________________
ગુરુદેવ પર ગાઢ પ્રેમ
ગુરુદેવ પર શુદ્ધ પ્રેમ
-
કિ
સાકર તો હાજર છે જ, જીભ પણ સરસ છે જ પરંતુ સાથોસાથ રુચિ પણ જોરદાર છે. દૂધ કેટલું બધું સ્વાદિષ્ટ લાગે એ સમજી શકાય તેમ છે.
ગુરુદેવના પાવન સાનિધ્યમાં રહેવાનું સદ્ભાગ્ય તો મળ્યું જ છે પરંતુ હૈયામાં ગુરુદેવશ્રી પ્રત્યે સદ્ભાવ પણ છે અને સાથોસાથ એમને આરાધી લેવાની તલપ પણ હૃદયમાં જોરદાર છે. આમ છતાં ક્યારેક કારણવશાત્ ગુરુદેવશ્રીથી દૂર રહેવાનું પણ બને છે.
છતાં એઓશ્રીની ઉપસ્થિતિમાં જેવી મસ્તી અનુભવાય છે. એવી જ મસ્તી અનુપસ્થિતિમાં પણ અનુભવાય છે. આ મનોવૃત્તિનું સ્તર છે, ગુરુદેવશ્રી પરના ગાઢ પ્રેમનું. પ્રસન્તાનું અને મસ્તીનું, વિશુદ્ધિનું અને આનંદનું જાણે કે જીવનમાં પૂર આવતું હોવાનું અનુભવાય! આપણે આવા ગાઢ પ્રેમના સ્વામી ખરા?
શરીરની અવસ્થા ચાહે નિદ્રાની છે કે જાગરણની છે, તે ચાલવાની છે કે દોડવાની છે, બેસવાની છે કે ઊઠવાની છે, હર || અવસ્થામાં શ્વાસોશ્વાસ જેમ ચાલતા જ રહે છે તેમ ગુરુદેવશ્રી જ ઉપસ્થિતિ છે કે અનુપસ્થિત છે. આપણે ગુરુદેવની સાથે છીએ કે તે ગુરુદેવથી દૂર છીએ, પ્રસન્નતાનું અને વિશુદ્ધિનું સ્તર જો દિન- ] છે પ્રતિદિન વધી રહ્યું છે, હૃદયની સંવેદનશીલતા અને દિલની # | કરુણાÁતા જો સતત વધી જ રહી છે તો સમજી રાખવું કે ગુરુદેવશ્રી || પરના આપણા પ્રેમનું સ્તર એકદમ શુદ્ધ છે.
આવો, આપણા ગુરુદેવશ્રી પરના પ્રેમને આપણે ગાઢ | બનાવીએ. ત્યાંથી આગળ વધીને શુદ્ધ બનાવીએ. એક દિવસ [T છે આપણા જીવનમાં એવો આવીને ઊભો રહેશે કે એ શુદ્ધ પ્રેમ છે
આપણને પરમગુરુનો સંયોગ કરાવીને જ રહેશે.