Book Title: To Pachi Kyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 34
________________ દૂષણ - પ્રદૂષણ : તુર્ત રોકો સમ્યક્ દેષ્ટિકોણહકારાત્મક અભિગમ છે ચાહે વાતાવરણનું પ્રદૂષણ છે કે ચાહે અંતઃકરણનું કોક દૂષણ છે, સનાતન સત્ય એ છે કે એને જો સમયસર રોકવામાં નથી આવતું તો એ વકરતું જ જાય છે અને અંતે વિનાશ નોતરીને જ રહે છે. પ્રદૂષણને તો આપણે એક વાર ગૌણ બનાવી દઈએ પરંતુ અંતઃકરણમાં વ્યાપેલાં ઈર્ષા, દ્વેષ, ક્રોધ, નકારાત્મક અભિગમ, આવેશ વગેરે દૂષણો અંગે આપણે આજે સચેત કેટલા ? સાવધ કેટલા? યાદ રાખજો. વર્તમાન જીવનમાં એ દૂષણોનો આપણે સર્વથા સફાયો તો નથી જ કરી શકવાના પરંતુ કમ સે કમ એ દૂષણોની માત્રા તો આપણે ઓછી કરી જ શકીએ છીએ. એ દૂષણોને વચનનું બળ ન આપવાનો સંકલ્પ તો આપણે કરી જ શકીએ છીએ. એ દૂષણોના પક્ષપાતથી તો મનને મુક્ત કરી જ શકીએ છીએ. એ દિશામાં આપણે પ્રયત્નશીલ ખરા? ખાલી કોથળાને લાખ પ્રયાસ પછી ય ઊભો નથી રાખી જ શકાતો. પેટ્રોલની ટાંકી ખાલી થઈ ગયા પછી લાખ પ્રયાસેય ગાડીને ચલાવી નથી શકતી. મન ઉત્સાહશુન્ય બની ગયા પછી આરાધનાની બધી જ અનુકૂળતાઓ છતાં ય સંયમજીવન ઊભું નથી જ રાખી છે શકાતું. આરાધનાની ગાડી આગળ નથી જ ધપાવી શકાતી. છે શું છે આ ઉત્સાહ ? હકારાત્મક અભિગમ અને સમ્યક્ દષ્ટિકોણ આ બંને જે એક પરિબળનું સર્જન કરે છે એનું નામ છે ઉત્સાહ. - હકારાત્મક અભિગમ ‘નથ’ ને બદલે ‘છે’ તરફ જ ધ્યાનને છે કેન્દ્રિત કરતું રહે છે અને સમ્યફ દૃષ્ટિકોણ ખરાબ' માં ય ‘સારું' || જ શોધતો રહે છે. જવાબ આપો. સંયમજીવનને જીવનના અંત સમય સુધી || કે તાજગીસભર રાખતો આ ઉત્સાહ આપણી પાસે હાજર ખરો ?

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50