Book Title: To Pachi Kyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 39
________________ દોષ અપેક્ષાનો વાસણ જ નાનું અને એમાં આખી નદીને ભરી દેવાની ઇચ્છા, સફળ બને ખરી ? બસ, સંયમજીવનને નીરસ બનાવી દેતો એક ખતરનાક દોષ છે અપેક્ષાનો. પુણ્ય પાતળું અને અનુકૂળતાઓની અપેક્ષા જાલિમ. સફળતા મળશે ? પુરુષાર્થ માયકાંગલો અને સદ્ગુણોના ઉઘાડની અપેક્ષા ભારે. સફળતા મળશે ? ના. સમાધિ ટકાવી રાખવા માટેનો એક વિકલ્પ છે. અપેક્ષા ઓછી કરી નાખો. સહુ પ્રત્યેના સદ્ભાવને ટકાવી રાખવાનો શ્રેષ્ઠ વિકલ્પ એક જ છે, અપેક્ષાઓને નિયંત્રિત કરી દો. મનનેસંક્લેશોથી ગ્રસ્ત બનતું બચાવી લેવાનો એક જ ઉપાય છે, અપેક્ષા પ્રત્યે લાલ આંખ કરી દો. દુર્ગતિના દરવાજે તાળાં લગાવી દેવાનો હાથવગો વિકલ્પ એક જ છે. અપેક્ષાઓનું બારમું કરી નાખો ! ૭૭ દોષ અદક્ષતાનો 99 99 સંયમજીવનને મૂલ્યહીન બનાવી દેતો એક ખતરનાક દોષ છે, અદક્ષતાનો. કયા સમયે, કયા સંયોગમાં, કયા સ્થળે, કઈ વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવો, કઈ આરાધનાને પ્રાધાન્ય આપવું, કયા યોગને ગૌણ બનાવવો એની કોઈ સમજ જ નહીં, એનું નામ છે અદક્ષતા. આવો સંયમી ઔચિત્યનું પાલન કરી જ નહીં શકે અને ઔચિત્યના પાલનના અભાવમાં એ લોકપ્રિય બની જ નહીં શકે. (ND) લોકપ્રિયતાના અભાવમાં ડગલે ને પગલે એની સમાધિ ખંડિત થતી જ રહેશે. યાદ રાખજો, કુશળ બેટ્સમૅને દરેક બૉલને જોઈને જ રમવાનું હોય છે તો દક્ષ સંયમીએ પરિસ્થિતિને સમજીને જ પોતાના સંયમજીવનને ઘડવાનું હોય છે. આવી દક્ષતા આપણામાં ખરી ? ૩૮. 9

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50