________________
જીવન શેમાં ? ઉકળાટભાવમાં
કે ઉપશમભાવમાં ?
દોષ આળસનો
એક હકીકતનું આપણે સતત આત્મનિરીક્ષણ કરતા રહેવાની જરૂર છે.
આપણે જે પણ ગ્રુપમાં રહીને સંયમજીવનની આરાધના કરી રહ્યા છીએ એ ગ્રુપમાં આપણા માટે સહુની માનસિકતા કઈ છે?
“આપણે હોઈએ હાજર છતાં સહુ ઇચ્છતા હોય આપણી ગેરહાજરી, એવી? કે પછી ક્યારેક આપણે હોઈએ ગેરહાજર અને છતાં સહુ ઇચ્છતા હોય આપણી હાજરી એવી ?”
યાદ રાખજો, આ માનસિકતા જ નક્કી કરશે કે આપણે ઉકળાટભાવમાં જીવી રહ્યા છીએ કે પછી ઉપશમભાવમાં ? આપણી દોસ્તી સંક્લેશ સાથે છે કે પછી સમાધિ સાથે? દુર્ગતિમાં જવાનું આપણું પાકું છે કે પછી સતિગમન આપણું નિશ્ચિત છે? સાવધાન !
સાધનાના જીવનને નિદ્માણ બનાવી દેતો એક ભયંકર દોષ છે, આળસ.
સંયોગો સાનુકૂળ, સામગ્રીઓ ઉપલબ્ધ, શરીર તંદુરસ્ત પણ મન સાવ જ ઠંડું. ન એને પ્રેરણા ગરમ કરી શકે કે ન એને શુભ આલંબન ઉત્તેજિત કરી શકે. ન એને સનિમિત્તો બેઠું કરી શકે કેન એને શાસ્ત્રપંક્તિઓ દોડતું કરી શકે. ન એને હિતશિક્ષા પ્રેરિત કરી શકે કે ન એને ગુરુદેવનું વાત્સલ્ય ઝંકૃત કરી શકે.
શું થાય આવા આળસુ સંયમીનું ? શું થાય એ સંયમીના સંયમજીવનનું? શું થાય એ સંયમીના ભાવપ્રાણોનું?
વાંચી છે આ શાસ્ત્રપતિ?
નાયિક' શરીરના અગ્નિસંસ્કાર તો આયુષ્ય પૂર્ણ થયા પછી જ થાય છે પરંતુ પ્રમાદગ્રસ્ત સંયમી તો પ્રતિપળ મરતો જ હોય છે.