં કેવળ બે બુંદ જ વજન મૂકી દઈએ. જે પણ સંયમી આ બાબતમાં ફાવ્યો છે એની ફાઈલ છે, પ્રભુ સુધી પહોંચી ગઈ છે. આંસુનાં આવા બે બુંદ આપણી પાસે ખરા ? દુઃખોથી બચી જવા કદાચ ‘પોકાર’ અસરકારક પુરવાર થઈ શકે છે પરંતુ જો આપણે દોષોથી બચી જવા માગીએ છીએ તો એના માટેનું શ્રેષ્ઠતમ શસ્ત્ર “પોકાર’ નથી પણ ‘પ્રહાર’ જ છે. કારણ? દોષોની આત્મા પર શિરજોરી અનંતકાળની છે. દોષોનું કદ મેરુની ઊંચાઈને ય ટક્કર લગાવે તેવું છે. દોષોની મજબૂતાઈ વજ કરતાંય વધુ છે. દોષોએ અંતઃકરણમાં નાખેલાં મૂળિયાં સ્વયંભૂરમણ સમુદ્રના તળિયા કરતાં ય ઊંડા છે અને દોષો પ્રત્યેનો આપણો પ્રેમ અનાદિનો છે. આવા દોષો, એના પર પ્રહાર કર્યા વિના, એના પ્રત્યે આક્રમકતાનો રૂખ અપનાવ્યા વિના, એ પ્રત્યે લાલઘૂમ આંખ કર્યા વિના આત્મા પરથી રવાના થઈ જાય એમ ? અસંભવ ! આવો, પુકાર નહીં પણ પ્રહાર ! એ ય તમામ તાકાતથી ! Page #24 -------------------------------------------------------------------------- ________________ દુશ્મનો પેદા કરવાની આગવી કળા. AL મનનો ઉપયોગ આપણે કરીએ છીએ કે.... દુઃખો સર્જવાની આગવી કળા જેમ દોષો પાસે હોય છે તેમ દુશ્મનો સર્જવાની આગવી કળા ક્રોધ પાસે હોય છે. અલબત્ત, ક્રોધ પણ છે તો એક જાતનો દોષ જ પરંતુ ક્રોધ સિવાયના અન્ય દોષો દુશ્મનો સર્જે જ છે એવો કોઈ કાયદો નથી પરંતુ ક્રોધ ? એ તો દુશ્મનો સર્જીને જ રહે છે. કબૂલ, આપણા જીવનમાં દોષો તો છે જ પરંતુ એ દોષોમાં ક્રોધની માત્રા ખૂબ અલ્પ છે એમ કહી શકવાની સ્થિતિમાં આપણે છીએ ખરા ? ક્રોધનું સેવન એ આપણી પ્રકૃતિ નથી પરંતુ મજબૂરી જ છે એમ આપણું અંતઃકરણ કહે છે ખરું ? ક્રોધસેવનની પછીની પળો આપણને ચેનથી બેસવા દેતી નથી એ આપણો અનુભવ છે ખરો ? જો આ તમામ પ્રશ્નોનો જવાબ 'હા'માં હોય તો સમજી રાખવું કે ધીમે ધીમે પણ જીવનમાંથી ક્રોધ રવાના થતો જ રહેશે, અન્યથા...? સારા વિચારો પણ મનમાં આવે છે અને ખરાબ વિચારો છે પણ મનમાં આવે છે આનો અર્થ એટલો જ કે એને કોક સારા કે ખરાબ બનાવી રહ્યું છે. એ કોક એટલે બીજું કોઈ જ નહીં પણ આપણે પોતે જ . તે | આપણી સંમતિ વિના મનમાં ખરાબ વિચારો દાખલ થઈ શકતા જ || છે નથી અને આપણે પોતે ઇચ્છતા હોઈએ તો સારા વિચારોને મનમાં છે દાખલ થતાં કોઈ જ અટકાવી શકે તેમ નથી. હકીકત જો આ જ છે તો પ્રશ્ન એ ઊઠે છે કે શા માટે આપણે જ 1 સારા વિચારો ન કરતાં ખરાબ વિચારો કર્યો જઈએ છીએ ? આ પ્રશ્નના ઘણા જવાબોમાંનો એક જવાબ આ છે કે મનનો || છે ઉપયોગ આપણે કરવાનો હતો એના બદલે મન આપણો ઉપયોગ કરી રહ્યું છે. નોકર જ માલિકને આજ્ઞા કરવા લાગે ત્યારે માલિકનું || છે થાય શું? Page #25 -------------------------------------------------------------------------- ________________ બોધને બળવાન બનાવી દો. કષ્ટદાયી ? કે ફળદાયી ? પગનો કમજોર માણસ લાકડીને પગની તાકાત બનાવતા જો લેશ પણ ખચકાટ અનુભવતો નથી, આંખનો કમજોર માણસ ચશ્માંને આંખની તાકાત બનાવી લેવા જો હોંશે હોંશે તૈયાર થઈ જાય છે તો બોધક્ષેત્રે કમજોર એવા આપણે પ્રભુનાં વચનોને, બોધને મજબૂત અને નિર્મળ બનાવી દેવા શા માટે પળની ય વાર લગાડવી જોઈએ ? યાદ રાખજો, પગના કમજોરને ચોવીસેય કલાક લાકડી પોતાની પાસે રાખવી પડતી નથી, આંખના કમજોરને ચોવીસેય કલાક ચરમાં પોતાની પાસે રાખવા પડતા નથી પરંતુ છદ્મસ્થ એવા આપણે તો માત્ર ચોવીસે ય કલાક જ નહીં પરંતુ જીવનના અંત સુધી પ્રભુનાં વચનોને સાથે જ રાખવાના છે. કારણ કે બેસવાનું કે ચાલવાનું, સૂવાનું કે વાપરવાનું, બોલવાનું કે મૌન રહેવાનું બધું ય પ્રભુવચનો પાસે જ શીખવાનું છે. સંયમજીવનની કઈ ચેષ્ટા એવી છે કે જે કષ્ટદાયી નથી ? બધી જ પ્રવૃત્તિઓમાં યતનાને હાજર રાખવાનું કામ પણ કષ્ટદાયી છે તો લોચ કરાવવો ય કષ્ટદાયી છે. આજીવન ગુરુકુળવાસ પણ કષ્ટદાયી છે તો નિર્દોષ ગવેષણા ય કષ્ટદાયી છે. આંખનો સંયમ પણ કષ્ટદાયી છે તો ઇચ્છાનો નિરોધ પણ કષ્ટદાયી જ છે. આમ છતાં આપણે સામેચડીને આવા કષ્ટદાયી ચેષ્ટાઓવાળા સંયમજીવનને અંગીકાર કર્યું છે. કારણ ? સંસારીઓની નજરમાં આ બધીય ચેષ્ટાઓ ભલે કષ્ટદાયી છે પરંતુ આપણને એ ચેઓ ફળદાયી દેખાઈ છે. એટલું જ કહીશ કે સંયમજીવનની તમામ ચેષ્ટાઓ ફળદાયી બનીને જ રહે એ બાબતમાં આપણે ખૂબ સાવધ બની જવાનું છે. જો એમાં અસાવધ બન્યા રહ્યા તો આ ચેષ્ટાઓ કેવળ કષ્ટદાયી જ બની રહેશે. Page #26 -------------------------------------------------------------------------- ________________ મનને હંમેશાં તાજું રાખી શકાય છે કોઈ દવા, કોઈ ભોજન, કોઈ કસરત, કોઈ વ્યાયામ કે કોઈ રસાયણ આ જગતમાં એવા શોધાયા નથી કે જે સમય પસાર થવા છતાં ક્ષીણ બનતું અટકાવી શક્યા હોય શરીરને. ના. વયવૃદ્ધિ સાથે શરીરની ક્ષીણતા નિશ્ચિત જ છે એમાં કોઈ જ અપવાદ નથી. પણ સબૂર ! શરીરની ગમે તેવી ક્ષીણતા છતાં ય મનને આપણે કોઈ પણ વયે તાજું, સશક્ત અને ઉત્સાહસભર રાખી શકીએ છીએ જો એને આપણે પ્રભુવચનોની સમ્યક્ સમજથી ભાવિત બનાવવામાં સફળ બનીએ છીએ તો ! આવો, આ જીવનની વધુમાં વધુ પળો આપણે જિનવચનોને આપતા રહીએ. આકર્ષણ એનું જ. રસ એનો જ. આનંદ એનો જ. પાગલપન એનું જ. જુઓ પછી મનના ક્ષેત્રે કેવો ચમત્કાર સર્જાય છે ? સ્થ ૫૧ R મન જાણી લઈએ મન વાળી દઈએ સમર્પણને સમજવા માટે આમ તો અનેક પ્રકારનાં નિરીક્ષજ્ઞો છે પણ એમાંનું એક સરળ નિરીક્ષણ આ છે. ‘ઉપકારીનું મન જાણી લીધા પછી આપણું મન વાળી દઈએ એ છે મસ્ત સમર્પણ.' આપણને તપશ્ચર્યા ગમે છે. ઉપકારી ઇચ્છે છે કે સ્વાધ્યાયમાં આપણે પ્રગતિ કરીએ. બસ, આપણાં મનને આપણે સ્વાધ્યાય માટે તૈયાર કરી દઈએ. આપણને આનંદ આવે છે સ્વાધ્યાયમાં. ગ્લાન સેવામાં આપણને જોડાયેલા જોવા ઇચ્છે છે ઉપકારી. બસ, ગ્લાનસેવાને આપણે આત્મસાત્ કરી દઈએ. શું કહું ? રસ્તો વળે છે