SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ “શું ન વિચારાય ?' એની જાણકારી ખરી ? અહોભાવ દ્વારા કદ વધારી દઈએ આરાધનાનું _ ક સંયમજીવનમાં શું ન કરાય ? એની જાણકારી પણ આપણી પાસે છે અને એના શક્ય અમલ માટે આપણે પ્રયત્નશીલ પણ છીએ. આ જીવનમાં શું ન બોલાય ? એની સમજ પણ આપણી પાસે છે અને સાવધગીરીપૂર્વક એના અમલ માટે આપણે પ્રયત્નશીલ છીએ પણ સબૂર ! આ જીવનમાં શું ન વિચારાય ? એની પર્યાપ્ત જાણકારી આપણી પાસે છે ખરી ? જેટલી પણ જાણકારી આપણી પાસે છે એનો શક્ય અમલ આપણા જીવનમાં ચાલુ છે ખરો? જો, આ બાબતનો સંતોષજનક પ્રત્યુત્તર અંતઃકરણમાંથી ન ઊઠતો હોય તો એટલું જ કહીશ કે સેકંડના કાંટામાં ઊભી થયેલ ગરબડ મિનિટના અને કલાકના કાંટાને વ્યવસ્થિત ચાલવા દે એ વાતમાં કોઈ માલ નથી. હું શું કહેવા માગું છું, એ તમે સમજી ગયા હશો. આરાધના ભલે ને સાવ નાની છે. જે યોગનું આપણે સેવન છે કરી રહ્યા છીએ એ સદ્યોગ ભલે ને સાવ નાનો છે. એને મોટો અને || 8 મહાન બનાવી દેવા જો આપણે માગીએ છીએ તો એનો શ્રેષ્ઠ વિકલ્પ છે એ છે કે એ યોગ પ્રત્યેના આપણા હૃદયના અહોભાવને આપણે તે પરાકાષ્ટાએ લઈ જતા રહીએ. સાહીનું ટીપું નાનું જ હોય છે ને? પણ ફેલાય છે જો એ છે બ્લૉટિંગ પેપર પર, તો પછી જોઈ લો એની વિરાટતા. કદાચ સંપૂર્ણ || બ્લૉટિંગ પેપર પર એ પોતાનું સામ્રાજ્ય સ્થાપી દે છે. શું કહું? આરાધનાનું કદ જો ૧નું છે તો એ આરાધના પ્રત્યેના | અહોભાવનું કદ નું છે. ૧ની બાજુમાં મૂકી દો. સીધી ૧ની [T 8 તાકાત દસગણી વધી જશે. આરાધના પ્રત્યેનો અહોભાવ વધારી છે દો. આરાધનાની તાકાત દસગણી વધી જશે.
SR No.008942
Book TitleTo Pachi Kyare
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & Inspiration
File Size160 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy