Book Title: To Pachi Kyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 36
________________ સ્ટેશન મૈત્રીભાવનું વિચારેલું નથી મળતું ? | . કે ન વિચારેલું મળી ગયું છે?. જેમનામાં એક પણ દોષ નથી એવા વીતરાગ પરમાત્મા પ્રત્યે આપણા હૈયામાં જો સાચા અર્થમાં આપણે ભક્તિભાવ ઊભો કરવા માગીએ છીએ તો એનો ક્યારેય નિષ્ફળ ન જાય એવો ઉપાય આ છે કે જેઓના જીવનમાં સંખ્યાબંધ દોષો છે એવા આ જગતના જીવો પ્રત્યે આપણા હૈયામાં મૈત્રીભાવ ઊભો થઈ જાય. ટૂંકમાં, મુંબઈથી ટ્રેન દ્વારા શંખેશ્વર પહોંચવા માગનારે વચ્ચે જેમ વીરમગામ, વડોદરા કે અમદાવાદ પહોંચવું જ પડે છે તેમ વીતરાગ પ્રત્યેના ભક્તિભાવથી હૈયાને તરબતર રાખવા ઇચ્છતા સાધકે વચ્ચે જીવો પ્રત્યેના મૈત્રીભાવના સ્ટેશને ઊતરવું જ પડે છે. પૂછો મનને. મૈત્રીભાવના સરવાળા માટે એ તૈયાર ખરું ? ભક્તિભાવના ગુણાકાર સુધી તો જ પહોંચી શકાવાનું છે. છે જે-જે વિચારીએ છીએ તે-તે નથી મળતું એના દુઃખથી મન ક્યારેક ગ્રસ્ત થઈ પણ જતું હોય તો એ દુઃખને દૂર કરી દેવા એક || વિચારણા આપણે આ કરવાની જરૂર છે કે જે-જે ચીજોની આપણે જ વિચારણા પણ નહોતી કરી તેને ચીજો આ જીવનમાં આપણને ? મળી ગઈ છે એનો આનંદ આપણે શા માટે ન અનુભવીએ ? જવાબ આપો. કલ્પના ય કરી હતી ખરી આપણે કે આ ભવમાં આપણને જે સંયમજીવન મળશે ? સંયમજીવનમાં ગુરુદેવનો આપણને પ્રેમ છે. મળશે ? જ્ઞાનાવરણનો આવો સુંદર ક્ષયોપશમ આપણને ઉપલબ્ધ થશે ? જીવનમાં શક્તિઓનો આવો સુંદર ઉઘાડ થશે ? ટૂંકમાં, “જે વિચારીએ છીએ એ નથી મળતું” ના દુઃખથી જ મુક્ત થઈને “જે નહોતું વિચાર્યું એ મળી ગયું છે' ના આનંદને || છેઅનુભવતા રહીએ. મજા આવી જશે.

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50