________________
ભૂલદર્શન બંધ - તો જ આત્મીયસંબંધ સ્થિર
મૂચ્છનો દોષ : આવરણના દોષ કરતાં મોટો |
સંયમજીવનને રસહીન બનાવી દેવાનું કામ જો “આવરણ' કરે છે તો સંયમજીવનને કસહીન બનાવી દેવાનું કામ ‘મૂચ્છ”
સંયમજીવનમાં આપણે જેમની પણ સાથે આત્મીય સંબંધના નાતે જોડાશું ચાહે એ પછી ગુરુદેવશ્રી હોય કે સહવર્તી મુનિ ભગવંતો હોય - એ તમામ હોવાના તો છદ્મસ્થ જ ને? જો હા. તો એમના જીવનમાં ભૂલો થતી જ રહેવાની ને? એમનામાં રહેલ ભૂલો આપણને દેખાતી જ રહેવાની ને ? જો હા, તો પછી જવાબ આપો.
એ ભૂલોનાં દર્શને એમના પ્રત્યે આપણા હૈયામાં દુર્ભાવ ઊભો કરવાની બેવકૂફી આપણે કરીએ છીએ શા માટે ? કરિયાતાના સેવને કડવાશની અનુભૂતિ થાય એને આપણે જો દુર્થાન વિના સ્વીકારી લઈએ છીએ તો છદ્મસ્થ સાથેના સંબંધમાં એમનામાં દેખાતી છદ્મસ્થતા આપણે દુર્ભાવ વિના સ્વીકારી લઈએ એમાં જ મૈત્રીભાવને જીવંત રાખવાનાં બીજ પડ્યા છે.
આવરણનો દોષ આપણને સમ્યફ બોધથી વંચિત રાખી દેતો હોય છે તો મૂચ્છનો દોષ આપણા બોધને સક્રિય બનવા દેવાથી દૂર કરી દેતો હોય છે.
પણ સબૂર !
આવરણનો દોષ એટલો ખતરનાક નથી કે જે આપણી સમાધિ માટે કે સદ્ગતિ માટે બાધક બની શકતો હોય પણ મૂચ્છનો દોષ તો એટલો જાલિમ છે કે જે આપણને પ્રાયઃ દુર્ગતિમાં રવાના કરીને જ રહેતો હોય છે.
માતુષ મુનિ ‘આવરણ' છતાં કેવળજ્ઞાન પામી શક્યા છે. અનંતા ચૌદ પૂર્વીઓ તીવ્ર ક્ષયોપશમ છતાં મૂચ્છના પાપે નિગોદમાં રવાના થઈ ગયા છે. સાવધાન !
(૯).