Book Title: To Pachi Kyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 50
________________ આ જીવન પણ નિષ્ફળ ન જ જવું જોઈએ મોક્ષમાર્ગ તો સીધો જ છે, પણ મન વાંકું છે. કોઈ પણ પળે ક્યાંય પણ ફંટાઈ જતાં એને વાર નથી લાગતી. બસ, આ જ કારણસર અનંત અનંત સંયમજીવનો આપણાં નકામાં ગયા છે, નિરર્થક ગયાં છે, નિષ્ફળ ગયાં છે. આ જીવન પણ એ નિષ્ફળ જીવનમાં એક જીવનનો ઉમેરો કરનારું ન બની રહે એ ખ્યાલે અહીં મારા મંદ ક્ષયોપશમાનુસાર શાસ્ત્રાધારે કેટલાક વિકલ્પો રજૂ કર્યા છે. મેં ખુદે આ વિકલ્પોનું લખાણ કરતાં અનેરો આનંદ અનુભવ્યો છે. આશા રાખું છું કે અનેક પૂજ્યો આ લખાણ વાંચતા એવો જ આનંદ અનુભવશે.. બજારમાં જબરદસ્ત તેજી હોવા છતાં આળસુ બની રહેતા દીકરાને બાપ આ જ પ્રશ્ન પૂછે ને કે “અત્યારે જો તું નથી કમાતો તો પછી કમાઈશ ક્યારે ?" સંસારક્ષેત્રમાં સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ અને સર્વોચ્ચ કહી શકાય એવું સંયમજીવન હાથમાં આવી ગયા પછી ય આપણે જો પ્રમાદના શિકાર બન્યા રહીને એને આરાધી લેવામાં ટૂંકા પડી રહ્યા છીએ તો પ્રભુ ય આપણને આ જ પ્રશ્ન પૂછી રહ્યા છે, તો પછી ક્યારે ?" વિકલ્પોની આ રજૂઆતમાં ક્યાંય પણ શ્રીજિનાજ્ઞા વિરુદ્ધ લખાણ લખાઈ ગયું હોય તો એનું હું અંતઃકરણપૂર્વક મિચ્છા મિ દુક્કડું માગું છું. આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ

Loading...

Page Navigation
1 ... 48 49 50