અને ગાડીનો ડ્રાઇવર એ બાજુ ગાડીને વાળતો રહે છે. ગુરુદેવનું મન જે યોગ તરફ વળે છે, એ યોગ તરફ આપણાં મનને વાળતા રહીએ. સંયમજીવનની પ્રાપ્તિ સાર્થક બની જશે. પર Page #27 -------------------------------------------------------------------------- ________________ આંગળીનો અંગૂઠા સાથે મેળ ખરો ? બધું જ પુણ્ય ભોગવી ન લેતા! મુક્કો એક તાકાત જરૂર બને છે પણ એ માટે અંગૂઠાએ આંગળી સાથે મેળ સાધવો પડે છે. આંગળીઓએ અંગૂઠા સાથે મૈત્રી સાધવી પડે છે. પ્રલોભનોની વણઝાર સામેય આપણે જો અડીખમ ઊભા રહેવા માગીએ છીએ, કષ્ટોની વણઝાર વચ્ચે ય આપણે જો સમાધિ ટકાવી રાખવા માગીએ છીએ. મન કુસંસ્કારોને આધીન છતાં ય સંયમજીવનજન્ય મસ્તી આપણે જો સતત અનુભવતા રહેવા માગીએ છીએ તો એનો શ્રેષ્ઠ વિકલ્પ છે, આપણે તાકાતવાન બન્યા રહીએ અને તાકાતવાન બન્યા રહેવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે, સહવર્તીઓ સાથેના પ્રેમભાવને, સદ્ભાવને અને મૈત્રીભાવને જીવંત જ રાખીએ. એ સહુ સાથેનો મેળ આપણને નહીં ક્યાંય પડવા દે કે નહીં ક્યાંય તૂટવા દે! સંસારક્ષેત્રે ભલે કોઈ કરોડપતિ છે કે અબજપતિ છે, પોતાની પાસે રહેલા તમામ પૈસા વાપરી નાખવાની બેવકૂફી એ ક્યારેય કરતો નથી. કબૂલ, આપણી પાસે સંયમનું જીવન છે. ત્યાગ એ તો આ જીવનની એક માત્ર ઓળખ છે આમ છતાં અહીં પુણ્યના ઉદયના કારણે મળતી સુવધિઓનો કોઈ પાર નથી. ગોચરી-વસ્ત્ર-પાત્ર-ઉપધિ-માન-સન્માન-ખ્યાતિ-પ્રતિષ્ઠા આ બધું પુણ્યના ઉદય વિના થોડું મળે છે ? પણ સબૂર ! સત્તામાં રહેલા તમામ પ્રકારના પુણ્યને ઉદયમાં લાવતા રહીને ભોગવતા રહેવાની બેવકૂફી આપણે કરવા જેવી નથી. બધું જ પુણ્ય અહીં ભોગવી લેશું તો ભવાંતરમાં જ્યાં પણ જશું ત્યાં, પુણ્ય વિના કરશું શું? સાવધાન! Page #28 -------------------------------------------------------------------------- ________________ શું ઘટાડવું છે ? દુઃખો કે દોષો ? માત્ર “અવતરણ” જ કે પછી. ‘રૂપાંતરણ’ પણ ખરું ? આપણે સાચા અર્થમાં સંયમી છીએ, પરમપદના ચાહક છીએ, સ્વરૂપ રમણતાના ઇચ્છુક છીએ, મુમુક્ષુ છીએ, સાધક છીએ એ જાણવા માટેનો કસોટીનો પથ્થર કયો, એમ પૂછો છો? આ રહ્યો એનો જવાબ. જો સતત આપણું મન, જીવનમાં પાપો કેમ ઘટે? પ્રમાદ કેમ ઓછો થાય ? દોષોનો હ્રાસ કેમ થતો જાય ? આ જ ચિંતામાં વ્યસ્ત રહેતું હોય તો સમજી રાખવું કે આપણે સાચા અર્થમાં સંયમી છીએ જ. મળી જોજો કોઈ પણ સંસારી માણસને, જાણી લેજો એના મનમાં સતત ચાલી રહેલા વિચારોને. તમને ખ્યાલ આવી જશે કે ત્યાં એક જ ચિંતા વિચારોના કેન્દ્રસ્થાને હશે, જીવનમાં દુ:ખો કેમ ભગવતી સૂત્રમાં ‘હે ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ ન જ કરીશ” ની વાત આવે છે તો જ્ઞાનસારમાં ‘સ્પૃહા એ જ દુ:ખ અને નિઃસ્પૃહતા એ જ સુખ'ની વાત આવે છે. જે અગુપ્ત છે તે આજ્ઞા જ બહાર છે'ની વાત આચારાંગસૂત્રમાં આવે છે તો ‘ગલત ઇચ્છાથી તે | પાછા ફરવાનું જ ન હોય તો શ્રમણ્યક્યાં?” ની વાત દશવૈકાલિકમાં || પર આવે છે. પ્રવચનમાં, લેખનમાં, વાતચીતમાં કે ચિંતનમાં વારંવાર | શાસ્ત્રપંક્તિઓનાં આ અવતરણો આપણે આપતા હોઈએ એ તો ! સારું જ છે પરંતુ જાતને એક પ્રશ્ન આપણે સતત પૂછતા રહેવા જેવો છે છે કે શાસ્ત્રપંક્તિનાં આ અવતરણો આપણાં જીવનનું રૂપાંતરણ || ન કરનારા બની રહ્યા છે કે કેમ? રૂપાંતરણ વિનાનાં અવતરણો ક્યારેક અહંપુષ્ટિનાં કારણો || પ્ત પણ બની શકે છે એ આપણા ખ્યાલમાં તો ખરું ને? ઘટે ? ટૂંકમાં, દુઃખો જ ઘટાડવામાં વ્યસ્ત એ સંસારી, પાપ-પ્રમાદદોષો ઓછા કરવામાં જ વ્યસ્ત એ સંયમી. Page #29 -------------------------------------------------------------------------- ________________ મૂચ્છની જન્મભૂમિ શરીર શક્તિનદીના બે કિનારા મૂચ્છની જન્મભૂમિ એક જ છે. શરીર. જીવ ચાહે નરકમાં ગયો છે કે નિગોદમાં ગયો છે. ઘોડો થયો છે કે ગધેડો થયો છે. કીડી બન્યો છે કે મંકોડો બન્યો છે. ભવનપતિનો ઇન્દ્ર બન્યો છે કે અનુત્તરનો દેવ બન્યો છે. સંસારી બન્યો છે કે સંયમી બન્યો છે. શરીર અને દરેક ગતિના દરેક ભવમાં મળ્યું છે, દરેક ભવની દરેક અવસ્થામાં મળ્યું છે. બસ, આ શરીર એ જ એના માટે મૂચ્છની જન્મભૂમિ બની રહ્યું છે. જો શરીર જ નથી તો મૂચ્છને ઉત્પન્ન થવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. યાદ રાખજો , મન વિનાના ભવો તો આ જીવને અનંતકાળમાં અનંતા મળ્યા છે છતાં એની મૂર્છા તૂટી નથી. કારણ? શરીર લાગે છે ખરું કે મૂચ્છની આ જન્મભૂમિને આપણે રોજેરોજ વધુ ને વધુ ઉખર બનાવી રહ્યા છીએ ? ભલે ને નદી, ધસમસતી વહી રહી છે, એ વિનાશ નથી જ વેરતી કારણ કે બેકિનારાની મર્યાદામાં રહીને જ એ વહેતી હોય છે. ભલે ને સંયમજીવનમાં આપણી શક્તિઓ પુરબહારમાં ખીલી છે ? મસ્ત પ્રવચન, તીક્ષ્ણ બુદ્ધિ, કોકિલ કંઠ, આકર્ષકરૂપ, ગજબનાક લેખનકળા, કલ્પનાતીત આદેય નામકર્મ ! પણ, આમાંની એક પણ શક્તિ આપણા માટે કે અન્ય માટે મારક ત્યારે જ નથી બનતી કે જ્યારે એ શક્તિઓની નદી ત્યાગ અને વૈરાગ્યના બે કિનારાઓની મર્યાદા જાળવીને વહેતી હોય છે. સતત આત્મનિરીક્ષણ કરતા રહેજો. ત્યાગ અને વૈરાગ્યના બેકિનારાઓ વચ્ચે જ આપણી શક્તિઓની નદી વહી રહી છે ને? એક પણ કિનારામાં ક્યાંય પણ ગરબડ દેખાતી હોય તો તુર્ત જ એની મરામત કરી દેજો. અન્યથા..! Page #30 -------------------------------------------------------------------------- ________________ નવીનીકરણ અને મશીનીકરણ ! અખ્ખપમŞ સંખમે મુરારાદે મવિક્સ' આજથી માંડીને સંયમ દુરારાધ્ય બની જશે. કલ્પસૂત્રના નવમા પ્રવચનમાં આવતી આ પંક્તિનો તાત્પર્યાર્થ એ નથી કે સંયમનો વેશ દુર્લભ બની જશે. ના. અર્થ આ છે કે સંયમનું પાલન અને સંયમનાં પરિણામ, બંને ય દુર્લભ બની જશે. દુરારાધ્ય બની જશે. આપણે ખુદે આપણી જાતને જો આ આગાહીમાંથી બહાર કાઢી લેવી હોય તો એક કામ ખાસ કરવા જેવું છે. આજનો આખો ય યુગ નવીનીકરણનો અને મશીનીકરણનો ચાલી રહ્યો છે. આપણે પોતે નવીનના આકર્ષણથી અને મશીનોના ઉપયોગથી શક્ય એટલા વધુ ને વધુ બચતા રહીએ. એમ કરવા જતાં કદાચ સુવિધાઓ પર કાપ મૂકી દેવો પડશે પણ સંયમજીવન તો આપણે નિઃસંદિગ્ધ બચાવી શકશું. 