________________
11g
શ્રેષ્ઠતમા વિકલ્પ આ જ છે
પુણ્યને પરણાવી જ દેજો
સર્વગુણસંપન્ન અને સર્વદોષમુક્ત બનવાના પરમોચ્ચ સભાગ્યને આપણે ક્યારે વરશું, એની તો આપણને કોઈ જાણકારી નથી પરંતુ એ દિશામાં આપણે જો પા પા પગલી ભરવા માંગીએ છીએ તો એનો નાનકડો પણ ક્યારેય નિષ્ફળ ન જાય એવો એક વિકલ્પ આપણે આંખ સામે રાખવા જેવો છે. આ રહ્યો એ વિકલ્પ.
‘ગુણ ગમ્યા એટલે ગુણ મળ્યા જ સમજો’
અને ‘દોષ ખટક્યા એટલે
દોષ ગયા જ સમજો” આપણી મનોવૃત્તિ તો કમ સે કમ આપણે આવી બનાવી શકીએ છીએ ને? જો આટલી નાની બાબતમાં ય આપણે સફળ બની ગયા તો નિશ્ચિત સમજી રાખવું કે સમ્યફ મનોવૃત્તિનો આ બીજનો ચન્દ્ર આવતી કાલે પૂર્ણિમાનો ચાંદ બનીને જ રહેવાનો છે.
જીવનની સમાપ્તિ પછી ય ભવાંતરમાં આપણે જ્યાં પણ જઈએ ત્યાં આપણી સાથે આવે અને આપણી રક્ષા કરતા રહે એવા પરિબળના આ જીવનમાં સ્વામી બની જવું છે ?
એક કામ ખાસ કરીએ. પુણ્યને ભૂલેચૂકેય બ્રહ્મચારી ન રાખીએ. અર્થાતુ પુણ્યને સદ્બુદ્ધિ સાથે પરણાવી જ દઈએ. પુણ્ય
ક્યારેય સદ્બુદ્ધિ સાથે છૂટાછેડા ન લઈ લે એની ખાસ તકેદારી રાખીએ. પુણ્યની હાજરીમાં સદ્દબુદ્ધિનું મરણ ન થઈ જાય એ અંગે સતત સાવધ રહીએ.
પરિણામ આનું એ આવશે કે વિવાહિત પુણ્ય નવા નવા પુણ્યને જન્મ આપતું જ રહેશે અને એ સાનુબંધ પુણ્ય ભવાંતરમાં સાથે આવીને આત્માને છેક પરમગતિ સુધી પહોંચાડનારું બની રહેશે. સાવધગીરી રાખશું આપણે આ બાબતમાં ?