________________
આપણે છદ્મસ્થ છીએ : ભૂલ થવાની જ છે
.
-
દોષદેષ્ટિ : | મનની કચરાપેટી
દ િ
‘હું ભૂલ કરું જ નહીં' આ માન્યતાનો શિકાર જે પણ આત્મા બની જાય છે એની જીવનશૈલી આગળ જતાં ‘હું ભૂલ કબૂલ કરું જ નહીં' એવી બની ગયા વિના નથી રહેતી. અને આવી જાલિમ જીવનશૈલી ‘હું ભૂલ સુધારું નહીં” માં રૂપાંતરિત થયા વિના નથી જ રહેતી.
સતત યાદ રાખીએ આપણે કે જેના જીવનમાં ભૂલ થાય જ નહીં એવા વીતરાગ આપણે નથી પરંતુ ભૂલ થવાની સંભાવના જેના જીવનમાં ડગલે ને પગલે છે એવા છબસ્થ છીએ આપણે.
આ સ્થિતિમાં આભોગથી કે અનાભોગથી ભૂલ થઈ પણ જાય તોય તુર્ત એની માફી માગી લઈએ. ભૂલની માફી માત્ર ભૂલને જ નહીં માફ કરે, નવી ભૂલની શક્યતાને ય ખતમ કરી નાખશે.
કચરાપેટી !
કેરીના ગોટલાય એમાં જોવા મળે તો મરેલા ઉંદરોનાં શરીરો || ય એમાં નિહાળવા મળે. હાડકાંઓ શોધી રહેલ કૂતરાઓ ય એમાં જ જોવા મળે તો ગંધાઈ ઊઠેલા એઠવાડો ય એમાં જોવા મળે ! આવી ' કચરાપેટીની નજીક આપણે ફરકીએ પણ નહીં. એની બાજુમાંથી છે પસાર થવાનું કદાચ બને જ તો ય ત્યાંથી પસાર થતી વખતે નાક છે આડું કપડું રાખી દઈએ.
મનની એક જ કચરાપેટી છે જેનું નામ છે દોષદૃષ્ટિ ! ત્યાં ન { તમને કયા દોષો જોવા ન મળે એ પ્રશ્ન છે. કોના દોષો જોવા ન મળે એ પ્રશ્ન છે.
કમાલનું દુ:ખદ આશ્ચર્ય એ છે કે આ કચરાપેટી આપણું સર્જન છે છે. આપણી પસંદગી છે. આપણું આકર્ષણ છે. આપણે સંયમી || એ છીએ કે પછી....?