91 પ De મોટું વિઘ્ન : પ્રભાવિત થઈ જવું આમ તો અધ્યાત્મજગતમાં જાતજાતનાં વિઘ્નો છે પરંતુ સૌથી મોટું વિઘ્ન આ છે, પ્રભાવિત થઈ જવું. ચા ગરમ આવી કે દૂધ સાકર વિનાનું આવ્યું, પ્રશંસાના શબ્દોથી કોકે આપણને નવાજી દીધા કે નિંદાના શબ્દોથી કોકે આપણને ઉતારી પાડ્યા. ઠંડકના કારણે ઊંઘ મસ્ત આવી કે ગરમીના કારણે ઊંઘમાં ખલેલ પહોંચી. ગુરુદેવે આપણી કદર કરી કે સહવર્તીઓએ આપણી ઉપેક્ષા કરી. બસ, આ પ્રત્યેક પ્રસંગોમાં પ્રભાવિત થતાં જ રહેવું, રાગથી ત કે દ્વેષથી, આનંદથી કે ઉદ્વેગથી, રતથી કે અતિથી. મનની આ નબળાઈ આપણને અધ્યાત્મજગતમાં આગળ શે વધવા દે ? આ જગત તો તમારી પાસે અપ્રભાવિત બન્યા રહેવાની બેઠી તાકાત માગે છે, નિમિત્તો ચાહે હિમાલયની ઠંડક જેવા હોય કે રણપ્રદેશની ગરમી જેવા હોય ! Page #31 -------------------------------------------------------------------------- ________________ સીધા જ પ્રવૃત્ત-નિવૃત્ત થાઈ જો સુવાસની અનુભૂતિ થાય છે અને માણસ અને માણવા જ લાગે છે. દુર્ગંધની અનુભૂતિ થાય છે અને માણસ વિના વિલંબે ત્યાંથી દૂર થઈ જાય છે. નથી એ અંગે એ કોઈ ચૂંથણા ચૂંથતો કે નથી એ અંગે કોઈ તર્કની જંજાળમાં પડતો. એક વાત યાદ કરાવું ? મનને રસ છે ચૂંથણા ચૂંથવામાં અર્થાત્ પોસ્ટમૉર્ટમમાં અને તર્ક કરતા રહેવામાં અર્થાત્ એનાલીસીસમાં. એટલું જ કહીશ કે આત્મહિતની જ્યાં પણ વાત આવે ત્યાં વચ્ચે મનને લાવ્યા વિના સીધા જ પ્રવૃત્ત થઈ જજો અને આત્મ અહિતની જ્યાં પણ સંભાવના દેખાય ત્યાં મનની કોઈ પણ દલીલ સાંભળ્યા વિના નિવૃત્ત થઈ જજો. ટૂંકમાં, એ ક્ષેત્રે મનને ન તો પોસ્ટમૉર્ટમ કરવા દેજો કે ન તો એનાલીસીસ કરવા દેજો. બહુ મોટો જંગ જીતી જશો. ૧ ધ્યાન હટાવી દો ધ્યાન લાગી જશે પ્રભુમાં ધ્યાન લગાવી દેવું છે એમ ને ? પદાર્થ પરથી ધ્યાન હટાવી લો. સ્વાધ્યાયમાં ધ્યાન લગાવી દેવું છે એમ ને? ગપ્પાંબાજી પરથી ધ્યાન હટાવી લો. તપશ્ચર્યામાં ધ્યાન લગાવી દેવું છે એમ ને ? અનુકૂળ વિષયો પરથી ધ્યાન હટાવી લો. ટૂંકમાં, ઉત્તમ પર ધ્યાન લગાવી દેવામાં સફળતા એને જ મળે છે કે જે અધમ પરથી ધ્યાન હટાવી લે છે. એક પગ પાંચમા પગથિયા પર રાખીને બીજા પગને છઠ્ઠા પગથિયા પર ગોઠવી દેવામાં સફળતા જરૂર મળી શકે છે પરંતુ મનના અડધા ભાગને પદાર્થપ્રેમી રહેવા દઈને બીજા અડધા ભાગને પરમાત્મપ્રેમી બનાવી દેવામાં તો કોઈ કાળે સફળતા મળવાની નથી. વાંચી છે ને આ પંક્તિ ? પ્રીતિ અનંતી પર થકી, જે તોડે તે જો’ ૨ Page #32 -------------------------------------------------------------------------- ________________ ભૂલનો બચાવ : દીવાલ છે ઈચ્છાને નિયમમાં બાંધી દો . છે. ભૂલ થઈ ગયા પછી કે ભૂલ કરી લીધા પછી જેણે પણ પોતાની એ ભૂલનો સ્વીકાર કરી લીધો છે એ આત્મા ગલત રસ્તે પ્રાયઃ ગયો નથી અને જેણે પણ પોતાની એ ભૂલનો બચાવ જ કર્યો છે એ આત્મા પ્રાયઃ સાચા રસ્તા પર ટકી શક્યો નથી. તપાસતા રહો મનનાં વલણને ભૂલ સ્વીકારી લેવાનું સાહસ એ ધરાવે છે કે પછી ભૂલનો બચાવ કરતા રહેવાની ધૃષ્ટતા જ એ દાખવતું રહે છે? શું કહું ? ક્ષેત્ર ચાહે સંસારનું હોય કે અધ્યાત્મનું હોય, જીવન ચાહે સંસારીનું હોય કે સંયમીનું હોય, વિકાસ માટેની અનિવાર્ય શરત આ જ છે. ભૂલ જ્યાં પણ થાય, જ્યારે પણ થાય, ત્યાં અને ત્યારે એની કબૂલાત કરી જ લો. કારણ કે ભૂલનો બચાવ એ તો એક એવી દીવાલ છે કે જે તમને નથી તો સમ્યફ જોવા દેતી કે નથી તો સમ્યક કરવા દેતી. વાચનાશ્રવણ પછી પણ, શાસ્ત્રવાંચન પછી પણ , સનિમિત્તોનાં સેવન પછી પણ અને સઆલંબનો દર્શન પછી પણ પ્રમાદત્યાગ માટે કે ધર્મસેવન માટે આપણા મનમાં કોઈ ભાવ એ જ ન ઊઠે એ હદની અપાત્રતા તો આપણામાં નથી જ આમ છતાં તે પ્રશ્ન એ ઊઠે છે કે પ્રમાદત્યાગ ક્ષેત્રે કે ધર્મસેવનક્ષેત્રે જીવનમાં છે હરણફાળ કેમ નથી અનુભવાતી ? એક કામ આપણે કરશું ? જ્યારે જ્યારે પણ પ્રમાદત્યાગ માટે કે ધર્મસેવન માટે મન તૈયાર થઈ જાય ત્યારે ત્યારે મનની એ ! કે ઇચ્છાને આપણે નિયમમાં બાંધી જ દઈએ. દોરામાં પરોવાઈ જતી સોયની ગુમ થઈ જવાની શક્યતા જ જો ખતમ થઈ જાય છે તો નિયમમાં બંધાઈ જતી અશુભના ત્યાગ જ માટેની અને શુભના સેવન માટેની ઇચ્છા નપુંસક બની રહેવાની || પ્ત શક્યતા પર પૂર્ણવિરામ મુકાઈ જાય છે. (૪) aRE Page #33 -------------------------------------------------------------------------- ________________ સંસાર : પૈસો બધે જ | અધ્યાત્મ : મોહ બધે જ બે નંબરમાં - પુણ્યબંધ કરી નહીં શકાય સંસારનું એક પણ ક્ષેત્ર પ્રાયઃ તમને એવું જોવા નહીં મળે કે જ્યાં પૈસો નહીં ઘૂસ્યો હોય. ચાહે ગાડી લો કે બંગલો લો, અનાજ લો કે સાબુ લો, કપડાં લો કે ટી.