Book Title: To Pachi Kyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 24
________________ દુશ્મનો પેદા કરવાની આગવી કળા. AL મનનો ઉપયોગ આપણે કરીએ છીએ કે.... દુઃખો સર્જવાની આગવી કળા જેમ દોષો પાસે હોય છે તેમ દુશ્મનો સર્જવાની આગવી કળા ક્રોધ પાસે હોય છે. અલબત્ત, ક્રોધ પણ છે તો એક જાતનો દોષ જ પરંતુ ક્રોધ સિવાયના અન્ય દોષો દુશ્મનો સર્જે જ છે એવો કોઈ કાયદો નથી પરંતુ ક્રોધ ? એ તો દુશ્મનો સર્જીને જ રહે છે. કબૂલ, આપણા જીવનમાં દોષો તો છે જ પરંતુ એ દોષોમાં ક્રોધની માત્રા ખૂબ અલ્પ છે એમ કહી શકવાની સ્થિતિમાં આપણે છીએ ખરા ? ક્રોધનું સેવન એ આપણી પ્રકૃતિ નથી પરંતુ મજબૂરી જ છે એમ આપણું અંતઃકરણ કહે છે ખરું ? ક્રોધસેવનની પછીની પળો આપણને ચેનથી બેસવા દેતી નથી એ આપણો અનુભવ છે ખરો ? જો આ તમામ પ્રશ્નોનો જવાબ 'હા'માં હોય તો સમજી રાખવું કે ધીમે ધીમે પણ જીવનમાંથી ક્રોધ રવાના થતો જ રહેશે, અન્યથા...? સારા વિચારો પણ મનમાં આવે છે અને ખરાબ વિચારો છે પણ મનમાં આવે છે આનો અર્થ એટલો જ કે એને કોક સારા કે ખરાબ બનાવી રહ્યું છે. એ કોક એટલે બીજું કોઈ જ નહીં પણ આપણે પોતે જ . તે | આપણી સંમતિ વિના મનમાં ખરાબ વિચારો દાખલ થઈ શકતા જ || છે નથી અને આપણે પોતે ઇચ્છતા હોઈએ તો સારા વિચારોને મનમાં છે દાખલ થતાં કોઈ જ અટકાવી શકે તેમ નથી. હકીકત જો આ જ છે તો પ્રશ્ન એ ઊઠે છે કે શા માટે આપણે જ 1 સારા વિચારો ન કરતાં ખરાબ વિચારો કર્યો જઈએ છીએ ? આ પ્રશ્નના ઘણા જવાબોમાંનો એક જવાબ આ છે કે મનનો || છે ઉપયોગ આપણે કરવાનો હતો એના બદલે મન આપણો ઉપયોગ કરી રહ્યું છે. નોકર જ માલિકને આજ્ઞા કરવા લાગે ત્યારે માલિકનું || છે થાય શું?

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50