Book Title: To Pachi Kyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 38
________________ દોષ અસંયમનો દોષ અધીરાઈનો સંયમજીવનને તાકાતહીન બનાવી દેતા એક જાલિમ દોષને આપણે બરાબર સમજી રાખવાની જરૂર છે. એ દોષનું નામ છે, અસંયમ. - બાલદીમાં જે હોનારત છિદ્ર સર્જે છે, એ જ હોનારત સંયમજીવનમાં ઇન્દ્રિયોનો અસંયમ સર્જે છે. પાંચે ય ઇન્દ્રિયોને જ્યાં જવું હોય ત્યાં જવા દેવી એનું નામ છે અસંયમ. કલ્પના કરો, એ મકાનનું થાય શું? કે જેની બધી જ બારીઓ ખુલ્લી પડી છે? એ બાલદીનું થાય શું? કે જેના તળિયે છિદ્રો જ છિદ્રો છે ? એ રથનું થાય શું? કે જેને જોડાયેલા ઘોડાઓ પર કોઈનો ય અંકુશ જ નથી ? ભૂલશો નહીં. ઇન્દ્રિયોનો અસંયમ વરસોના સંયમપર્યાયમાં એકઠી કરેલ તમામ શક્તિ-સગુણોનો સફાયો કરીને જ રહે છે. કેળવી લેશું આપણે ઇન્દ્રિયોનો સંયમ? સદ્યોગોના સેવનના પરિણામથી આપણને દૂર ધકેલી દેતો છે એક ભયંકર દોષ છે કે જેનું નામ છે, અધીરાઈ. હજારો-લાખો શ્લોકોના સ્વાધ્યાય કરી લીધો, મન સંલ્પ- 8 વિકલ્પોથી મુક્ત થશે ક્યારે ? વર્ધમાન તપની આટઆટલી ઓળીઓ ઝુકાવી દીધી, આહારસંન્નાનું જોર ઘટશે ક્યારે ? પ્રભુદર્શને આંખમાંથી આંસુઓ વહાવી દીધા. આંખના વિકારોમાં કડાકો છે બોલાશે ક્યારે ? દિલ દઈને ગુરુદેવની ભક્તિ કરી લીધી, # સ્વચ્છેદવૃત્તિમાં સફાયો બોલાશે ક્યારે ? બસ, જ્યાં આ ‘ક્યારે આવે છે, ત્યાં મન કાં તો શ્રદ્ધાહીન ! બની જાય છે અને કાં તો ઉત્સાહહીન બની જાય છે. છે આ પ્રાણઘાતક અસરથી સંયમજીવનને જો બચાવી લેવું છે જ | તો એક જ કામ કરો. અધીરા ન બનો.

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50