________________
બળવાન કોણ ? અભ્યાસ ? કે સંસ્કાર ?
|
તુર્ત પાછા ફરી જજો..
સ્વાધ્યાયનું સાતત્ય સ્વાધ્યાયને અભ્યાસરૂપ તો બનાવી દેશે પણ સ્વાધ્યાયને આપણે જો સંસ્કારરૂપ બનાવવા માગીએ છીએ તો એનો એક જ વિકલ્પ છે, સ્વાધ્યાય આપણે રસપૂર્વક કરીએ.
ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે સાતત્ય કોઈ પણ શુભ યોગને અભ્યાસરૂપ તો બનાવી શકે છે પરંતુ એ શુભયોગ સંસ્કારરૂપ તો ત્યારે જ બને છે કે જ્યારે એ શુભયોગમાં આપણાં પોતાના અંતઃકરણનો રસ ભળે છે.
એક વાત કહું ?
સંસ્કાર વિનાનો અભ્યાસ ભવાંતરમાં સાથે આવે છે તો ય આત્મા માટે એટલો લાભદાયી નથી બનતો જ્યારે અભ્યાસ વિનાના સંસ્કારો આત્મા માટે કઈ પળમાં અને કયા સ્થળમાં લાભદાયી નથી બનતા એ પ્રશ્ન છે. આવો, આપણે અભ્યાસના અને સંસ્કારના, બંનેના સ્વામી બનીને જ રહીએ.
બની શકે કે અનંતજીવ અભયદાયક સંયમજીવન હાથમાં છે હોવા છતાં ય કોઈ પણ કારણસર કોક સહવર્તી મુનિ ભગવંત પ્રત્યે || આપણા મનમાં સદ્ભાવ તો ન હોય પણ દુર્ભાવ હોય, પ્રેમભાવ તો ન હોય પણ દ્વેષભાવ હોય, આદરભાવ તો ન હોય પણ તે ધિક્કારભાવ હોય.
પણ ,
કર્મસત્તાનો આ સંદેશો આપણે સતત આંખ સામે રાખવા જેવો છે કે “આ જનમમાં તું જેનું મોઢું જોવા તૈયાર નથી, આવતા છે 1 જનમમાં એના પગ તને ન પાડું તો મારું નામ કર્મસત્તા નહીં.’ |
શું કર્મસત્તાના સંદેશાને શ્રદ્ધાગમ્ય બનાવ્યા પછી ય આપણે || છે કોકની સાથે દ્વેષ કરી શકશું? કોકના પ્રત્યે દુર્ભાવ કેળવી શકશું? આ
કોકની સાથે દુશ્મનાવટ કેળવી શકશું? ના , આ ખતરનાક રસ્તે || છે કદમ મંડાઈ ગયા હોય તો ય તુર્ત આપણે અટકી જવા જેવું છે.
E