________________
ઉપસ્થિતિ અનુપસ્થિતિવત્
ગુરુદેવ પર પ્રેમ
સાકર સામે જ હોવા છતાં જીભ જ બગડેલી છે. સાકરમાં રહેલ મીઠાશનો અનુભવ ક્યાંથી થવાનો?
- ગુરુદેવ સામે જ છે. સંયમજીવનની બધી જ આરાધનાઓ આપણે એઓશ્રીની નિશ્રામાં રહીને જ કરીએ છીએ, એમની આજ્ઞાનું પાલન પણ કરીએ છીએ આપણે. એમની ભક્તિમાં ય કોઈ કચાશ રાખતા નથી. આપણે પણ સબૂર !!
એઓશ્રી પ્રત્યે હૃદયનું કોઈ જ આંતરિક જોડાણ નથી. એઓશ્રી પ્રત્યેના બહુમાનભાવથી હૃદય સર્વથા શૂન્ય છે. એઓશ્રીનાં દર્શન-વંદન કે સ્પર્શનમાં લેશ સંવેદનશીલતાની અનુભુતિ આપણને નથી.
જો આ સ્થિતિ છે આપણાં હૃદયની તો સમજી રાખવું કે આપણા માટે ગુરુદેવની ઉપસ્થિતિ અનુપસ્થિતિવત્ છે. કરશું બધું જ, પામશું કાંઈ જ નહીં
સાકર સરસ છે તો સાથોસાથ જીભ પણ સરસ છે. મીઠાશની અનુભૂતિ થવાની બાબતમાં પછી કોઈ શંકા જ ક્યાં રહે છે ?
ગુરુદેવશ્રી તો હાજર છે જ પરંતુ હૃદયમાં એઓશ્રી પ્રત્યેનો બહુમાનભાવ પણ હાજર છે. અને એટલે જ ગુરુદેવની ઉપસ્થિતિમાં આપણે આનંદ અનુભવીએ છીએ, ક્યારે ક કોક કારણસર ગુરુદેવશ્રીથી દૂર રહેવું પડે છે તો એઓશ્રીની અનુપસ્થિતિમાં આપણે વેદના પણ અનુભવીએ છીએ.
પણ સબૂર ! આ મનોવૃત્તિનું સ્તર છે, ગુરુદેવ પરના પ્રેમનું. આત્મવિકાસ જરૂર પણ એની માત્રા મર્યાદિત. અધ્યવસાયોની વિશુદ્ધિ ખરી પણ એની ઊંચાઈ મર્યાદિત. હૃદય ભીનું ખરું પણ સગુણોના ઉઘાડની લીલાશ એકદમ તીવ્ર નહીં!