________________
મૂચ્છની જન્મભૂમિ
શરીર
શક્તિનદીના બે કિનારા
મૂચ્છની જન્મભૂમિ એક જ છે. શરીર. જીવ ચાહે નરકમાં ગયો છે કે નિગોદમાં ગયો છે. ઘોડો થયો છે કે ગધેડો થયો છે. કીડી બન્યો છે કે મંકોડો બન્યો છે. ભવનપતિનો ઇન્દ્ર બન્યો છે કે અનુત્તરનો દેવ બન્યો છે. સંસારી બન્યો છે કે સંયમી બન્યો છે. શરીર અને દરેક ગતિના દરેક ભવમાં મળ્યું છે, દરેક ભવની દરેક અવસ્થામાં મળ્યું છે.
બસ, આ શરીર એ જ એના માટે મૂચ્છની જન્મભૂમિ બની રહ્યું છે. જો શરીર જ નથી તો મૂચ્છને ઉત્પન્ન થવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.
યાદ રાખજો , મન વિનાના ભવો તો આ જીવને અનંતકાળમાં અનંતા મળ્યા છે છતાં એની મૂર્છા તૂટી નથી. કારણ? શરીર લાગે છે ખરું કે મૂચ્છની આ જન્મભૂમિને આપણે રોજેરોજ વધુ ને વધુ ઉખર બનાવી રહ્યા છીએ ?
ભલે ને નદી, ધસમસતી વહી રહી છે, એ વિનાશ નથી જ વેરતી કારણ કે બેકિનારાની મર્યાદામાં રહીને જ એ વહેતી હોય છે.
ભલે ને સંયમજીવનમાં આપણી શક્તિઓ પુરબહારમાં ખીલી છે ? મસ્ત પ્રવચન, તીક્ષ્ણ બુદ્ધિ, કોકિલ કંઠ, આકર્ષકરૂપ, ગજબનાક લેખનકળા, કલ્પનાતીત આદેય નામકર્મ !
પણ, આમાંની એક પણ શક્તિ આપણા માટે કે અન્ય માટે મારક ત્યારે જ નથી બનતી કે જ્યારે એ શક્તિઓની નદી ત્યાગ અને વૈરાગ્યના બે કિનારાઓની મર્યાદા જાળવીને વહેતી હોય છે.
સતત આત્મનિરીક્ષણ કરતા રહેજો. ત્યાગ અને વૈરાગ્યના બેકિનારાઓ વચ્ચે જ આપણી શક્તિઓની નદી વહી રહી છે ને? એક પણ કિનારામાં ક્યાંય પણ ગરબડ દેખાતી હોય તો તુર્ત જ એની મરામત કરી દેજો. અન્યથા..!