________________
ખતરનાક દોષ ૧. ઉત્સુકતા
સંયમજીવનમાં આત્માના ભાવપ્રાજ્ઞોની કતલ કરી નાખતા અતિ ખતરનાક જે ત્રણ દોષો છે એમાંનો સૌથી ખતરનાક દોષ કોઈ હોય તો એ દોષ છે, ઉત્સુકતાનો.
બહારનું બધું જ જાણવાનું અને જોવાની ઉત્સુકતા. આજુબાજુમાં જે પણ વાતો થતી હોય એ સાંભળવાની ઉત્સુકતા. જે દીવાલની પાછળ શું બની રહ્યું છે એ જોવાની ઉત્સુકતા. કોકના જીવનમાં બની ગયેલ નબળી વાતોમાં ઊંડા ઊતરવાની ઉત્સુકતા.
વાંચી છે આચારાંગસૂત્રની આ પંક્તિ ? ‘ઘેલા વરસ્ય વૃત્તાન્તે મૂળન્યવધિરોપમા: તમારા સાધનાજીવનને તમે સાચવી લેવા માગો છો? એક કામ કરો. અન્યની ચેષ્ટા માટે તમે મૂંગાઆંધળા અને બહેરા બની જાઓ. બસ, આનું જ નામ છે અનુત્સુકતા. આપણે આપણામાં ઠરશું ખરા ?
૯૧
ખતરનાક દોષ
૨. મનની ચંચળતા
વરસોના સંયમપર્યાય પછી ય સંતોષજનક પરિણામ આપણી અનુભૂતિનો વિષય જો નથી બન્યું તો એમાં એક ભારે દોષના આપણે શિકાર બની ગયા છીએ. એ દોષનું નામ છે, મનની ચંચળતા.
સતત ખદબદી રહેલ પાણીમાં આપણને આપણું પ્રતિબિંબ દેખાય ? ભટકી રહેલ મન સાથે કોઈ ખેલાડી સેન્ચ્યુરી લગાવી શકે ? સતત કંપી રહેલ હાથ સાથે કોઈ વેપારી ચેક પર સહી કરી શકે ? જો ના, તો મનની ચંચળતા સાથે થતી સાધના આપણને એકાદ પણ નક્કર અને સમ્યક્ પરિણામ અનુભવવા દે ખરી ? હરિંગજ નહીં.
યાદ રાખજો.
સંયમજીવનની પ્રાપ્તિ શુદ્ધ મનથી થાય છે પરંતુ પ્રાપ્ત સંયમજીવનની સફળતા માટે તો સ્થિર મન જ જરૂરી છે. કર્મો [કાગળ] ને બાળી નાખવા છે ? મન [સૂર્યનાં કિરણો] ને સ્થિર [કેન્દ્રિત] કરી દો. ફાવી જશો.
૯૨