________________
'
બનીએ વચન સંયમી
રાખીએ. ઈન્દ્રિયસંયમ
‘સંયમ' નો અર્થ ખ્યાલમાં છે? સ્પષ્ટ ‘હા’ પણ નહીં, સ્પષ્ટ ‘ના’ પણ નહીં પણ વિવેકપૂર્વક ‘હા’ કે ‘ના’ કહેવાની તૈયારી એનું નામ સંયમ, મર્યાદાનો ખ્યાલ રાખીને પ્રવૃત્તિ-નિવૃત્તિને અમલી બનાવવાની તૈયારી એનું નામ સંયમ.
આવો જ એક બીજા પ્રકારનો સંયમ છે, જેનું નામ છે. ‘વાણીસંયમ'. સાપેક્ષ યતિજીવન છે એટલે વાણીના અનુચ્ચારણરૂપ મૌનને કાયમ તો આપણે અપનાવી શકવાના નથી જ, બોલવું તો પડશે જ. સહવર્તીઓ સાથે અને ગૃહસ્થો સાથે પણ. પરંતુ એ વખતે આપણે અમલી બનાવતા રહીએ વાણીના સંયમને.
અસત્યવચન નહીં. અહિતકારક વચન નહીં. આક્ષેપકારક કે આઘાતકારક વચન નહીં. અપ્રિય વચન નહીં. વિવેકપૂર્વકનું મધુર વચન. પથ્ય વચન. સત્યવચન. આ વાણીસંયમ આપણા સંયમજીવનમાં નિખાર લાવીને જ રહેશે.
લગામ વિનાનો ઘોડો, અંકુશ વિનાનો હાથી, કરંડિયા જ વિનાનો સર્પ, કિનારા વિનાની નદી, તિજોરી વિનાનું ઝવેરાત, || આ બધાંય કેટલા બધા જોખમી અને કેટલા બધા અસલામત હશે એની તો ખબર નથી પણ જે સંયમીની ઇન્દ્રિયો સંયમમાં નથી, તે
સ્વેચ્છાચારી છે એ સંયમી અન્ય જીવો માટે તો જોખમી છે જ પરંતુ || છે એની ખુદની જાત તો સર્વથા અસલામત છે.
મોત વખતની એની સમાધિ જોખમમાં છે. પરલોકની એની સદ્ગતિ જોખમમાં છે. એના ભાવપ્રાણો મુશ્કેલીમાં છે. જે અધ્યવસાયોની એની વિશુદ્ધિ જોખમમાં છે. ભાવિનો અનંતકાળ | એનો જોખમમાં છે.
આહાર સંયમ બરાબર. વાણીસંયમ બરાબર પણ એટલા જ માત્રથી આપણે રાજી નથી થઈ જવાનું. ઇન્દ્રિયસંયમ પણ આપણે || છે. કેળવીને જ રહેવાનું છે.