________________
AL
આપણે પૂફરીડર કે પછી નિંદક ?
મૂચ્છનું ક્ષેત્ર નાનું સંયમીનું સુખ મોટું .
ન.
પ્રૂફરીડરની નજર ભલે પુસ્તકમાં રહી ગયેલ ભૂલો તરફ જ હોય છે છતાં લેખક એ ભૂલો જોવા માટે અને એ ભૂલોને પકડી પાડવા માટે પૂફરીડરને સામે ચડીને પૈસા આપતો રહે છે.
કારણ ?
પ્રૂફરીડર પુસ્તકમાં રહી ગયેલ ભૂલો માત્ર જોતો જ નથી, સુધારી પણ દે છે.
કોઈનાય જીવનમાં સેવાતો પ્રમાદ આપણી નજરે ચડી ગયા પછી અન્ય કોક સમક્ષ આપણે એની રજૂઆત કદાચ કરી બેસીએ પણ છીએ તો ય આપણને ‘પ્રૂફરીડર'નું ગૌરવ મળે તેવી આપણી વૃત્તિ-પ્રવૃત્તિ હોય છે કે પછી ‘નિંદક'નું કલંક મળે તેવી વૃત્તિ-પ્રવૃત્તિ હોય છે ?
યાદ રાખજો . જો આપણે પૂફરીડર છીએ તો કોકના કલ્યાણમિત્ર છીએ પણ જો નિંદકછીએ તો જાતના જ અકલ્યાણમિત્ર છીએ.
સંસારી દુઃખી હોય છે એનું કારણ એ નથી કે એનું પુણ્ય જ છે | માયકાંગલું હોય છે. ના. એનું મુખ્ય કારણ એ છે કે એનું મૂર્છાનું || $ ક્ષેત્ર ખૂબ વિશાળ હોય છે.
પરિવાર પર મૂચ્છ, સંપત્તિ પર મૂર્છા, બંગલા પર મૂચ્છ. તે ગાડી પર મૂર્છા, ધંધા પર મૂચ્છ. અરે ! ઝાડુ પર પણ મૂચ્છ. ] B સંયમી સુખી હોય છે એનું કારણ એ નથી કે એનું પુણ્ય છે | પ્રચંડ હોય છે. એનું મુખ્ય કારણ એ છે કે મૂચ્છનું એનું ક્ષેત્ર બહુ || જ નાનું હોય છે.
ન ભક્ત પર મૂ. ન ગોચરીનાં દ્રવ્યો પર મૂચ્છ. ન 7 ઉપકરણ પર મૂર્છા કે ન શરીર પર મૂચ્છ. ન અહં પર મૂર્છા કે ન ! વસતિ પર મૂચ્છ.
તપાસજો હૃદયને, મૂચ્છની અલ્પતા આપણા આનંદનું કારણ || બની રહી છે કે પુણ્યજનિત અનુકૂળતા?