________________
અહંકારને FROM - લખ્યા વિના ચેન નહીં.
દર્પણ : શોભા વધારવા કે સુધારવા ?
એક નક્કર વાસ્તવિકતા ખ્યાલમાં છે ખરી ? અહંકારને પ્રેમપાત્રપર ટપાલ લખવામાં કોઈ જ વાંધો નથી પણ એટપાલના કવર પર To લખવાની સાથે FROM લખ્યા વિના એને ચેન જ નથી પડતું.
મુશ્કેલી આમાં એ સર્જાય છે કે ટપાલ પ્રેમપાત્ર પર પહોંચે છે જરૂર પરંતુ એ કવર પર લખાયેલ FROMના કારણે એ ટપાલનું જે ગજબનાક પરિણામ આવવું જોઈએ એ પરિણામથી અહંકાર વંચિત રહી જાય છે.
જમાલિ મહાવીર પર પ્રેમ કરી તો શક્યા પણ FROM લખવાથી જાતને દૂર રાખી ન શક્યા. ‘મને આમ લાગે છે' FROM ને સૂચવતી આ માન્યતાએ એમની ટપાલ મહાવીરે વાંચી તો ખરી પણ જમાલિને એનો કોઈ પ્રત્યુત્તર ન મળ્યો. સાવધાન !
દર્પણના ઉપયોગમાં બે સંભાવના છે. મુખની શોભા વધારવા માટે ય એનો ઉપયોગ થઈ શકે છે તો મુખની શોભા સુધારવા માટે ય એનો ઉપયોગ થઈ શકે છે. એકમાં અહં પુષ્ટ થાય છે તો બીજામાં મુખ વ્યવસ્થિત થાય છે.
આમ જોવા જઈએ તો આત્મનિરીક્ષણમાં ય બે સંભાવના ધરબાયેલી છે. સ્વજીવનમાં રહેલા સદ્ગુણો અને સુકૃતો જોતા રહીને અહં પુષ્ટ પણ કરી શકાય છે તો સ્વજીવનમાં રહેલ દોષો-દુર્ગુણોદુષ્કાર્યો-પ્રમાદની આધીનતા વગેરે જોઈને સંયમજીવનને એ તમામથી મુક્ત કરવા પ્રયત્નશીલ પણ બની શકાય છે.
આત્મનિરીક્ષણ જરૂર કરીએ પણ એના દ્વારા આત્મદ્રવ્યને નિર્મળ જ બનાવીએ, નિર્મળ જ રાખીએ. અને એ રીતે કાયમ માટે નિર્મળ પદના ભોક્તા બની જઈએ.