Book Title: To Pachi Kyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 27
________________ આંગળીનો અંગૂઠા સાથે મેળ ખરો ? બધું જ પુણ્ય ભોગવી ન લેતા! મુક્કો એક તાકાત જરૂર બને છે પણ એ માટે અંગૂઠાએ આંગળી સાથે મેળ સાધવો પડે છે. આંગળીઓએ અંગૂઠા સાથે મૈત્રી સાધવી પડે છે. પ્રલોભનોની વણઝાર સામેય આપણે જો અડીખમ ઊભા રહેવા માગીએ છીએ, કષ્ટોની વણઝાર વચ્ચે ય આપણે જો સમાધિ ટકાવી રાખવા માગીએ છીએ. મન કુસંસ્કારોને આધીન છતાં ય સંયમજીવનજન્ય મસ્તી આપણે જો સતત અનુભવતા રહેવા માગીએ છીએ તો એનો શ્રેષ્ઠ વિકલ્પ છે, આપણે તાકાતવાન બન્યા રહીએ અને તાકાતવાન બન્યા રહેવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે, સહવર્તીઓ સાથેના પ્રેમભાવને, સદ્ભાવને અને મૈત્રીભાવને જીવંત જ રાખીએ. એ સહુ સાથેનો મેળ આપણને નહીં ક્યાંય પડવા દે કે નહીં ક્યાંય તૂટવા દે! સંસારક્ષેત્રે ભલે કોઈ કરોડપતિ છે કે અબજપતિ છે, પોતાની પાસે રહેલા તમામ પૈસા વાપરી નાખવાની બેવકૂફી એ ક્યારેય કરતો નથી. કબૂલ, આપણી પાસે સંયમનું જીવન છે. ત્યાગ એ તો આ જીવનની એક માત્ર ઓળખ છે આમ છતાં અહીં પુણ્યના ઉદયના કારણે મળતી સુવધિઓનો કોઈ પાર નથી. ગોચરી-વસ્ત્ર-પાત્ર-ઉપધિ-માન-સન્માન-ખ્યાતિ-પ્રતિષ્ઠા આ બધું પુણ્યના ઉદય વિના થોડું મળે છે ? પણ સબૂર ! સત્તામાં રહેલા તમામ પ્રકારના પુણ્યને ઉદયમાં લાવતા રહીને ભોગવતા રહેવાની બેવકૂફી આપણે કરવા જેવી નથી. બધું જ પુણ્ય અહીં ભોગવી લેશું તો ભવાંતરમાં જ્યાં પણ જશું ત્યાં, પુણ્ય વિના કરશું શું? સાવધાન!

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50