Book Title: To Pachi Kyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 14
________________ બારી બંધ પણ કરવાની છે એ યાદ રાખીએ તોફાન મન કરે હેરાન આત્માને થવું પડે. બારી ! આ શબ્દ આપણા કાને પડે એટલે આપણી આંખ સામે બે ચીજ આવી જાય. પવન અને પ્રકાશ, બારી બંધ જ હોય એ મકાનમાં પવનની અવર-જવર ક્યાં? પ્રકાશનાં પધરામણાં ક્યાં? પણ સબૂર ! બારી ખોલવાનો જેમ મહિમા છે તેમ બારી બંધ કરવાનો ય મહિમા છે. બહાર ધૂળ ઊડી રહી છે. કચરો બળી રહ્યાનો ધુમાડો ઉપર જઈ રહ્યો છે. ઉકરડાની દુર્ગધ પ્રસરી રહી છે. બારી બંધ ન કરી દઈએ તો થાય શું? આપણને મળેલ પાંચેય ઇન્દ્રિયો એ સંયમજીવનના મકાનની પાંચ બારીઓ છે. એટલું જ કહીશ કે વિવેકને સદાય હાજર રાખીને અવસર આવ્યું એને ખોલતા તો રહેજો જ પણ અવસર આવ્યું અને બંધ પણ કરી દેજો. સંયમજીવનનું મકાન તો જ સ્વચ્છ અને શુદ્ધ રહેશે. સંસારમાં સર્જાતી રહેતી એક મહત્ત્વની ઘટનાનો તમને ખ્યાલ છે જ છે ખરો? ઘરની બહાર તોફાન છોકરો કરી આવે છે અને એ બદલ 1 હેરાન મા-બાપને થવું પડે છે. અધ્યાત્મક્ષેત્રે પણ આ જ વાસ્તવિકતા છે ને ? પાપો બધાય છે | મન જ કરે છે. ઇન્દ્રિયોને પાપમાં પ્રવૃત્ત પણ મન જ બનાવે છે પણ || પર એની સજા આત્માને જ વેઠવી પડે છે. કેમ બને છે આવું? આત્મા બાપ છે, મન તો એનો પુત્ર છે. આત્મા માલિક છે, તે કે મન તો એનું નોકર છે. મદારી તો આત્મા છે, મન તો બંદર છે. પણ દીકરો વંઠી ગયો છે, નોકર ઉદંડ બની ગયો છે, બંદર તોફાની || ન બની ગયો છે. આપણા હાથમાં તો સંયમજીવન છે. જિનવચનોના આ સહારે એ ત્રણેયને આપણે વશમાં ન લાવી દઈએ ?

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50