________________
શાસ્ત્રજ્ઞાન : સંવેદનશીલતા કેવી ?
એ વ્યક્તિ છીએ, આપણે પોતે જ
ઠંડી સખત હતી. સહવર્તી મુનિવર આખી રાત જાગતાં રહ્યા છતાં સવારે એમના ચહેરા પર પ્રસન્નતા જ નિહાળતાં એમને પૂછી લીધું.
‘ઊંઘ ન આવી એનું દુઃખ ?’ ના. જરાય નહીં. આખી રાત સ્વાધ્યાય સરસ થયો.” આ હતો એમનો જવાબ.
સંસારના ક્ષેત્રમાં જ્ઞાન ના ક્ષેત્રે સતત આગળ વધી રહેલા અથવા તો આગળ વધી ચૂકેલા કોઈ પણ યુવકના હૃદયમાં તમે ડોકિયું કરી જોજો . તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે ત્યાં સંવેદનશીલતાનાં નામે કશું જ બચ્યું નથી. જેમ જેમ ભણતર વધતું ગયું, એનાં હૃદયમાં રહેલ સંવેદનશીલતામાં કડાકો બોલાતો ગયો.
આપણે તો સંયમી છીએ. આપણે જે જ્ઞાન મેળવી રહ્યા છીએ એ જ્ઞાનને તો ‘સમ્યફ’નું વિશેષણ મળેલું છે.
તપાસવાનું એટલું જ છે કે શાસ્ત્રજ્ઞાનક્ષેત્રે જેમ જેમ આપણે વિકાસ સાધતા જઈએ છીએ તેમ તેમ આપણી સંવેદનશીલતા શૂન્ય બનતી જાય છે કે પછી સૂક્ષ્મ અને શુદ્ધ બનતી જાય છે ?
ગણધર ભગવંત ગૌતમસ્વામીની સંવેદનશીલતાને આપણે કસોટીનો પથ્થર બનાવી દઈએ તો કેમ ?
ગોચરીમાં બધું ય બરાબર હતું માત્ર દાળમાં મીઠું થોડુંક ઓછું હતું. હું વ્યથિત હતો. સહવર્તીએ મને કારણ પૂછ્યું,
‘આજે દાળ બેકાર આવી' આ મારો જવાબ હતો.
સાચું કહું ? આ સંસારમાં એક જ વ્યક્તિ આપણને સુખી કે દુઃખી કરી શકે છે. અને એ વ્યક્તિ છીએ આપણે પોતે જ. સંયમજીવનનાં આટલાં વરસોના પર્યાય પછી આ સત્ય આપણને સમજાઈ ગયું છે ખરું?
()