________________
મનને હંમેશાં તાજું રાખી શકાય છે
કોઈ દવા, કોઈ ભોજન, કોઈ કસરત, કોઈ વ્યાયામ કે કોઈ રસાયણ આ જગતમાં એવા શોધાયા નથી કે જે સમય પસાર થવા છતાં ક્ષીણ બનતું અટકાવી શક્યા હોય શરીરને.
ના. વયવૃદ્ધિ સાથે શરીરની ક્ષીણતા નિશ્ચિત જ છે એમાં કોઈ જ અપવાદ નથી.
પણ સબૂર !
શરીરની ગમે તેવી ક્ષીણતા છતાં ય મનને આપણે કોઈ પણ વયે તાજું, સશક્ત અને ઉત્સાહસભર રાખી શકીએ છીએ જો એને આપણે પ્રભુવચનોની સમ્યક્ સમજથી ભાવિત બનાવવામાં સફળ બનીએ છીએ તો !
આવો, આ જીવનની વધુમાં વધુ પળો આપણે જિનવચનોને આપતા રહીએ. આકર્ષણ એનું જ. રસ એનો જ. આનંદ એનો જ. પાગલપન એનું જ. જુઓ પછી મનના ક્ષેત્રે કેવો ચમત્કાર સર્જાય છે ?
સ્થ
૫૧
R
મન જાણી લઈએ મન વાળી દઈએ
સમર્પણને સમજવા માટે આમ તો અનેક પ્રકારનાં નિરીક્ષજ્ઞો
છે પણ એમાંનું એક સરળ નિરીક્ષણ આ છે.
‘ઉપકારીનું મન જાણી લીધા પછી આપણું મન વાળી દઈએ એ છે મસ્ત સમર્પણ.'
આપણને તપશ્ચર્યા ગમે છે. ઉપકારી ઇચ્છે છે કે સ્વાધ્યાયમાં આપણે પ્રગતિ કરીએ. બસ, આપણાં મનને આપણે સ્વાધ્યાય માટે તૈયાર કરી દઈએ.
આપણને આનંદ આવે છે સ્વાધ્યાયમાં. ગ્લાન સેવામાં આપણને જોડાયેલા જોવા ઇચ્છે છે ઉપકારી. બસ, ગ્લાનસેવાને આપણે આત્મસાત્ કરી દઈએ.
શું કહું ? રસ્તો વળે છે અને ગાડીનો ડ્રાઇવર એ બાજુ ગાડીને વાળતો રહે છે. ગુરુદેવનું મન જે યોગ તરફ વળે છે, એ યોગ તરફ આપણાં મનને વાળતા રહીએ. સંયમજીવનની પ્રાપ્તિ સાર્થક બની જશે.
પર