Book Title: To Pachi Kyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 23
________________ ફાઈલ પાપની વજન પશ્ચાત્તાપનાં આંસુનું પોકાર' નહીં પણ “પ્રહાર' લાખો-કરોડોના ગોટાળાવાળી પણ ફાઈલ પર જો ‘વજન' મૂકવામાં આવે છે તો એ ફાઈલ, આગળ ચાલતી થઈ જાય છે એમ અહીંનો પ્રજાજન માને છે. આ હકીકત સંસારક્ષેત્રમાં સાચી હોય તો ય આપણા માટે એનો કોઈ અર્થ નથી કારણ કે સંપત્તિ સાથે તો આપણો સ્પર્શનો ય વ્યવહાર નથી. પણ એક વાત કરું ? આપણા જીવનની ફાઈલ પણ પાપ, પ્રમાદ, અતિચાર, અશુદ્ધિ, દુર્ભાવ, દુર્ગાન વગેરેના ગોટાળાવાળી જ છે ને? એને સાચે જ આપણે જો આગળ ચલાવવા માગીએ છીએ તો એનો એક જ વિકલ્પ છે, એ ફાઈલ પર પશ્ચાત્તાપનાં આંસુનાં કેવળ બે બુંદ જ વજન મૂકી દઈએ. જે પણ સંયમી આ બાબતમાં ફાવ્યો છે એની ફાઈલ છે, પ્રભુ સુધી પહોંચી ગઈ છે. આંસુનાં આવા બે બુંદ આપણી પાસે ખરા ? દુઃખોથી બચી જવા કદાચ ‘પોકાર’ અસરકારક પુરવાર થઈ શકે છે પરંતુ જો આપણે દોષોથી બચી જવા માગીએ છીએ તો એના માટેનું શ્રેષ્ઠતમ શસ્ત્ર “પોકાર’ નથી પણ ‘પ્રહાર’ જ છે. કારણ? દોષોની આત્મા પર શિરજોરી અનંતકાળની છે. દોષોનું કદ મેરુની ઊંચાઈને ય ટક્કર લગાવે તેવું છે. દોષોની મજબૂતાઈ વજ કરતાંય વધુ છે. દોષોએ અંતઃકરણમાં નાખેલાં મૂળિયાં સ્વયંભૂરમણ સમુદ્રના તળિયા કરતાં ય ઊંડા છે અને દોષો પ્રત્યેનો આપણો પ્રેમ અનાદિનો છે. આવા દોષો, એના પર પ્રહાર કર્યા વિના, એના પ્રત્યે આક્રમકતાનો રૂખ અપનાવ્યા વિના, એ પ્રત્યે લાલઘૂમ આંખ કર્યા વિના આત્મા પરથી રવાના થઈ જાય એમ ? અસંભવ ! આવો, પુકાર નહીં પણ પ્રહાર ! એ ય તમામ તાકાતથી !

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50