વી. લો, દાંતિયો લો કે બ્રશ લો. પૈસાનો પ્રવેશ એ દરેકમાં છે જ. પણ સબૂર ! મારે તો અહીં એક અલગ વાત કરવી છે. અધ્યાત્મજગતનો એક પણ યોગ એવો લાવો કે જેમાં મોહ ઘૂસી જવા તૈયાર થઈને ન બેઠો હોય. પછી એ યોગ ચાહે સ્વાધ્યાયનો હોય કે તપશ્ચર્યાનો હોય, પ્રવચનનો હોય કે લેખનનો હોય. વૈયાવચ્ચનો હોય કે ભક્તિનો હોય! આ ભયસ્થાનને હિસાબે જ તો અધ્યાત્મસારમાં સ્પષ્ટ લખી દીધું છે ‘અમે અધ્યાત્મ તો એને જ કહીએ છીએ કે જેમાંથી મોહનો અધિકાર ઊઠી જ ગયો હોય !” આપણી પાસે અધ્યાત્મનું સ્વામિત્વ ખરું ? કર્મજગતની એક વરવી વાસ્તવિકતાને મારે-તમારે અને આપણે સહુએ સતત આંખ સામે રાખવાની જરૂર છે. આ રહી એ વરવી વાસ્તવિકતા. પુણ્યકર્મને તમે બે નંબરમાં ઉદયમાં લાવી શકો છો પરંતુ પુણ્યકર્મનો બંધ તો તમે એક નંબરમાં જ કરી શકો છો. આનો અર્થ? આધાકર્મી ગોચરી લાવીને તમે પુણ્ય ઉદયમાં લાવી તો શકો છો પણ પુણ્ય બાંધવા માટે તો તમારે નિર્દોષ ગોચરીનાં શરણે જ જવું પડે છે. | માયાના સેવન દ્વારા ગુરુદેવ પાસે ધાર્યું કામ કરાવવામાં તમે સફળ તો બની શકો છો પરંતુ શુભકર્મના બંધ માટે તો તમારે સરળ જ રહેવું પડે છે. તપાસતા રહેજો મનને. એને આકર્ષણ શેનું છે? બે નંબરી પુણ્યોદયનું કે એક નંબરી પુણ્યબંધનું? Page #34 -------------------------------------------------------------------------- ________________ દૂષણ - પ્રદૂષણ : તુર્ત રોકો સમ્યક્ દેષ્ટિકોણહકારાત્મક અભિગમ છે ચાહે વાતાવરણનું પ્રદૂષણ છે કે ચાહે અંતઃકરણનું કોક દૂષણ છે, સનાતન સત્ય એ છે કે એને જો સમયસર રોકવામાં નથી આવતું તો એ વકરતું જ જાય છે અને અંતે વિનાશ નોતરીને જ રહે છે. પ્રદૂષણને તો આપણે એક વાર ગૌણ બનાવી દઈએ પરંતુ અંતઃકરણમાં વ્યાપેલાં ઈર્ષા, દ્વેષ, ક્રોધ, નકારાત્મક અભિગમ, આવેશ વગેરે દૂષણો અંગે આપણે આજે સચેત કેટલા ? સાવધ કેટલા? યાદ રાખજો. વર્તમાન જીવનમાં એ દૂષણોનો આપણે સર્વથા સફાયો તો નથી જ કરી શકવાના પરંતુ કમ સે કમ એ દૂષણોની માત્રા તો આપણે ઓછી કરી જ શકીએ છીએ. એ દૂષણોને વચનનું બળ ન આપવાનો સંકલ્પ તો આપણે કરી જ શકીએ છીએ. એ દૂષણોના પક્ષપાતથી તો મનને મુક્ત કરી જ શકીએ છીએ. એ દિશામાં આપણે પ્રયત્નશીલ ખરા? ખાલી કોથળાને લાખ પ્રયાસ પછી ય ઊભો નથી રાખી જ શકાતો. પેટ્રોલની ટાંકી ખાલી થઈ ગયા પછી લાખ પ્રયાસેય ગાડીને ચલાવી નથી શકતી. મન ઉત્સાહશુન્ય બની ગયા પછી આરાધનાની બધી જ અનુકૂળતાઓ છતાં ય સંયમજીવન ઊભું નથી જ રાખી છે શકાતું. આરાધનાની ગાડી આગળ નથી જ ધપાવી શકાતી. છે શું છે આ ઉત્સાહ ? હકારાત્મક અભિગમ અને સમ્યક્ દષ્ટિકોણ આ બંને જે એક પરિબળનું સર્જન કરે છે એનું નામ છે ઉત્સાહ. - હકારાત્મક અભિગમ ‘નથ’ ને બદલે ‘છે’ તરફ જ ધ્યાનને છે કેન્દ્રિત કરતું રહે છે અને સમ્યફ દૃષ્ટિકોણ ખરાબ' માં ય ‘સારું' || જ શોધતો રહે છે. જવાબ આપો. સંયમજીવનને જીવનના અંત સમય સુધી || કે તાજગીસભર રાખતો આ ઉત્સાહ આપણી પાસે હાજર ખરો ? Page #35 -------------------------------------------------------------------------- ________________ નિષ્ફળતા : પરિણામ નહીં પ્રયોગ સ્વાધ્યાયક્ષેત્રે પુરુષાર્થ તો આપણે જોરદાર કરીએ છીએ પણ સફળતા મળતી જ નથી. તપશ્ચર્યા ક્ષેત્રે સત્ત્વ તો આપણે જોરદાર ફોરવીએ છીએ પણ લમણે નિષ્ફળતા સિવાય બીજું કાંઈ જઝીકાતું નથી. ગુરુદેવના દિલમાં વાસ કરવા માટે આપણે તેઓશ્રીની ભક્તિ તો દિલ દઈને કરીએ છીએ પણ એમાં સફળતા મળતી જ નથી અને લમણે સતત ઝીંકાતી રહેતી નિષ્ફળતા મનને હતાશાની ગર્તામાં ધકેલતી રહે છે. કરવું શું ? એક જ કામ કરવાની જરૂર છે. નિષ્ફળતાને પરિણામ ન માનો પણ પ્રયોગ માનો. પરિણામનો અર્થ છે પૂર્ણવિરામ, જ્યારે પ્રયોગનો અર્થ છે અલ્પવિરામ. ‘પૂર્ણવિરામ’ પુરુષાર્થને ચાલુ નહીં રાખવા દે જ્યારે ‘અલ્પવિરામ' પુરુષાર્થને અટકવા નહીં દે. ટૂંકમાં, માન્યતા બદલો. ઘણું બધું બદલાઈ જશે. ->" se દુઃખ મળવું ન જોઈએ દુઃખ પહોંચવું ન જોઈએ ‘ગુરુદેવશ્રી પ્રત્યે મારા હૈયામાં ભારોભાર પ્રેમ છે એની માત્ર મને જ નહીં, ગુરુદેવને ખુદને ય ખબર છે અને છતાં એમના તરફથી મને દુઃખ મળતું જ રહે છે. ખબર નથી પડતી, આમ કેમ થાય છે ?’ આવી ફરિયાદ જ્યારે પણ મનમાં ઊઠે ત્યારે વિચારણા આપણે આ કરવાની છે કે – જેમને હું પ્રેમ કરું છું એમના તરફથી મને દુઃખ ન મળવું જોઈએ એમ નહીં પણ મારા તરફથી એમને દુઃખ પહોંચવું ન જોઈએ.' આ વિચારણા પર જ તો સાધ્વીજી મૃગાવતીશ્રી કેવળજ્ઞાન પામી ગયા છે ને ? આ વિચારણાના બળ પર જ ચંડ ુદ્રાચાર્યના શિષ્ય કેવળજ્ઞાન ઉપાર્જી શક્યા છે ને ? આવો, પ્રેમપાત્ર તરફથી આવતા મેરુ જેવડા દુઃખને સ્વીકારી લઈએ પણ અણુ જેટલું દુઃખ પણ આપણે એમને ન પહોંચાડીએ. 90 Page #36 -------------------------------------------------------------------------- ________________ સ્ટેશન મૈત્રીભાવનું વિચારેલું નથી મળતું ? | . કે ન વિચારેલું મળી ગયું છે?. જેમનામાં એક પણ દોષ નથી એવા વીતરાગ પરમાત્મા પ્રત્યે આપણા હૈયામાં જો સાચા અર્થમાં આપણે ભક્તિભાવ ઊભો કરવા માગીએ છીએ તો એનો ક્યારેય નિષ્ફળ ન જાય એવો ઉપાય આ છે કે જેઓના જીવનમાં સંખ્યાબંધ દોષો છે એવા આ જગતના જીવો પ્રત્યે આપણા હૈયામાં મૈત્રીભાવ ઊભો થઈ જાય. ટૂંકમાં, મુંબઈથી ટ્રેન દ્વારા શંખેશ્વર પહોંચવા માગનારે વચ્ચે જેમ વીરમગામ, વડોદરા કે અમદાવાદ પહોંચવું જ પડે છે તેમ વીતરાગ પ્રત્યેના ભક્તિભાવથી હૈયાને તરબતર રાખવા ઇચ્છતા સાધકે વચ્ચે જીવો પ્રત્યેના મૈત્રીભાવના સ્ટેશને ઊતરવું જ પડે છે. પૂછો મનને. મૈત્રીભાવના સરવાળા માટે એ તૈયાર ખરું ? ભક્તિભાવના ગુણાકાર સુધી તો જ પહોંચી શકાવાનું છે. છે જે-જે વિચારીએ છીએ તે-તે નથી મળતું એના દુઃખથી મન ક્યારેક ગ્રસ્ત થઈ પણ જતું હોય તો એ દુઃખને દૂર કરી દેવા એક || વિચારણા આપણે આ કરવાની જરૂર છે કે જે-જે ચીજોની આપણે જ વિચારણા પણ નહોતી કરી તેને ચીજો આ જીવનમાં આપણને ? મળી ગઈ છે એનો આનંદ આપણે શા માટે ન અનુભવીએ ? જવાબ આપો. કલ્પના ય કરી હતી ખરી આપણે કે આ ભવમાં આપણને જે સંયમજીવન મળશે ? સંયમજીવનમાં ગુરુદેવનો આપણને પ્રેમ છે. મળશે ? જ્ઞાનાવરણનો આવો સુંદર ક્ષયોપશમ આપણને ઉપલબ્ધ થશે ? જીવનમાં શક્તિઓનો આવો સુંદર ઉઘાડ થશે ? ટૂંકમાં, “જે વિચારીએ છીએ એ નથી મળતું” ના દુઃખથી જ મુક્ત થઈને “જે નહોતું વિચાર્યું એ મળી ગયું છે' ના આનંદને || છેઅનુભવતા રહીએ. મજા આવી જશે. Page #37 -------------------------------------------------------------------------- ________________ જીવન શેમાં ? ઉકળાટભાવમાં કે ઉપશમભાવમાં ? દોષ આળસનો એક હકીકતનું આપણે સતત આત્મનિરીક્ષણ કરતા રહેવાની જરૂર છે. આપણે જે પણ ગ્રુપમાં રહીને સંયમજીવનની આરાધના કરી રહ્યા છીએ એ ગ્રુપમાં આપણા માટે સહુની માનસિકતા કઈ છે? “આપણે હોઈએ હાજર છતાં સહુ ઇચ્છતા હોય આપણી ગેરહાજરી, એવી? કે પછી ક્યારેક આપણે હોઈએ ગેરહાજર અને છતાં સહુ ઇચ્છતા હોય આપણી હાજરી એવી ?” યાદ રાખજો, આ માનસિકતા જ નક્કી કરશે કે આપણે ઉકળાટભાવમાં જીવી રહ્યા છીએ કે પછી ઉપશમભાવમાં ? આપણી દોસ્તી સંક્લેશ સાથે છે કે પછી સમાધિ સાથે? દુર્ગતિમાં જવાનું આપણું પાકું છે કે પછી સતિગમન આપણું નિશ્ચિત છે? સાવધાન ! સાધનાના જીવનને નિદ્માણ બનાવી દેતો એક ભયંકર દોષ છે, આળસ. સંયોગો સાનુકૂળ, સામગ્રીઓ ઉપલબ્ધ, શરીર તંદુરસ્ત પણ મન સાવ જ ઠંડું. ન એને પ્રેરણા ગરમ કરી શકે કે ન એને શુભ આલંબન ઉત્તેજિત કરી શકે. ન એને સનિમિત્તો બેઠું કરી શકે કેન એને શાસ્ત્રપંક્તિઓ દોડતું કરી શકે. ન એને હિતશિક્ષા પ્રેરિત કરી શકે કે ન એને ગુરુદેવનું વાત્સલ્ય ઝંકૃત કરી શકે. શું થાય આવા આળસુ સંયમીનું ? શું થાય એ સંયમીના સંયમજીવનનું? શું થાય એ સંયમીના ભાવપ્રાણોનું? વાંચી છે આ શાસ્ત્રપતિ? નાયિક' શરીરના અગ્નિસંસ્કાર તો આયુષ્ય પૂર્ણ થયા પછી જ થાય છે પરંતુ પ્રમાદગ્રસ્ત સંયમી તો પ્રતિપળ મરતો જ હોય છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ દોષ અસંયમનો દોષ અધીરાઈનો સંયમજીવનને તાકાતહીન બનાવી દેતા એક જાલિમ દોષને આપણે બરાબર સમજી રાખવાની જરૂર છે. એ દોષનું નામ છે, અસંયમ. - બાલદીમાં જે હોનારત છિદ્ર સર્જે છે, એ જ હોનારત સંયમજીવનમાં ઇન્દ્રિયોનો અસંયમ સર્જે છે. પાંચે ય ઇન્દ્રિયોને જ્યાં જવું હોય ત્યાં જવા દેવી એનું નામ છે અસંયમ. કલ્પના કરો, એ મકાનનું થાય શું? કે જેની બધી જ બારીઓ ખુલ્લી પડી છે? એ બાલદીનું થાય શું? કે જેના તળિયે છિદ્રો જ છિદ્રો છે ? એ રથનું થાય શું? કે જેને જોડાયેલા ઘોડાઓ પર કોઈનો ય અંકુશ જ નથી ? ભૂલશો નહીં. ઇન્દ્રિયોનો અસંયમ વરસોના સંયમપર્યાયમાં એકઠી કરેલ તમામ શક્તિ-સગુણોનો સફાયો કરીને જ રહે છે. કેળવી લેશું આપણે ઇન્દ્રિયોનો સંયમ? સદ્યોગોના સેવનના પરિણામથી આપણને દૂર ધકેલી દેતો છે એક ભયંકર દોષ છે કે જેનું નામ છે, અધીરાઈ. હજારો-લાખો શ્લોકોના સ્વાધ્યાય કરી લીધો, મન સંલ્પ- 8 વિકલ્પોથી મુક્ત થશે ક્યારે ? વર્ધમાન તપની આટઆટલી ઓળીઓ ઝુકાવી દીધી, આહારસંન્નાનું જોર ઘટશે ક્યારે ? પ્રભુદર્શને આંખમાંથી આંસુઓ વહાવી દીધા. આંખના વિકારોમાં કડાકો છે બોલાશે ક્યારે ? દિલ દઈને ગુરુદેવની ભક્તિ કરી લીધી, # સ્વચ્છેદવૃત્તિમાં સફાયો બોલાશે ક્યારે ? બસ, જ્યાં આ ‘ક્યારે આવે છે, ત્યાં મન કાં તો શ્રદ્ધાહીન ! બની જાય છે અને કાં તો ઉત્સાહહીન બની જાય છે. છે આ પ્રાણઘાતક અસરથી સંયમજીવનને જો બચાવી લેવું છે જ | તો એક જ કામ કરો. અધીરા ન બનો. Page #39 -------------------------------------------------------------------------- ________________ દોષ અપેક્ષાનો વાસણ જ નાનું અને એમાં આખી નદીને ભરી દેવાની ઇચ્છા, સફળ બને ખરી ? બસ, સંયમજીવનને નીરસ બનાવી દેતો એક ખતરનાક દોષ છે અપેક્ષાનો. પુણ્ય પાતળું અને અનુકૂળતાઓની અપેક્ષા જાલિમ. સફળતા મળશે ? પુરુષાર્થ માયકાંગલો અને સદ્ગુણોના ઉઘાડની અપેક્ષા ભારે. સફળતા મળશે ? ના. સમાધિ ટકાવી રાખવા માટેનો એક વિકલ્પ છે. અપેક્ષા ઓછી કરી નાખો. સહુ પ્રત્યેના સદ્ભાવને ટકાવી રાખવાનો શ્રેષ્ઠ વિકલ્પ એક જ છે, અપેક્ષાઓને નિયંત્રિત કરી દો. મનનેસંક્લેશોથી ગ્રસ્ત બનતું બચાવી લેવાનો એક જ ઉપાય છે, અપેક્ષા પ્રત્યે લાલ આંખ કરી દો. દુર્ગતિના દરવાજે તાળાં લગાવી દેવાનો હાથવગો વિકલ્પ એક જ છે. અપેક્ષાઓનું બારમું કરી નાખો ! ૭૭ દોષ અદક્ષતાનો 99 99 સંયમજીવનને મૂલ્યહીન બનાવી દેતો એક ખતરનાક દોષ છે, અદક્ષતાનો. કયા સમયે, કયા સંયોગમાં, કયા સ્થળે, કઈ વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવો, કઈ આરાધનાને પ્રાધાન્ય આપવું, કયા યોગને ગૌણ બનાવવો એની કોઈ સમજ જ નહીં, એનું નામ છે અદક્ષતા. આવો સંયમી ઔચિત્યનું પાલન કરી જ નહીં શકે અને ઔચિત્યના પાલનના અભાવમાં એ લોકપ્રિય બની જ નહીં શકે. (ND) લોકપ્રિયતાના અભાવમાં ડગલે ને પગલે એની સમાધિ ખંડિત થતી જ રહેશે. યાદ રાખજો, કુશળ બેટ્સમૅને દરેક બૉલને જોઈને જ રમવાનું હોય છે તો દક્ષ સંયમીએ પરિસ્થિતિને સમજીને જ પોતાના સંયમજીવનને ઘડવાનું હોય છે. આવી દક્ષતા આપણામાં ખરી ? ૩૮. 9 Page #40 -------------------------------------------------------------------------- ________________ નિદ્રા આવે છે. સમાધિ રાખવી પડે છે બનીએ આહાર સંયમી સમાધિ અને નિદ્રા વચ્ચેનો એક મહત્તમ તફાવત ખ્યાલમાં છે ? નિદ્રા આપણે લાવી શકતા નથી, એ પોતાની મેળે આવી જાય છે, જ્યારે સમાધિ આપણી પાસે સામેથી આવતી નથી, આપણે રાખવી પડે છે. ટૂંકમાં, સામેથી આવે તેનિદ્રા અને આપણે રાખવી પડે તે સમાધિ. આનો અર્થ ? આ જ કે જાગૃતિ, સાવધગીરી અને અભ્યાસ નહીં હોય તો પ્રતિકૂળતામાં સમાધિ આપણે રાખી શકવાના નથી. જવાબ આપો. પ્રતિકૂળતાને સામે ચડીને આમંત્રણ આપતા રહીને સમાધિને અભ્યસ્ત કરતા રહેવાના અત્યારે આપણા પ્રયાસો ખરા ? સામેથી આવી ગયેલ પ્રતિકૂળતાઓને સ્વીકારી લઈને મનની સમાધિ ટકાવી રાખવામાં આજની તિથિએ આપણે સફળ ખરા? જો ના, તો કહું છું આપણું ભાવિ ખતરામાં છે કારણ કે સમાધિ એ જ તો સદ્ગતિના દરવાજા પર લાગેલ તાળાની ચાવી છે. સંયમજીવન આમ તો અનેક પ્રકારના સંદર્ભો લઈને બેઠું છે પણ આપણા સત્ત્વને આંખ સામે રાખીને પ્રાપ્ત