Book Title: To Pachi Kyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 47
________________ re. ખતરનાક દોષ L. ૩. શક્તિનો અપવ્યય નિમિત્ત બળવાન કે ઉપાદાન ? ગૃહસ્થજીવનને રફેદફે કરી દેતો ગૃહસ્થનો એક દોષ છે જો સંપત્તિનો દુર્વ્યય તો સંયમજીવનને રફેદફે કરી દેતો એક ખતરનાક દોષ છે શક્તિનો અપવ્યય. નીચે જોઈને ચાલતા આંખોને જેટલે દૂર સુધી લઈ જવાની પ્રભુની આજ્ઞા છે એનાથી વધુ દૂર સુધી જોતા રહેવું, આડું-અવળું જોતા રહેવું, નિષિદ્ધ દૃશ્યો પર આંખો સ્થિર કરતા રહેવી એ છે આંખોની શક્તિનો અપવ્યય. આવું પાંચેય ઇન્દ્રિયો માટે અને મન માટે ય સમજી રાખવું. તપાસતા રહો, જે-જે ક્ષેત્રોમાં શક્તિઓ વપરાઈ રહી છે તે તે શક્તિઓનું પ્રમાણ. સવ્યય દેખાઈ રહ્યો છે કે દુર્બય? સદુપયોગ દેખાઈ રહ્યો છે કે પછી દુરુપયોગ? યાદ રાખજો , વ્યર્થમાં વપરાતી શક્તિઓ સાર્થકની પ્રાપ્તિથી આપણને વંચિત કરીને જ રહે છે ! છે ક્યારેક ક્યારેક મનમાં એક પ્રકારની દ્વિધા ઊભી થઈ જાય છે છે કે આપણા જીવનવિકાસમાં નિર્ણાયક કોણ? ગુરુદેવશ્રી કે આપણે પોતે જ? ગુરુદેવની ઉપસ્થિતિ આપણને અધ્યવસાયોની વિશુદ્ધિએ R લઈ જાય છે કે પછી આપણાં પોતાના હૃદયના શુભભાવો જ એ છે પાવન ઊંચાઈની સ્પર્શના આપણને કરાવે છે? આ દ્વિધાના સંતોષકારકસમાધાન માટે આપણે અલગ અલગ છે અભિગમોને સહેજ વ્યવસ્થિત સમજી લેવાની જરૂર છે. કારણ કે એ અભિગમોને સમજી લીધા વિના નહીં તો આપણે ગુરુતત્ત્વની છે અનિવાર્યતા સમજી શકીએ કે નહીં તો આપણે આપણી ખુદની જવાબદારી સમજી શકીએ. જીભ સરસ છે પરંતુ જો સાકર જ નથી તો કરશું શું? સાકર ઉપલબ્ધ છે પણ જીભ જ બગડેલી છે તો કરશું શું? જ

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50