________________
તૃષ્ણા કૃતજ્ઞ જ રહેવાની છે
ક્ષતિથી જરૂર દૂર રહીએ પણ..
આપણે કૃતન કોને ગણીએ ? જેને તમે ગમે તેટલું આપો છતાંય જે સતત માંગ માંગ જ કર્યા કરે, જે મળ્યું એનો ઉપકાર માને નહીં અને ક્યારેક ન આપો તો તમને જે હેરાન કર્યા વિના રહે નહીં એને જ કૃતદન માનો ને?
જો હા, તો દિલની દીવાલ પર કોતરી રાખજો કે જિંદગીના અંત સમય સુધી તૃષ્ણા કૃતઘ્ન જ રહેવાની છે.
એની માંગ પર ક્યારેય પૂર્ણવિરામ આવતું જ નથી. હંમેશાં અલ્પવિરામ જ આવ્યા કરે છે.
તૃષ્ણાના આ સ્વભાવને આંખ સામે રાખ્યા વિના સંયમજીવનમાં જામી જવામાં સફળતા મળવી સો ટકા સંદિગ્ધ છે. કારણ કે સંયમજીવન ‘પૂર્ણવિરામ' પર જ જામે છે જ્યારે તૃષ્ણા ‘અલ્પવિરામ’ પર જ જીવે છે. સંયમજીવનને જીવતું રાખીને જીતાડવું છે ? તૃષ્ણાને હરાવતા રહીને ખતમ કરી નાખો.
ક્ષતિથી દૂર રહેવા સતત પ્રયત્નશીલ બન્યા રહીએ એ તો | બરાબર જ છે પણ ભૂલેચૂકે જો ક્ષતિ કાઢનારથી આપણે દૂર થઈ ગયા છે તો સમજી રાખવું કે આપણું સંયમજીવન ખતરામાં છે.
કારણ ?
અહંને પરદોષદર્શનમાં જ રસ છે, સ્વદોષદર્શન સાથે તો || છે અહંને નહાવા-નિચોવાનો ય સંબંધ નથી. અરે, એને તો સ્વદોષ છે બચાવમાં રસ છે.
આનો અર્થ ? આ જ કે આપણી ક્ષતિ, આપણો પ્રમાદ, જ આપણા દોષો આપણને તો દેખાવાના જ નથી, કદાચ દેખાશે તો તે
યુ આપણે એને સુધારવાના નથી. હવે જો એ ક્ષતિઓ દેખાડનારથી જે ય આપણે દૂર થઈ ગયા તો એ બધી જ ક્ષતિઓ-દોષો આપણામાં જ
એમ જ રહી જવાના. એ ક્ષતિઓ અને એ દોષો આપણાં જીવનને રફેદફે કરતા જ રહેવાના ! સાવધાન ! ક્ષતિ કાઢનારની નજીક છે. રહો. ક્ષતિઓ દૂર થઈ જશે.