Book Title: To Pachi Kyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 42
________________ કેળવીએ વિચારસંયમ યાત્રાસંપર્કથી સંબંધ તરફ ગાડીનું સ્ટીઅરિંગ વ્હીલ બરાબર, એના પર બેસવાર ડ્રાઇવર પણ બરાબર પણ એ ડ્રાઇવરનું મન જ જો ચંચળ અને બેકાબૂ તો ? આખી ગાડી ખાડામાં. શરીર નબગડે એ ખ્યાલ આપણે આહારસંયમી તો બન્યા, સંબંધ ન બગડે એ ખ્યાલ આપણે વાણીસંયમી પણ બન્યા. ગુડવીલમાં કડાકો ન બોલાઈ જાય એ ભયે આપણે ઇન્દ્રિયસંયમી પણ બન્યા પણ જેનો ખ્યાલ આપણને એકલાને જ આવે છે એ વિચારસંયમનું શું ? આજ્ઞાનિષિદ્ધ કે આજ્ઞાનિરપેક્ષ વિચારો જો આપણા મનમાં બે-રોક-ટોક ચાલ્યા જ કરતા હોય તો નિશ્ચિત સમજી રાખવું કે પ્રભુએ જેને સંયમજીવન કહ્યું છે એ સંયમજીવનથી તો આપણે લાખો યોજનો દૂર છીએ ! એ અપાયને આમંત્રણ આપતા અટકી જવું છે ? વિચારસંયમના આપણે સ્વામી બનીને જ રહીએ ! મુસાફરી દરમ્યાન વ્યક્તિને કોક સારા માણસનો સંપર્ક થઈ પણ જાય છે તો ય એ વ્યક્તિ એ સારા માણસ સાથે સતત સંપર્કમાં રહીને એ સંપર્કને સંબંધમાં રૂપાંતરિત કરીને જ રહે છે. જવાબ આપો. પુણ્યકર્મ સાથે આપણો કેવળ સંપર્ક જ છે કે એ સંપર્કને આપણે સંબંધમાં રૂપાંતરિત કરી જ દીધો છે? શું કહું ? કેવળ પુણ્યકર્મનો બંધ એ છે સંપર્કની ભૂમિકા અને પુણ્યકર્મનો અનુબંધ એ છે સંબંધની ભૂમિકા. મોક્ષમાર્ગ પર મુકાતા કદમમાં પુણ્યકર્મ આપણને જો સહાયક લાગી રહ્યું છે તો એની કસોટી આ એક જ છે, એની સાથે આપણે સતત સંપર્કમાં ખરા? એકાદ વખતના સંપર્કને સંબંધમાં રૂપાંતરિત કરી દેવા આપણે સતત પ્રયત્નશીલ ખરા?

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50