સંયમજીવનને જો આપણે ચરિતાર્થ કરી દેવા માગીએ છીએ તો સૌપ્રથમ આપણે ‘આહાર સંયમ પર આપણું ધ્યાન કેન્દ્રિત કરી દેવાની જરૂર છે. તપશ્ચર્યા એ તો આહાર સંયમ છે જ પરંતુ એ તપશ્ચર્યાય જો ત્યાગપૂર્વકની છે તો તો એ આહાર સંયમને ચાર ચાંદ લાગી જાય તેમ છે. કદાચ ત્યાગના ક્ષેત્રેય આપણે સત્ત્વહીન પુરવાર થતા હોઈએ તો નિર્દોષ ગોચરીનો આગ્રહ પણ આહાર સંયમમાં આપણને સફળ બનાવી શકે તેમ છે અને એમાં ય આપણે જો બોદા પુરવાર થઈએ છીએ તો છેવટે પસંદગીનાં દ્રવ્યોનો આગ્રહ ન રાખીએ તો ય આપણે આહાર સંયમી બની શકીએ તેમ છીએ. આ બાબતમાં આપણે તૈયાર ખરા? Page #41 -------------------------------------------------------------------------- ________________ ' બનીએ વચન સંયમી રાખીએ. ઈન્દ્રિયસંયમ ‘સંયમ' નો અર્થ ખ્યાલમાં છે? સ્પષ્ટ ‘હા’ પણ નહીં, સ્પષ્ટ ‘ના’ પણ નહીં પણ વિવેકપૂર્વક ‘હા’ કે ‘ના’ કહેવાની તૈયારી એનું નામ સંયમ, મર્યાદાનો ખ્યાલ રાખીને પ્રવૃત્તિ-નિવૃત્તિને અમલી બનાવવાની તૈયારી એનું નામ સંયમ. આવો જ એક બીજા પ્રકારનો સંયમ છે, જેનું નામ છે. ‘વાણીસંયમ'. સાપેક્ષ યતિજીવન છે એટલે વાણીના અનુચ્ચારણરૂપ મૌનને કાયમ તો આપણે અપનાવી શકવાના નથી જ, બોલવું તો પડશે જ. સહવર્તીઓ સાથે અને ગૃહસ્થો સાથે પણ. પરંતુ એ વખતે આપણે અમલી બનાવતા રહીએ વાણીના સંયમને. અસત્યવચન નહીં. અહિતકારક વચન નહીં. આક્ષેપકારક કે આઘાતકારક વચન નહીં. અપ્રિય વચન નહીં. વિવેકપૂર્વકનું મધુર વચન. પથ્ય વચન. સત્યવચન. આ વાણીસંયમ આપણા સંયમજીવનમાં નિખાર લાવીને જ રહેશે. લગામ વિનાનો ઘોડો, અંકુશ વિનાનો હાથી, કરંડિયા જ વિનાનો સર્પ, કિનારા વિનાની નદી, તિજોરી વિનાનું ઝવેરાત, || આ બધાંય કેટલા બધા જોખમી અને કેટલા બધા અસલામત હશે એની તો ખબર નથી પણ જે સંયમીની ઇન્દ્રિયો સંયમમાં નથી, તે સ્વેચ્છાચારી છે એ સંયમી અન્ય જીવો માટે તો જોખમી છે જ પરંતુ || છે એની ખુદની જાત તો સર્વથા અસલામત છે. મોત વખતની એની સમાધિ જોખમમાં છે. પરલોકની એની સદ્ગતિ જોખમમાં છે. એના ભાવપ્રાણો મુશ્કેલીમાં છે. જે અધ્યવસાયોની એની વિશુદ્ધિ જોખમમાં છે. ભાવિનો અનંતકાળ | એનો જોખમમાં છે. આહાર સંયમ બરાબર. વાણીસંયમ બરાબર પણ એટલા જ માત્રથી આપણે રાજી નથી થઈ જવાનું. ઇન્દ્રિયસંયમ પણ આપણે || છે. કેળવીને જ રહેવાનું છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ કેળવીએ વિચારસંયમ યાત્રાસંપર્કથી સંબંધ તરફ ગાડીનું સ્ટીઅરિંગ વ્હીલ બરાબર, એના પર બેસવાર ડ્રાઇવર પણ બરાબર પણ એ ડ્રાઇવરનું મન જ જો ચંચળ અને બેકાબૂ તો ? આખી ગાડી ખાડામાં. શરીર નબગડે એ ખ્યાલ આપણે આહારસંયમી તો બન્યા, સંબંધ ન બગડે એ ખ્યાલ આપણે વાણીસંયમી પણ બન્યા. ગુડવીલમાં કડાકો ન બોલાઈ જાય એ ભયે આપણે ઇન્દ્રિયસંયમી પણ બન્યા પણ જેનો ખ્યાલ આપણને એકલાને જ આવે છે એ વિચારસંયમનું શું ? આજ્ઞાનિષિદ્ધ કે આજ્ઞાનિરપેક્ષ વિચારો જો આપણા મનમાં બે-રોક-ટોક ચાલ્યા જ કરતા હોય તો નિશ્ચિત સમજી રાખવું કે પ્રભુએ જેને સંયમજીવન કહ્યું છે એ સંયમજીવનથી તો આપણે લાખો યોજનો દૂર છીએ ! એ અપાયને આમંત્રણ આપતા અટકી જવું છે ? વિચારસંયમના આપણે સ્વામી બનીને જ રહીએ ! મુસાફરી દરમ્યાન વ્યક્તિને કોક સારા માણસનો સંપર્ક થઈ પણ જાય છે તો ય એ વ્યક્તિ એ સારા માણસ સાથે સતત સંપર્કમાં રહીને એ સંપર્કને સંબંધમાં રૂપાંતરિત કરીને જ રહે છે. જવાબ આપો. પુણ્યકર્મ સાથે આપણો કેવળ સંપર્ક જ છે કે એ સંપર્કને આપણે સંબંધમાં રૂપાંતરિત કરી જ દીધો છે? શું કહું ? કેવળ પુણ્યકર્મનો બંધ એ છે સંપર્કની ભૂમિકા અને પુણ્યકર્મનો અનુબંધ એ છે સંબંધની ભૂમિકા. મોક્ષમાર્ગ પર મુકાતા કદમમાં પુણ્યકર્મ આપણને જો સહાયક લાગી રહ્યું છે તો એની કસોટી આ એક જ છે, એની સાથે આપણે સતત સંપર્કમાં ખરા? એકાદ વખતના સંપર્કને સંબંધમાં રૂપાંતરિત કરી દેવા આપણે સતત પ્રયત્નશીલ ખરા? Page #43 -------------------------------------------------------------------------- ________________ યાત્રા સંબંધથી અનુબંધ તરફ અનિચ્છા છતાં લબાડ માણસના સંપર્કમાં આવી જવાનું દુર્ભાગ્ય વ્યક્તિના લમણે ઝીંકાઈ જાય એ બને પણ એ લબાડ સાથેના સંપર્કને વ્યક્તિ સંબંધમાં તો રૂપાંતરિત ન જ થવા દે ને ? પાપકર્મ કેવું ? આત્માને લમણે દુઃખોની વણઝાર ઝીંકવાનું જ એનું કામ. આત્માને એના સ્વભાવથી સતત દૂર જ રાખતા રહેવાનું એનું કામ. આવા પાપકર્મ સાથે આપણો પનારો પડી પણ જાય તો ય એ પાપકર્મ સાથે આપણો સંબંધ તો સ્થાપિત ન જ થઈ જવો જોઈએ ને ? યાદ રાખજો. કેવળ પાપકર્મનો બંધ એ છે સંપર્કનું સ્તર જ્યારે પાપકર્મનો અનુબંધ એ છે સંબંધનું સ્તર. પક્ષપાતરહિત કેવળ કાયાના સ્તરે સેવાતું પાપકર્મ એ પાપબંધનું કારણ જરૂર બનશે પણ જો એમાં પક્ષપાત મનનો, ભળી ગયો તો એ પાપના અનુબંધનું કારણ બની જશે. સાવધાન ! ૮૫ ———. કલહ કારણ ૧. રુચિભેદ ચપ્પુ અને કાતરને, તલવારને અને મશીનગનને, ટી.વી.