________________
|
|
દોષો : ભારે ખાનદાન
|
લીડર'ને સમજાવી દો યુનિયન' સમજી જશે .
કિff
ઘરમાં આવી ગયેલ મહેમાનને જોઈને તમે રડવા લાગો તોય બની શકે કે નફ્ફટ મહેમાન ઘરમાં પડ્યો-પાથર્યો જ રહે.
દોષની બાબતમાં કહેવું હોય તો એમ કહી શકાય કે ખાનદાનીની બાબતમાં આ જગતમાં એનો કોઈ જોટો નથી. તમે રડો, તમે એના પ્રત્યે નફરતભાવ દર્શાવો, એના આગમને તમે નારાજગી પ્રગટ કરો, તમે એના પ્રત્યે મનમાં ધિક્કારભાવ કેળવો એ તમારી પાસે રહેવા એક પળ માટે ય તૈયાર નહીં થાય.
તાત્પર્યાર્થ ?
આ જ કે સંયમજીવનમાં ય જો દોષો ડેરા-તંબૂ નાખીને પડ્યા હોવાનું અનુભવાય છે તો એ એટલું જ સૂચવે છે કે આપણને દોષો ગમે છે. દોષો પ્રત્યે આપણા હૈયામાં હજી કૂણી લાગણી છે. શું ચલાવી લેવાય આવી મનોવૃત્તિ?
ફૅક્ટરીમાં કામદારોનું ‘યુનિયન’ જ્યારે માલિક સામે બળવો કરીને હડતાળ પર ઊતરી જાય છે ત્યારે ફૅક્ટરીનો માલિક “યુનિયન’ || $ સાથે નહીં પણ યુનિયનના ‘લીડર’ સાથે વાટાઘાટ ચલાવીને & સમાધાન કરી દઈને ફૅક્ટરીને ધમધમતી કરી દે છે.
સંયમજીવન એ જો ફૅક્ટરી છે તો આત્મા એ ફૅક્ટરીનો માલિક છે છે. પાંચેય ઇન્દ્રિયો એ જો ફૅક્ટરીનું યુનિયન છે તો મન એ યુનિયનનું છે લીડર છે.
- જ્યારે જ્યારે પણ એમ લાગે કે ઇન્દ્રિયોનું આ યુનિયન છે સંયમજીવનની ફૅક્ટરીને બરબાદ કરી નાખવા તૈયાર થઈ ગયું છે
ત્યારે ત્યારે આપણે આ એક જ કામ કરવા જેવું છે. યુનિયનના જ લીડર મન સાથે જ વાટાઘાટ શરૂ કરી દેવા જેવી છે. એ જો સમજી જા
ગયું તો પછી યુનિયનની કોઈ તાકાત નથી કે એ ફૅક્ટરીના વિરોધમાં || કામ કરે.