________________
કલહ કારણ ૨. વિચારભેદ
કલહ કારણ ૩. આગ્રહ
કલહનું બીજા નંબરનું કારણ છે ‘વિચારભેદ'. કબૂલ, સામાની અને આપણી રુચિ સમાન જ છે પરંતુ વિચારોમાં ભારે ભેદ છે. મને એમ લાગે છે કે ગાથા સવારના જ ગોખવી જોઈએ, સામાને એમ લાગે છે કે સવારનો સમય શાસ્ત્રવચનમાં જ કાઢવો જોઈએ. સંયમજીવનમાં એકાસણા ટકી રહે એ જ મહત્ત્વનું છે એમ મને લાગે છે. સામાને એમ લાગે છે કે વર્ધમાનતપની ઓળીઓ ઉપર ઓળીઓ ઝુકાવતા જ રહેવું જોઈએ. મને એમ લાગે છે કે પ્રતિક્રમણ એકદમ શાંતિથી કરવું જોઈએ. સામાને એમ લાગે છે કે પ્રતિક્રમણમાં સ્તવન-સઝાય ટૂંકા જ બોલવા
કલહનું ત્રીજા નંબરનું કારણ છે “આગ્રહ'. એ આગ્રહ પછી આરાધનાના ક્ષેત્રનો પણ હોઈ શકે અને વ્યવસ્થાના ક્ષેત્રનો પણ હોઈ શકે, વિહારયાત્રા અંગેનો પણ હોઈ શકે અને સ્થિરતા અંગેનો પણ હોઈ શકે, ગોચરી-પાણી અંગેનો પણ હોઈ શકે કે સંઘાટક અંગેનો પણ હોઈ શકે.
નમતું જોખવાની તૈયારી જ નહીં. જતું કરવાની વૃત્તિ જ નહીં. ઝૂકી જવાનો સ્વભાવ જ નહીં. સામી વ્યક્તિની મજબૂરી તરફ નજર જ નહીં. જીવોની કર્મપરવશતા-સંસ્કારાધીનતાને સમજવા જેટલી ઉદાત્તવૃત્તિ જ નહીં.
આવી પ્રકૃતિ આગ્રહવૃત્તિને જન્મ આપીને સામી વ્યક્તિ સાથે કલહ પેદા ન કરાવે તો જ આશ્ચર્ય.
જયાં આગ્રહ ત્યાં વિગ્રહ અને જ્યાં વિગ્રહ ત્યાં ઉપશમભાવની સ્મશાનયાત્રા. જ્યાં ઉપશમભાવની વિદાય ત્યાં સંયમજીવનનું બારમું ! સાવધાન !
જોઈએ.
મન જો સહિષ્ણુ નહોય, સામી વ્યક્તિની વિચારણા પ્રત્યે ઉદાર ન હોય તો આ વિચારભેદ કલહ સર્જીને જ રહે એ શંકા વિનાની વાત છે. સાવધાન !