ને અને પૈસાને ‘અધિકરણ’ માનવા તો મન તૈયાર છે પરંતુ આપણે એ સતત ખ્યાલમાં રાખવાનું છે કે શાસ્ત્રકારો તો ‘ક્લહ’ને પણ અધિકરણ જ કહે છે. પ્રશ્ન એ છે કે કલહના પાકનાં બીજ કયાં છે? કલહના કાર્યનાં કારણો કયાં છે? પ્રથમ કારણ છે કલહનું, ‘રુચિભેદ’. મારી રુચિ સ્વાધ્યાયની છે, સામાની રુચિ તપશ્ચર્યાની છે. મારી રુચિ વિહારમાં છે, સામાની રુચિ સ્થિરતામાં છે. મારી રુચિ વાતચીતમાં છે, સામાની રુચિ મૌનમાં છે. મને વાચનામાં રસ છે, સામાને અનુપ્રેક્ષામાં રસ છે. જો આપણી આંખ સામે આત્માનો ભૂતકાલીન સંસ્કારોનો વારસો નથી, કર્મોની વિષમતાનો આપણને અંદાજ નથી તો આ રુચિભેદ સામી વ્યક્તિ સાથે કલહ કરાવીને જ રહે એવી પૂરી શક્યતા છે. સાવધાન ! ર (U) Page #44 -------------------------------------------------------------------------- ________________ કલહ કારણ ૨. વિચારભેદ કલહ કારણ ૩. આગ્રહ કલહનું બીજા નંબરનું કારણ છે ‘વિચારભેદ'. કબૂલ, સામાની અને આપણી રુચિ સમાન જ છે પરંતુ વિચારોમાં ભારે ભેદ છે. મને એમ લાગે છે કે ગાથા સવારના જ ગોખવી જોઈએ, સામાને એમ લાગે છે કે સવારનો સમય શાસ્ત્રવચનમાં જ કાઢવો જોઈએ. સંયમજીવનમાં એકાસણા ટકી રહે એ જ મહત્ત્વનું છે એમ મને લાગે છે. સામાને એમ લાગે છે કે વર્ધમાનતપની ઓળીઓ ઉપર ઓળીઓ ઝુકાવતા જ રહેવું જોઈએ. મને એમ લાગે છે કે પ્રતિક્રમણ એકદમ શાંતિથી કરવું જોઈએ. સામાને એમ લાગે છે કે પ્રતિક્રમણમાં સ્તવન-સઝાય ટૂંકા જ બોલવા કલહનું ત્રીજા નંબરનું કારણ છે “આગ્રહ'. એ આગ્રહ પછી આરાધનાના ક્ષેત્રનો પણ હોઈ શકે અને વ્યવસ્થાના ક્ષેત્રનો પણ હોઈ શકે, વિહારયાત્રા અંગેનો પણ હોઈ શકે અને સ્થિરતા અંગેનો પણ હોઈ શકે, ગોચરી-પાણી અંગેનો પણ હોઈ શકે કે સંઘાટક અંગેનો પણ હોઈ શકે. નમતું જોખવાની તૈયારી જ નહીં. જતું કરવાની વૃત્તિ જ નહીં. ઝૂકી જવાનો સ્વભાવ જ નહીં. સામી વ્યક્તિની મજબૂરી તરફ નજર જ નહીં. જીવોની કર્મપરવશતા-સંસ્કારાધીનતાને સમજવા જેટલી ઉદાત્તવૃત્તિ જ નહીં. આવી પ્રકૃતિ આગ્રહવૃત્તિને જન્મ આપીને સામી વ્યક્તિ સાથે કલહ પેદા ન કરાવે તો જ આશ્ચર્ય. જયાં આગ્રહ ત્યાં વિગ્રહ અને જ્યાં વિગ્રહ ત્યાં ઉપશમભાવની સ્મશાનયાત્રા. જ્યાં ઉપશમભાવની વિદાય ત્યાં સંયમજીવનનું બારમું ! સાવધાન ! જોઈએ. મન જો સહિષ્ણુ નહોય, સામી વ્યક્તિની વિચારણા પ્રત્યે ઉદાર ન હોય તો આ વિચારભેદ કલહ સર્જીને જ રહે એ શંકા વિનાની વાત છે. સાવધાન ! Page #45 -------------------------------------------------------------------------- ________________ કલહ કારણ ૪. સ્વાર્થવૃત્તિ કલહનું ચોથા નંબરનું કારણ છે ‘સ્વાર્થવૃત્તિ’. બધાય પાસેથી પોતાના સ્વાર્થનાં કાર્યો જ કરાવતા રહેવાનું. સંબંધો સ્વાર્થપુષ્ટિ માટે જ બાંધવાના અને સ્વાર્થ પુષ્ટ થઈ ગયા બાદ સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દેવાનું. સ્વાર્થ ઘવાતો દેખાય એ જ પળે કોઈની ય સાથે તડાફડી કરી દેવાની તૈયારી રાખવાની. આવી સ્વાર્થવૃત્તિ ન તો સંબંધને સ્થિર થવા દે કે ન તો સબંધને વિશુદ્ધ બનવા દે. ન તો આપણને લોકપ્રિય બનવા દે કે ન તો આપણને શાંતપ્રિય બનવા દે. ન તો આપણને વિશ્વાસપાત્ર બનવા | દે કે ન તો આપણને પ્રેમપાત્ર બનવા દે. તપાસતા રહેજો જીવનશૈલીને. કામ પતી જતાંની સાથે જ ઓળખાણ-પિછાણનો સંબંધ ખતમ કરી દેતી જીવનશૈલી જો આપણી પ્રકૃતિ બની ગઈ હોય તો નિશ્ચિત સમજી રાખવું કે કલહના ભડકાઓ આપણા જીવનમાં થતા જ રહેવાના છે. સાવધાન ! 91 ૮૯ કલહ કારણ ૫. ગેરસમજ કલહનું પાંચમા નંબરનું કારણ છે, ‘ગેરસમજ’, વ્યક્તિના અમુક પ્રકારના વ્યવહારને જોઈને, એ વ્યવહારના આગળપાછળના સંદર્ભોને જોયા-જાણ્યા વિના, સમજ્યા-સાંભળ્યા વિના, એના ઊંડાણમાં ગયા વિના, એને બોલવાની કે ખુલાસો કરવાની તક આપ્યા વિના સીધી એની સાથે એ વ્યવહાર અંગે તડાફડી કરી દેવી એ કલહ ન સર્જે તો બીજું સર્જે પણ શું ? મનની એક ખતરનાક પ્રકૃતિ ખ્યાલમાં છે ? જેના પ્રત્યે એ દ્વેષ કે દુર્ભાવ લઈને બેઠું છે, પૂર્વગ્રહ કે ગલત ધારણાઓ લઈને બેઠું છે એના પ્રત્યેક વ્યવહાર પર એ ગેરસમજ કરતું જ રહે છે. એની સાથે લડી લેવાની તક જાણે કે એ શોધતું જ હોય છે. યાદ રાખજો, ખુલ્લી આંખે પણ જો ગલત દર્શન થઈ શકે છે તો સામી વ્યક્તિના ન દેખાતા મનને ન્યાય આપવાનું તો આપણું ગજુ જ ક્યાં છે ? સાવધાન ! Page #46 -------------------------------------------------------------------------- ________________ ખતરનાક દોષ ૧. ઉત્સુકતા સંયમજીવનમાં આત્માના ભાવપ્રાજ્ઞોની કતલ કરી નાખતા અતિ ખતરનાક જે ત્રણ દોષો છે એમાંનો સૌથી ખતરનાક દોષ કોઈ હોય તો એ દોષ છે, ઉત્સુકતાનો. બહારનું બધું જ જાણવાનું અને જોવાની ઉત્સુકતા. આજુબાજુમાં જે પણ વાતો થતી હોય એ સાંભળવાની ઉત્સુકતા. જે દીવાલની પાછળ શું બની રહ્યું છે એ જોવાની ઉત્સુકતા. કોકના જીવનમાં બની ગયેલ નબળી વાતોમાં ઊંડા ઊતરવાની ઉત્સુકતા. વાંચી છે આચારાંગસૂત્રની આ પંક્તિ ? ‘ઘેલા વરસ્ય વૃત્તાન્તે મૂળન્યવધિરોપમા: તમારા સાધનાજીવનને તમે સાચવી લેવા માગો છો? એક કામ કરો. અન્યની ચેષ્ટા માટે તમે મૂંગાઆંધળા અને બહેરા બની જાઓ. બસ, આનું જ નામ છે અનુત્સુકતા. આપણે આપણામાં ઠરશું ખરા ? ૯૧ ખતરનાક દોષ ૨. મનની ચંચળતા વરસોના સંયમપર્યાય પછી ય સંતોષજનક પરિણામ આપણી અનુભૂતિનો વિષય જો નથી બન્યું તો એમાં એક ભારે દોષના આપણે શિકાર બની ગયા છીએ. એ દોષનું નામ છે, મનની ચંચળતા. સતત ખદબદી રહેલ પાણીમાં આપણને આપણું પ્રતિબિંબ દેખાય ? ભટકી રહેલ મન સાથે કોઈ ખેલાડી સેન્ચ્યુરી લગાવી શકે ? સતત કંપી રહેલ હાથ સાથે કોઈ વેપારી ચેક પર સહી કરી શકે ? જો ના, તો મનની ચંચળતા સાથે થતી સાધના આપણને એકાદ પણ નક્કર અને સમ્યક્ પરિણામ અનુભવવા દે ખરી ? હરિંગજ નહીં. યાદ રાખજો. સંયમજીવનની પ્રાપ્તિ શુદ્ધ મનથી થાય છે પરંતુ પ્રાપ્ત સંયમજીવનની સફળતા માટે તો સ્થિર મન જ જરૂરી છે. કર્મો [કાગળ] ને બાળી નાખવા છે ? મન [સૂર્યનાં કિરણો] ને સ્થિર [કેન્દ્રિત] કરી દો. ફાવી જશો. ૯૨ Page #47 -------------------------------------------------------------------------- ________________ re. ખતરનાક દોષ L. ૩. શક્તિનો અપવ્યય નિમિત્ત બળવાન કે ઉપાદાન ? ગૃહસ્થજીવનને રફેદફે કરી દેતો ગૃહસ્થનો એક દોષ છે જો સંપત્તિનો દુર્વ્યય તો સંયમજીવનને રફેદફે કરી દેતો એક ખતરનાક દોષ છે શક્તિનો અપવ્યય. નીચે જોઈને ચાલતા આંખોને જેટલે દૂર સુધી લઈ જવાની પ્રભુની આજ્ઞા છે એનાથી વધુ દૂર સુધી જોતા રહેવું, આડું-અવળું જોતા રહેવું, નિષિદ્ધ દૃશ્યો પર આંખો