Book Title: To Pachi Kyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 43
________________ યાત્રા સંબંધથી અનુબંધ તરફ અનિચ્છા છતાં લબાડ માણસના સંપર્કમાં આવી જવાનું દુર્ભાગ્ય વ્યક્તિના લમણે ઝીંકાઈ જાય એ બને પણ એ લબાડ સાથેના સંપર્કને વ્યક્તિ સંબંધમાં તો રૂપાંતરિત ન જ થવા દે ને ? પાપકર્મ કેવું ? આત્માને લમણે દુઃખોની વણઝાર ઝીંકવાનું જ એનું કામ. આત્માને એના સ્વભાવથી સતત દૂર જ રાખતા રહેવાનું એનું કામ. આવા પાપકર્મ સાથે આપણો પનારો પડી પણ જાય તો ય એ પાપકર્મ સાથે આપણો સંબંધ તો સ્થાપિત ન જ થઈ જવો જોઈએ ને ? યાદ રાખજો. કેવળ પાપકર્મનો બંધ એ છે સંપર્કનું સ્તર જ્યારે પાપકર્મનો અનુબંધ એ છે સંબંધનું સ્તર. પક્ષપાતરહિત કેવળ કાયાના સ્તરે સેવાતું પાપકર્મ એ પાપબંધનું કારણ જરૂર બનશે પણ જો એમાં પક્ષપાત મનનો, ભળી ગયો તો એ પાપના અનુબંધનું કારણ બની જશે. સાવધાન ! ૮૫ ———. કલહ કારણ ૧. રુચિભેદ ચપ્પુ અને કાતરને, તલવારને અને મશીનગનને, ટી.વી.ને અને પૈસાને ‘અધિકરણ’ માનવા તો મન તૈયાર છે પરંતુ આપણે એ સતત ખ્યાલમાં રાખવાનું છે કે શાસ્ત્રકારો તો ‘ક્લહ’ને પણ અધિકરણ જ કહે છે. પ્રશ્ન એ છે કે કલહના પાકનાં બીજ કયાં છે? કલહના કાર્યનાં કારણો કયાં છે? પ્રથમ કારણ છે કલહનું, ‘રુચિભેદ’. મારી રુચિ સ્વાધ્યાયની છે, સામાની રુચિ તપશ્ચર્યાની છે. મારી રુચિ વિહારમાં છે, સામાની રુચિ સ્થિરતામાં છે. મારી રુચિ વાતચીતમાં છે, સામાની રુચિ મૌનમાં છે. મને વાચનામાં રસ છે, સામાને અનુપ્રેક્ષામાં રસ છે. જો આપણી આંખ સામે આત્માનો ભૂતકાલીન સંસ્કારોનો વારસો નથી, કર્મોની વિષમતાનો આપણને અંદાજ નથી તો આ રુચિભેદ સામી વ્યક્તિ સાથે કલહ કરાવીને જ રહે એવી પૂરી શક્યતા છે. સાવધાન ! ર (U)

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50