________________
નિષ્ફળતા :
પરિણામ નહીં પ્રયોગ
સ્વાધ્યાયક્ષેત્રે પુરુષાર્થ તો આપણે જોરદાર કરીએ છીએ પણ સફળતા મળતી જ નથી. તપશ્ચર્યા ક્ષેત્રે સત્ત્વ તો આપણે જોરદાર ફોરવીએ છીએ પણ લમણે નિષ્ફળતા સિવાય બીજું કાંઈ જઝીકાતું નથી. ગુરુદેવના દિલમાં વાસ કરવા માટે આપણે તેઓશ્રીની ભક્તિ તો દિલ દઈને કરીએ છીએ પણ એમાં સફળતા મળતી જ નથી અને લમણે સતત ઝીંકાતી રહેતી નિષ્ફળતા મનને હતાશાની ગર્તામાં ધકેલતી રહે છે. કરવું શું ?
એક જ કામ કરવાની જરૂર છે. નિષ્ફળતાને પરિણામ ન માનો પણ પ્રયોગ માનો. પરિણામનો અર્થ છે પૂર્ણવિરામ, જ્યારે પ્રયોગનો અર્થ છે અલ્પવિરામ. ‘પૂર્ણવિરામ’ પુરુષાર્થને ચાલુ નહીં રાખવા દે જ્યારે ‘અલ્પવિરામ' પુરુષાર્થને અટકવા નહીં દે. ટૂંકમાં, માન્યતા બદલો. ઘણું બધું બદલાઈ જશે.
->"
se
દુઃખ મળવું ન જોઈએ દુઃખ પહોંચવું ન જોઈએ
‘ગુરુદેવશ્રી પ્રત્યે મારા હૈયામાં ભારોભાર પ્રેમ છે એની માત્ર
મને જ નહીં, ગુરુદેવને ખુદને ય ખબર છે અને છતાં એમના તરફથી
મને દુઃખ મળતું જ રહે છે. ખબર નથી પડતી, આમ કેમ થાય છે ?’
આવી ફરિયાદ જ્યારે પણ મનમાં ઊઠે ત્યારે વિચારણા આપણે આ કરવાની છે કે –
જેમને હું પ્રેમ કરું છું એમના તરફથી મને દુઃખ ન મળવું જોઈએ એમ નહીં પણ મારા તરફથી એમને દુઃખ પહોંચવું ન જોઈએ.'
આ વિચારણા પર જ તો સાધ્વીજી મૃગાવતીશ્રી કેવળજ્ઞાન પામી ગયા છે ને ? આ વિચારણાના બળ પર જ ચંડ ુદ્રાચાર્યના શિષ્ય કેવળજ્ઞાન ઉપાર્જી શક્યા છે ને ?
આવો, પ્રેમપાત્ર તરફથી આવતા મેરુ જેવડા દુઃખને સ્વીકારી લઈએ પણ અણુ જેટલું દુઃખ પણ આપણે એમને ન પહોંચાડીએ.
90