સ્થિર કરતા રહેવી એ છે આંખોની શક્તિનો અપવ્યય. આવું પાંચેય ઇન્દ્રિયો માટે અને મન માટે ય સમજી રાખવું. તપાસતા રહો, જે-જે ક્ષેત્રોમાં શક્તિઓ વપરાઈ રહી છે તે તે શક્તિઓનું પ્રમાણ. સવ્યય દેખાઈ રહ્યો છે કે દુર્બય? સદુપયોગ દેખાઈ રહ્યો છે કે પછી દુરુપયોગ? યાદ રાખજો , વ્યર્થમાં વપરાતી શક્તિઓ સાર્થકની પ્રાપ્તિથી આપણને વંચિત કરીને જ રહે છે ! છે ક્યારેક ક્યારેક મનમાં એક પ્રકારની દ્વિધા ઊભી થઈ જાય છે છે કે આપણા જીવનવિકાસમાં નિર્ણાયક કોણ? ગુરુદેવશ્રી કે આપણે પોતે જ? ગુરુદેવની ઉપસ્થિતિ આપણને અધ્યવસાયોની વિશુદ્ધિએ R લઈ જાય છે કે પછી આપણાં પોતાના હૃદયના શુભભાવો જ એ છે પાવન ઊંચાઈની સ્પર્શના આપણને કરાવે છે? આ દ્વિધાના સંતોષકારકસમાધાન માટે આપણે અલગ અલગ છે અભિગમોને સહેજ વ્યવસ્થિત સમજી લેવાની જરૂર છે. કારણ કે એ અભિગમોને સમજી લીધા વિના નહીં તો આપણે ગુરુતત્ત્વની છે અનિવાર્યતા સમજી શકીએ કે નહીં તો આપણે આપણી ખુદની જવાબદારી સમજી શકીએ. જીભ સરસ છે પરંતુ જો સાકર જ નથી તો કરશું શું? સાકર ઉપલબ્ધ છે પણ જીભ જ બગડેલી છે તો કરશું શું? જ Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉપસ્થિતિ અનુપસ્થિતિવત્ ગુરુદેવ પર પ્રેમ સાકર સામે જ હોવા છતાં જીભ જ બગડેલી છે. સાકરમાં રહેલ મીઠાશનો અનુભવ ક્યાંથી થવાનો? - ગુરુદેવ સામે જ છે. સંયમજીવનની બધી જ આરાધનાઓ આપણે એઓશ્રીની નિશ્રામાં રહીને જ કરીએ છીએ, એમની આજ્ઞાનું પાલન પણ કરીએ છીએ આપણે. એમની ભક્તિમાં ય કોઈ કચાશ રાખતા નથી. આપણે પણ સબૂર !! એઓશ્રી પ્રત્યે હૃદયનું કોઈ જ આંતરિક જોડાણ નથી. એઓશ્રી પ્રત્યેના બહુમાનભાવથી હૃદય સર્વથા શૂન્ય છે. એઓશ્રીનાં દર્શન-વંદન કે સ્પર્શનમાં લેશ સંવેદનશીલતાની અનુભુતિ આપણને નથી. જો આ સ્થિતિ છે આપણાં હૃદયની તો સમજી રાખવું કે આપણા માટે ગુરુદેવની ઉપસ્થિતિ અનુપસ્થિતિવત્ છે. કરશું બધું જ, પામશું કાંઈ જ નહીં સાકર સરસ છે તો સાથોસાથ જીભ પણ સરસ છે. મીઠાશની અનુભૂતિ થવાની બાબતમાં પછી કોઈ શંકા જ ક્યાં રહે છે ? ગુરુદેવશ્રી તો હાજર છે જ પરંતુ હૃદયમાં એઓશ્રી પ્રત્યેનો બહુમાનભાવ પણ હાજર છે. અને એટલે જ ગુરુદેવની ઉપસ્થિતિમાં આપણે આનંદ અનુભવીએ છીએ, ક્યારે ક કોક કારણસર ગુરુદેવશ્રીથી દૂર રહેવું પડે છે તો એઓશ્રીની અનુપસ્થિતિમાં આપણે વેદના પણ અનુભવીએ છીએ. પણ સબૂર ! આ મનોવૃત્તિનું સ્તર છે, ગુરુદેવ પરના પ્રેમનું. આત્મવિકાસ જરૂર પણ એની માત્રા મર્યાદિત. અધ્યવસાયોની વિશુદ્ધિ ખરી પણ એની ઊંચાઈ મર્યાદિત. હૃદય ભીનું ખરું પણ સગુણોના ઉઘાડની લીલાશ એકદમ તીવ્ર નહીં! Page #49 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવ પર ગાઢ પ્રેમ ગુરુદેવ પર શુદ્ધ પ્રેમ - કિ સાકર તો હાજર છે જ, જીભ પણ સરસ છે જ પરંતુ સાથોસાથ રુચિ પણ જોરદાર છે. દૂધ કેટલું બધું સ્વાદિષ્ટ લાગે એ સમજી શકાય તેમ છે. ગુરુદેવના પાવન સાનિધ્યમાં રહેવાનું સદ્ભાગ્ય તો મળ્યું જ છે પરંતુ હૈયામાં ગુરુદેવશ્રી પ્રત્યે સદ્ભાવ પણ છે અને સાથોસાથ એમને આરાધી લેવાની તલપ પણ હૃદયમાં જોરદાર છે. આમ છતાં ક્યારેક કારણવશાત્ ગુરુદેવશ્રીથી દૂર રહેવાનું પણ બને છે. છતાં એઓશ્રીની ઉપસ્થિતિમાં જેવી મસ્તી અનુભવાય છે. એવી જ મસ્તી અનુપસ્થિતિમાં પણ અનુભવાય છે. આ મનોવૃત્તિનું સ્તર છે, ગુરુદેવશ્રી પરના ગાઢ પ્રેમનું. પ્રસન્તાનું અને મસ્તીનું, વિશુદ્ધિનું અને આનંદનું જાણે કે જીવનમાં પૂર આવતું હોવાનું અનુભવાય! આપણે આવા ગાઢ પ્રેમના સ્વામી ખરા? શરીરની અવસ્થા ચાહે નિદ્રાની છે કે જાગરણની છે, તે ચાલવાની છે કે દોડવાની છે, બેસવાની છે કે ઊઠવાની છે, હર || અવસ્થામાં શ્વાસોશ્વાસ જેમ ચાલતા જ રહે છે તેમ ગુરુદેવશ્રી જ ઉપસ્થિતિ છે કે અનુપસ્થિત છે. આપણે ગુરુદેવની સાથે છીએ કે તે ગુરુદેવથી દૂર છીએ, પ્રસન્નતાનું અને વિશુદ્ધિનું સ્તર જો દિન- ] છે પ્રતિદિન વધી રહ્યું છે, હૃદયની સંવેદનશીલતા અને દિલની # | કરુણાÁતા જો સતત વધી જ રહી છે તો સમજી રાખવું કે ગુરુદેવશ્રી || પરના આપણા પ્રેમનું સ્તર એકદમ શુદ્ધ છે. આવો, આપણા ગુરુદેવશ્રી પરના પ્રેમને આપણે ગાઢ | બનાવીએ. ત્યાંથી આગળ વધીને શુદ્ધ બનાવીએ. એક દિવસ [T છે આપણા જીવનમાં એવો આવીને ઊભો રહેશે કે એ શુદ્ધ પ્રેમ છે આપણને પરમગુરુનો સંયોગ કરાવીને જ રહેશે. Page #50 -------------------------------------------------------------------------- ________________ આ જીવન પણ નિષ્ફળ ન જ જવું જોઈએ મોક્ષમાર્ગ તો સીધો જ છે, પણ મન વાંકું છે. કોઈ પણ પળે ક્યાંય પણ ફંટાઈ જતાં એને વાર નથી લાગતી. બસ, આ જ કારણસર અનંત અનંત સંયમજીવનો આપણાં નકામાં ગયા છે, નિરર્થક ગયાં છે, નિષ્ફળ ગયાં છે. આ જીવન પણ એ નિષ્ફળ જીવનમાં એક જીવનનો ઉમેરો કરનારું ન બની રહે એ ખ્યાલે અહીં મારા મંદ ક્ષયોપશમાનુસાર શાસ્ત્રાધારે કેટલાક વિકલ્પો રજૂ કર્યા છે. મેં ખુદે આ વિકલ્પોનું લખાણ કરતાં અનેરો આનંદ અનુભવ્યો છે. આશા રાખું છું કે અનેક પૂજ્યો આ લખાણ વાંચતા એવો જ આનંદ અનુભવશે.. બજારમાં જબરદસ્ત તેજી હોવા છતાં આળસુ બની રહેતા દીકરાને બાપ આ જ પ્રશ્ન પૂછે ને કે “અત્યારે જો તું નથી કમાતો તો પછી કમાઈશ ક્યારે ?" સંસારક્ષેત્રમાં સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ અને સર્વોચ્ચ કહી શકાય એવું સંયમજીવન હાથમાં આવી ગયા પછી ય આપણે જો પ્રમાદના શિકાર બન્યા રહીને એને આરાધી લેવામાં ટૂંકા પડી રહ્યા છીએ તો પ્રભુ ય આપણને આ જ પ્રશ્ન પૂછી રહ્યા છે, તો પછી ક્યારે ?" વિકલ્પોની આ રજૂઆતમાં ક્યાંય પણ શ્રીજિનાજ્ઞા વિરુદ્ધ લખાણ લખાઈ ગયું હોય તો એનું હું અંતઃકરણપૂર્વક મિચ્છા મિ દુક્કડું માગું છું. આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