________________
ભૂલનો બચાવ :
દીવાલ છે
ઈચ્છાને નિયમમાં બાંધી દો
.
છે.
ભૂલ થઈ ગયા પછી કે ભૂલ કરી લીધા પછી જેણે પણ પોતાની એ ભૂલનો સ્વીકાર કરી લીધો છે એ આત્મા ગલત રસ્તે પ્રાયઃ ગયો નથી અને જેણે પણ પોતાની એ ભૂલનો બચાવ જ કર્યો છે એ આત્મા પ્રાયઃ સાચા રસ્તા પર ટકી શક્યો નથી.
તપાસતા રહો મનનાં વલણને ભૂલ સ્વીકારી લેવાનું સાહસ એ ધરાવે છે કે પછી ભૂલનો બચાવ કરતા રહેવાની ધૃષ્ટતા જ એ દાખવતું રહે છે?
શું કહું ?
ક્ષેત્ર ચાહે સંસારનું હોય કે અધ્યાત્મનું હોય, જીવન ચાહે સંસારીનું હોય કે સંયમીનું હોય, વિકાસ માટેની અનિવાર્ય શરત આ જ છે. ભૂલ જ્યાં પણ થાય, જ્યારે પણ થાય, ત્યાં અને ત્યારે એની કબૂલાત કરી જ લો. કારણ કે ભૂલનો બચાવ એ તો એક એવી દીવાલ છે કે જે તમને નથી તો સમ્યફ જોવા દેતી કે નથી તો સમ્યક કરવા દેતી.
વાચનાશ્રવણ પછી પણ, શાસ્ત્રવાંચન પછી પણ , સનિમિત્તોનાં સેવન પછી પણ અને સઆલંબનો દર્શન પછી પણ પ્રમાદત્યાગ માટે કે ધર્મસેવન માટે આપણા મનમાં કોઈ ભાવ એ જ ન ઊઠે એ હદની અપાત્રતા તો આપણામાં નથી જ આમ છતાં તે
પ્રશ્ન એ ઊઠે છે કે પ્રમાદત્યાગ ક્ષેત્રે કે ધર્મસેવનક્ષેત્રે જીવનમાં છે હરણફાળ કેમ નથી અનુભવાતી ?
એક કામ આપણે કરશું ? જ્યારે જ્યારે પણ પ્રમાદત્યાગ માટે કે ધર્મસેવન માટે મન તૈયાર થઈ જાય ત્યારે ત્યારે મનની એ ! કે ઇચ્છાને આપણે નિયમમાં બાંધી જ દઈએ.
દોરામાં પરોવાઈ જતી સોયની ગુમ થઈ જવાની શક્યતા જ જો ખતમ થઈ જાય છે તો નિયમમાં બંધાઈ જતી અશુભના ત્યાગ જ
માટેની અને શુભના સેવન માટેની ઇચ્છા નપુંસક બની રહેવાની || પ્ત શક્યતા પર પૂર્ણવિરામ મુકાઈ જાય છે.
(૪)
aRE